ગુજરાતમાં કડક દારૂબંધી છતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં મળી આવી દારૂની બોટલો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગુજરાતમાં આમ તો કડક દારૂબંધી છે, પરંતુ સરકારી કચેરીઓ બહાર અનેક વખત દારૂની બોટલો મળી આવી હોય અને કર્મચારીઓ જ ખુદ દારૂની પાર્ટી કરતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે જેનો વિડીયો પણ સામે આવ્યો છે. કચેરી બહાર ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે. લાગે છે કે અહીં કચેરીમાં અડધી રાત્રે કોઈએ પાર્ટી કરી હોવાની શંકા સેવાઈ રહી છે. હવે આ અંગે તંત્ર શું પગલાં લેશે તે તો
જોવું રહ્યું.