સમ્રાટ ચૌધરીએ CMના, વિજય ચૌધરી અને બ્રિજેન્દ્ર યાદવે Dy.CMના શપથ લીધાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હોય. સમ્રાટ ચૌધરીની સાથે JDU ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજના કાર્યક્રમમાં માત્ર આ ત્રણ નેતાઓના જ શપથ લેવામાં આવ્યા છે, શપથ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ છઉંઉમાં જોડાયા. છઉંઉમાં તેઓ મંત્રી બન્યા, છઉંઉમાં રહ્યા બાદ તેઓ 2014માં ઉંઉઞમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા. બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી અનેકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. બિજેન્દ્ર યાદવ નીતિશ કુમારની સરકારમાં ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.



