લગ્ન વિના રહેતા શખ્સે માતા-ભાઈને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી
મધરાત્રે કઢંગી હાલતમાં જોઈ જતા ભાંડો ફૂટ્યો : યુનિ. પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ ઝેર પી જીવ દઈ દીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સાથે લગ્ન વગર રહેતી મહિલાની 11 વર્ષની માસુમ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી તેના ભાઈ- માતાને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપી અડપલાં કરી ન કરવાનું દીકરી સાથે કર્યું હતું એક રાત્રે દીકરી સાથે પ્રેમીને સૂતેલો જોઈ જતા ઝઘડો કરી શખ્સે મારકૂટ પણ કરી હતી જે બાદ તેણી સંબંધીના ઘરે દીકરીને લઈને જતી રહી હતી અને આ અંગે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપી સામે દુષ્કર્મ. પોકસો એક્ટ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી ત્યારે જ આરોપીએ ઝેર પી આપઘાત કરી જિંદગીનો અંત આણી લીધો છે.
રાજકોટમાં રહેતી મહિલાએ રૈયાધાર વિસ્તારમાં રહેતા કાનો ઉર્ફે કરણ અશોકભાઈ ઘટાર સામે યુનિવર્સીટી પોલીસમાં બીએનએસની કલમ 64 (2), 65(2), 115 (2), 351(3) અને પોક્સો એકટ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક 11 વર્ષની પુત્રી અને એક પુત્ર છે તે રૈયાધાર પાસે રહેતાં કાનો ઉર્ફે કરણ નામના શખ્સ સાથે લગ્ન વગર રહેતી હતી બંને વચ્ચે ગૃહકંકાસ શરૂ થતા કાનાએ મારકુટ કરી હતી થોડા સમય પહેલા આરોપીએ પ્રેમિકાની 11 વર્ષની બાળકીને તેના માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે ડરી ગયેલી બાળકી આ અંગે કોઈને વાત કરી ન હતી. ત્યાર બાદ આરોપીએ બે વખત ફરી તેને હવસનો શિકાર બનાવી હતી. જે બાદ ગઈ તા.09 ના બાળકી તેની માતા સાથે પલંગ પર સુતી હતી ત્યારે ઘરે આવેલા આરોપીએ તેને નીચે સુવડાવી અડપલાં કર્યા હતા મોડી રાત્રે તેની માતાની ઊંઘ ઊડતા બાળકીને આરોપી સાથે સુતેલી જોઈ શંકા ઉપજી હતી આરોપીનો ભાંડો ફૂટી જતા તેણે ઝઘડો કર્યો હતો આથી તે સંતાનોને લઈ તેના બહેન બનેવીના ઘરે ચાલી ગઈ હતી. જ્યાં બાળકીને પૂછતા આરોપીએ તેણીને ધમકાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોય તેમજ મુખમૈથુન પણ કરાવ્યું હોવાનું જણાવતા માતા સહિતના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા કરણના પ્રથમ પત્નીથી છૂટા પડ્યા બાદ ત્રણેક વર્ષથી મહિલા સાથે રહેતો હતો. ગત તા. 26 જાન્યુઆરીએ પ્રથમ વખત તેણે બાળા સાથે અડપલાં કર્યા હતા ત્યાર બાદ બાળકીના જન્મદિવસે પણ તેણીને હવસનો શિકાર બનાવી હતી. આ પછી પણ બે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં આરોપીએ બાળકીને તેની માતા અને ભાઈને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપી હતી અંતે પોલીસ ફરિયાદ નોંધવતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ ચિંતન દવે તથા ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી કાનો ઉર્ફે કરણે ધરપકડની બીકે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



