પાણી ચોરવા બાબતે 11 આસામીને નોટિસ, 6ની ઈલેક્ટ્રિક મોટર જપ્ત
ખાસ ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ પાણી ચોરો સામે લાલ આંખ કરી છે. ભર ઉનાળે પાણી બગાડતા લોકોને પકડીને તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પાણીના નળમાં ઈલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા. 30 એપ્રિલના રોજ 1426 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ 16 કિસ્સાઓ મળ્યા હતા. જેમાં 11 આસામીઓને નોટીસ અને 6 આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે 9500ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.


