આગામી બે ત્રણ દિવસમાં જ ફરી ઈરાન સાથે મંત્રણા પણ અમો હજું ગલ્ફમાં જ છીએ : ઈરાનને ચેતવણી પણ આપી: યુદ્ધમાં જવાના નિર્ણયનો ફરી બચાવ
ઈરાને જો અણુશસ્ત્ર બતાવ્યા હોત તો દુનિયાએ તેને ‘સાહેબ’ કહેવું પડત: ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું પ્રમુખ મોટો સોદો કરવા માંગે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈરાન સાથે વાટાઘાટના વધુ એક રાઉન્ડ અને તેની સાથે હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કરી ઈરાનને આર્થિક રીતે પણ ગુંગળાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વના વિધાનમાં જણાવ્યું કે યુદ્ધ હવે અંતની બહુ નજીક છે.
સાથો સાથ ઈરાનને ચેતવણી આપી હતી કે તેનો અર્થ એ પણ નથી કે અમોએ અમારુ મીશન પુરુ કર્યુ છે. વોશિંગ્ટનમાં તેઓએ કહ્યું કે ઈરાન વાટાઘાટ માટે તૈયાર છીએ. ટ્રમ્પના આ વિધાન એ સમયે આવ્યા છે કે જયારે હોર્મુઝ જળમાર્ગમાં આવાગમનને અમેરિકાએ પુરી રીતે રોકી દીધુ છે અને ગઈકાલે જ બે ઓઈલ ટેન્કર જે હોર્મુઝ જળમાર્ગ પસાર કરવા માંગતા હતા.
તેઓને અમેરિકાના નૌકાદળે પરત જવાની ફરજ પાડી છે. ટ્રમ્પે દાવો કર્યો કે અત્યારે પણ જો અમેરિકી દળો પાછા ખેચી લેવાય તો પણ ઈરાનની હાલત એવી છે કે તેઓને બેઠા થતા 20 વર્ષનો સમય જોઈએ. અમોએ જે કર્યુ છે તેનાથી ઈરાન સમજુતી કરવા ખૂબ જ કરગરે છે.
હાલ ઈરાન અમેરિકા વચ્ચે બે સપ્તાહનું યુદ્ધ વિરામ છે. ટ્રમ્પે ઈરાન પર હુમલાના તેમના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે ઈરાનની અણુ ક્ષમતા ખત્મ કરવી જરૂરી હતી જો મે તેમ ન કર્યુ હોત તો ઈરાન પાસે અણુશસ્ત્રો હોત તે નિશ્ર્ચિત છે અને જો તેની પાસે અણુશસ્ત્રો હોય તો તમારે તેને ‘સાહેબ’ કહેવુ પડયું હોત જે કોઈ સ્વીકારે નહી.
બીજી તરફ ઈરાન સાથેની સમજુતીનું નેતૃત્વ કરી રહેલા અમેરિકાના વાઈસ પ્રેસીડેન્ટ જે.ડી.વેન્સે દાવો કર્યો કે પ્રમુખ ટ્રમ્પ ઈરાન સાથે મોટા સોદાબાજી કરવા માંગે છે પણ બન્ને દેશો વચ્ચે વિશ્ર્વાસનો મોટો અભાવ છે. આ સમસ્યા એવી છે જે તમો રાતોરાત ઉકેલી શકો નહી. હવે યુદ્ધ વિરામનો અંત તા.22ના રોજ આવી રહ્યો છે તે પછી શું એ અંગે બન્ને દેશો હજું કોઈ સંકેત આપતા નથી.
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે બે ત્રણ દિવસમાં ફરી વાટાઘાટ શરૂ થશે તેવો સંકેત આપતા ઈરાની પ્રતિનિધિમંડળને કહ્યું કે તમારે ત્યાં જ (ઈસ્લામાબાદમાં) રોકાવું જવું જોઈતુ હતું. કારણ કે આગામી બે-ત્રણ દિવસમાં કંઈક થઈ શકે છે. અમો પણ ત્યાં (ઈસ્લામાબાદ) આવવા માંગીએ છીએ.



