By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    4 minutes ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    24 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    7 seconds ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    1 hour ago
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    24 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    24 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 3:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કાર્તિક મહેતા

તાજેતરમાં ગુજરાતી ભાષાના એક પ્રતિષ્ઠિત મેગેઝિન એવા સફારીનો અંતિમ અંક પ્રગટ થયો. લગભગ ચાલીસ વર્ષથી પ્રગટ થતું આ મેગેઝિન પોતાનામાં યુનિક હતું. કેમકે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રાદેશિક ભાષામાં આ પ્રકારની સામગ્રી પીરસતું મેગેઝિન એકેય નથી થયું. આ મેગેઝીન બંધ થયું તે ઘટના સામાન્ય નથી. આ આપણી નજર સામે આપણી માતૃભાષાનું તબક્કાવાર મૃત્યુ છે. કોઈપણ ભાષા ત્યારે જ જીવિત રહી શકે જ્યારે એમાં કાઇક સંશોધન, જ્ઞાન , વિજ્ઞાનની વાતો થતી હોય. આપણે ત્યાં એક બહુ મોટી ગેરમાન્યતા પ્રચલિત છે કે ભાષાને જીવાડવા માટે એમાં સાહિત્ય, કવિતા કે નાટકો વગેરે લખાવા જોઈએ.બીજી એવી એક માન્યતા છે (અને સરકારો પણ માનતી આવી છે) કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી તે ભાષા અંગ્રેજીના વાવાઝોડા સામે ટકી જશે. આ તદ્દન ગલત વાત છે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર” તે કદાચ ગુજરાતીના કવિ અખા એ લખેલ છે. એ વાત અહી શબ્દશ: લાગુ થાય છે. ભાષા એ જ જીવે છે, પાંગરે છે કે જેમાં સંશોધન થાય છે, નવીન ચર્ચાઓ થાય છે, રિસર્ચ પેપર લખાય છે, સંશોધન નિબંધો લખાય છે, પેટન્ટ લેવાય છે..

- Advertisement -

કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ફાર્મસી, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, … તમે કોઈપણ ક્ષેત્ર જોઈ લો. છેલ્લા બસ્સો વર્ષમાં સહુથી વધુ કામ કઈ ભાષામાં થયું છે? અંગ્રેજી ભાષામાં. આથી અંગ્રેજીને કમને પણ દરેક પ્રજાએ સ્વીકારવી પડે છે. અંગ્રેજી ભારતની રાજભાષા પણ છે. ભારતની ઉપલી કોર્ટોમાં અંગ્રેજીમાં દલીલ કરવી ફરજિયાત છે. રવીન્દ્રનાથ ઠાકુર કહેતા કે વિશ્વના જ્ઞાનના કપાટ (કબાટ) તમારી સમક્ષ ખોલવા માટેની એકમાત્ર ચાવી અંગ્રેજી છે. હવે તો ચીન પણ પોતાના નાગરિકોને અંગ્રેજીમાં પ્રવીણ કરી રહ્યું છે કેમકે એને પણ ખ્યાલ છે કે અંગ્રેજીમાં ભણ્યા વિના ચાલે એમ નથી. અંગ્રેજીમાં પ્રતિષ્ઠિત સાયંટિફિક જર્નલ પ્રકાશિત થાય છે. ભારત સહિતના દેશો પોતાના સંશોધકોની પેટન્ટ અંગ્રેજીમાં લેવાનો આગ્રહ રાખે છે. અત્યારે જેની ક્રાંતિ વિશ્વને દરવાજે ટકોરા મારી રહી છે તે આર્તિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની પ્રાથમિક ભાષા અંગ્રેજી છે. સોફ્ટવેર બનાવવા માટે કોડિંગ ની ભાષા અંગ્રેજી છે. સાહિત્ય અને કલા તરફ જોવા જાવ તો આપણી મહત્તમ ફિલ્મો અંગ્રેજી ફિલ્મોની નબળી નકલ હોય છે, આપણાં ગીતો પણ …. હિન્દી ફિલ્મો વાળા તો અંગ્રેજી ફિલ્મોના પોસ્ટર સુદ્ધાં નકલ કરીને ગુજરાન ચલાવે છે.

આવી પરિસ્થિતિ હોય ત્યારે પ્રાદેશિક ભાષાનું શું ગજું કે અંગ્રેજીના તોતિંગ વાવાઝોડા સામે જોઈ પણ શકે?? આથી વિશ્વની તમામ ભાષાઓને ધીરે ધીરે અંગ્રેજી સામે ઊભા રહેવાના ફાંફાં છે અથવા તો થવાના છે. તો હવે કરવું શું?? પ્રથમ તો એ ગેરમાન્યતા અને ગેરસમજણ થી બહાર આવવું પડશે કે સાહિત્યકારો, કવિઓ કે ફિલ્મકારો થકી તમે તમારી ભાષાને બચાવી શકશો. એ શક્ય જ નથી. ભાષાને બચાવવા એમાં વિજ્ઞાન લખાય તે જરૂરી છે. ભાષાને બચાવવા હજારો સાહિત્યકારો કે કવિઓ કે લેખકો નહિ કરી શકે તે કામ વિજ્ઞાન લેખન કરી શકે. એના પાકા ઉદાહરણ જાપાન, રશિયા અને ચીન છે જ્યા લોકોને અંગ્રેજી હજુ પણ આવડતી નથી છતાં એમની ભાષાઓ એ અંગ્રેજી સામે બરાબર ઝીંક ઝીલી છે કેમકે તેઓ પોતાની ભાષામાં વિજ્ઞાન લખે છે, સંશોધન કરે છે, પેટન્ટ નોંધે છે !! બાળકોને ભારતીય ભાષામાં તો જ ભણાવી શકાય જ્યારે તે ભાષામાં કસદાર સંશોધનો અને કલદાર કીર્તિ સમાયેલા હોય. ખાલી ભાષા બચાવવાના પ્રયાસ માટે બાળકોને કોઈ ભાષા તરફ આકર્ષી શકાય નહિ. જે ભાષામાં કોઈ નવીન વાત નથી, ફ્રેશ સંશોધન નથી, વિજ્ઞાન અને ટેકનોલોજી નથી તે ભાષા જાણીને બાળકો કરશે શું?? સફારી જેવાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા મેગેઝિનની જરૂર ભારતની તમામ ભાષાઓને છે, જો ખરેખર ભાષાઓને જીવાડવાની ઈચ્છા હોય તો.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: science is brave
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ
Next Article સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે રોજગારમાં સહયોગ, વાંચન માટે લાઇબ્રેરી અને મનોરંજન માટે કલબ ચલાવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!
બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો
રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?