શુક્રવારે હસ્તાક્ષર થશે, ટ્રમ્પે કહ્યું- દુનિયાના જહાજો એન્જિન ચાલુ કરો, તેલને વહેવા દો
અમેરિકા અને ઈરાન રવિવારે યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ કરાર પર સહમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે. જ્યારે ઈરાને નિવેદન જારી કરીને કહ્યું કે અમેરિકા સાથે ઘણા મહિનાઓ સુધી ચાલેલી લાંબી અને મુશ્કેલ વાટાઘાટો પછી બંને દેશોએ એક ડીલ એટલે કે MoU ને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
- Advertisement -
ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે. તેમણે ઈરાની બંદરો પર લાગેલી અમેરિકી નૌકાદળની નાકાબંધીને તરત જ હટાવવાની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘દુનિયાના જહાજો, તમારા એન્જિન ચાલુ કરી લો. તેલને વહેવા દો.’પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે બંને દેશો 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં પીસ ડીલ પર હસ્તાક્ષર કરશે. જો આવું થાય છે, તો તે 47 વર્ષમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક હશે.
ઈરાને હસ્તાક્ષર કરતા પહેલા શરતો મૂકી
– ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરારનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, ઈરાની મીડિયા અનુસાર બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)માં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે.
– આમાં યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના કેટલાક ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા, પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો પર આગામી 60 દિવસની વાતચીત માટેનું માળખું નક્કી કરવું શામેલ છે.
– ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું છે કે MoU પર હસ્તાક્ષર થયા પછી શરૂ થનારી 60 દિવસની અમેરિકા-ઈરાન વાટાઘાટો આ વાત પર નિર્ભર રહેશે કે અમેરિકા પહેલા તેના ત્રણ વચનો પૂરા કરે છે કે નહીં.
– ગરીબાબાદી મુજબ અમેરિકાએ ત્રણ પગલાં ભરવા પડશે- 1. નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવી, 2. યુદ્ધ અને તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકવી, 3. ઈરાનના ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા.
શાહબાઝે સમજૂતીની સૌથી પહેલા જાહેરાત કરી
પાકિસ્તાનના PMએ સૌથી પહેલા સીઝફાયર સમજૂતીની જાહેરાત કરી. લેબનાન સહિત તમામ મોરચે સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને હંમેશા માટે રોકવા પર સહમતિ દર્શાવી છે. ટ્રમ્પે લેબનાન પર ઇઝરાયેલના હુમલાની ટીકા કરી હતી. ટ્રમ્પે લેબનાનના બેરૂત પર થયેલા ઇઝરાયેલી હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ હુમલો એવા સમયે થયો, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતી ખૂબ જ નજીક છે. ટ્રમ્પે કહ્યું હતું કે લેબનાન પર ઇઝરાયેલી હુમલાના કારણે ઈરાન સાથે પીસ ડીલનું સાઇનિંગ થોડા કલાકો માટે ટળી ગયું છે.
- Advertisement -
પીએમ મોદીએ શાંતિ કરારની જાહેરાતનું સ્વાગત કર્યું
હું અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનું સ્વાગત કરું છું. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ અને ઘણા દેશોમાં લોકોના જીવ ગયા. ભારતને આશા છે કે આ સમજૂતીના અમલથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે તથા દરિયાઈ માર્ગો પર વેપાર અને જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ રહી શકશે. અમને આશા છે કે બાકીના મુદ્દાઓ પર વાતચીત આગળ વધશે અને આખરે એક કાયમી કરાર પર પહોંચી શકાશે.




