By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    23 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    1 minute ago
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    23 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    23 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 3:56 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓના ત્રણ જુદા જુદા પ્રકારો હોય છે. પ્રથમ પ્રકારમાં એવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓનો ઉદ્દેશ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવા પાછળ ફક્ત ને ફક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો હોય છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ચાહે છે, પણ એ પ્રાપ્ત કરવા પાછળ એમનો ઉદ્દેશ એ હોય છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી અને એ પણ અમેરિકાની પંકાયેલી યુનિવર્સિટીઓમાંથી મેળવવાના કારણે એમને ભણી રહ્યા બાદ અમેરિકામાં એક યા ત્રણ વર્ષ કામ કરવાની છૂટ મળશે, જે દરમિયાન તેઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટેનો જે ખૂબ મોટો ખર્ચો કર્યો હોય એ કમાઈ શકે. અને ત્યાર બાદ એમણે અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે એટલે એમને અમેરિકાની, ભારતની યા વિશ્ર્વની મોટી કંપનીમાં ઊંચા પગારે નોકરી પ્રાપ્ત થઈ શકે. આ બે પ્રકારના વિદ્યાર્થીઓના ઈરાદાઓથી સાવ વિરુદ્ધ ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં એટલા માટે ભણવા જતા હોય છે કે એમનાં માતા-પિતા ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકાના સ્થાયી થઈ ગયાં હોય છે, પણ તેઓ એજઆઉટ થવાના કારણે ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મેળવી નથી શક્યા, આથી ભણવાના બહાને તેઓ અમેરિકામાં એમનાં મા-બાપ જોડે રહેવા અને કામ કરવા, શક્ય હોય તો ગ્રીનકાર્ડ મેળવવા માટે જ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હોય છે. ત્રીજા પકારના અમુક વિદ્યાર્થીઓ પણ અમેરિકામાં એમનાં સગાંવહાલાં રહેતાં હોય છે એમની મોટેલો, સ્ટોરો, ગેસ સ્ટેશનો, વગેરેમાં કામ કરવા માટે તેઓ જતા હોય છે. ભણવાનું તો ફક્ત બહાનું જ હોય છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા માટે પ્રવેશ મેળવવો હોય તો એ ભારતીય વિદ્યાર્થીએ સૌપ્રથમ એને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવા માટે ‘ટોફેલ’ યા ‘આઈલ્ટ્સ’ની પરીક્ષા આપવાની રહે છે. જે વિષયમાં એમણે અભ્યાસ કરવો હોય એ વિષય શિખવાડતી અને એમાં જાણીતી થયેલ પાંચ-સાત યુનિવર્સિટીઓમાં સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ યા એસે લખીને, સાથે સાથે રેકમન્ડેશન લેટરો મેળવીને પ્રવેશ માટે અરજી કરવાની રહે છે. અરજી કરતાં એમણે એ પણ જણાવવાનું રહે છે કે એમનો ખર્ચો કોણ પૂરો પાડશે? અને એ વ્યક્તિ પાસે એમનો ખર્ચો પૂરો પાડવા જોઈએ એટલી રકમ છે? અને હોય તો એના પુરાવાઓ આપવાના રહેશે.

- Advertisement -

યુનિવર્સિટી એમને પોતાને ત્યાં એડ્મિશન આપે અને જો એકથી વધુ યુનિવર્સિટીઓએ એડ્મિશન આપ્યાં હોય તો પછી એમાંથી એમણે જે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જવું હોય એની પસંદગી કરવાની રહે છે અને નિયત કરેલ ફોર્મ ભરીને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં જવાનું રહે છે. પરદેશી વિદ્યાર્થી જ્યારે એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં સ્ટુડન્ટ વિઝાનો ઈન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે કોન્સ્યુલર ઓફિસરોએ એ ધારી લેવું પડે છે કે એ વિદ્યાર્થી ભણવા માટે નહીં, પણ અમેરિકામાં ઘૂસવા માટે સ્ટુડન્ટ વિઝા, જેની સંજ્ઞા ‘એફ-1’ યા ‘એમ-1’ યા ‘જે-1’ છે એની અરજી કરી રહ્યો છે. આથી વિદ્યાર્થીએ કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે એનો અમેરિકામાં જવાનો ઈરાદો અને સ્ટુડન્ટ વિઝાની માગણી એ ફક્ત અમેરિકામાં ભણવા માટે જ કરી રહ્યો છે. એ અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવા ઈચ્છતો કે નથી ગેરકાયદેસર રહેવા ઈચ્છતો. એની પાસે અમેરિકામાં ભણવા માટેની ટ્યુશન ફી આપવા માટેના તેમ જ રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચા માટેનાં નાણાંની યોગ્ય જોગવાઈ છે અને સ્વદેશમાં એના કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એનો અભ્યાસ પૂરો થતાં સ્વદેશ પાછા ખેંચી લાવશે. સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કોન્સ્યુલર ઓફિસરો લગભગ દરેક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે મને એક એવું સબળ કારણ આપો કે જેથી મને ખાતરી થાય કે અભ્યાસ પૂરો થતાં તમે સ્વદેશ પાછા આવી જશો.

આજે ભણતરની બાબતમાં અમેરિકાની યુનિવર્સિટીઓ વિશ્ર્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે અને વિશ્ર્વનો દરેકેદરેક વિદ્યાર્થી અમેરિકાની યુનિવર્સિટીઓમાં વધુ અભ્યાસ કરવાની ખેવના ધરાવે છે. પણ અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘હાર્વર્ડ’ યુનિવર્સિટીની ગ્રાન્ટ બંધ કરી દીધી છે અને એમાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓના ‘સેવિસ’ રેકોર્ડ રદ કરી નાખ્યા છે. એ સઘળા પરદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડીને જવું પડે અથવા તો તાબડતોબ અમેરિકાની બીજી કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કારણસર હવેથી ભારતીય વિદ્યાર્થીઓમાંના અનેક વિદ્યાર્થીઓએ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો ઈરાદો ત્યજી દીધો છે. અને તેઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આ બધા દેશોની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનું વિચારી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરોને હાર્વર્ડ યુનિવર્સિટીએ કોર્ટમાં પડકાર્યા છે, કોર્ટેે મનાઈહુકમ પણ આપ્યા છે, પણ આવા ઓર્ડરો બહાર પાડવાના કારણે વિશ્ર્વના લગભગ બધા જ દેશોના પ્રથમ અને બીજા પ્રકારના વિદ્યાર્થીઓ હવે વિચારવા લાગ્યા છે કે શું અમેરિકાની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું જોઈએ?

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: students visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં
Next Article ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો
રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
હિંસા, શોષણ અને ભેદભાવ સામે બાળકોને મળશે સુરક્ષા : 1098 અને 112 પર મળશે મદદ
તરણેતર લોકમેળાનો પ્રારંભ, ચકડોળ સહિતની રાઇડ્સને મંજૂરીની રાહ
ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?