By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    5 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    5 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    6 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    6 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેદાંત ફાઉન્ડેશને સરકારી શાળાની ૫૦૦૦થી વધુ કિશોરીઓને ‘માસિક’ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વેદાંત ફાઉન્ડેશને સરકારી શાળાની ૫૦૦૦થી વધુ કિશોરીઓને ‘માસિક’ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
રાજકોટ

વેદાંત ફાઉન્ડેશને સરકારી શાળાની ૫૦૦૦થી વધુ કિશોરીઓને ‘માસિક’ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

Khaskhabar Editor
Last updated: 2021/10/20 at 11:32 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

‘મેન્સ્ટ્રુલ હાઇજીન’ અંગે ગ્રાફિક બુક, સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ દ્વારા સામાજિક જાગૃતિ સાથે મહિલા સશક્તિકરણનું અભિયાન હાથ ધર્યુ

કિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવર્તીઓ હવે ચાલુ રાખે છે

રાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટની મદદથી તૈયાર કરાયો છે મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને  શારીરિક ફેરફારો સંદર્ભે કરાઈ છે પ્રશ્નોનું નિરાકરણ

પ્રાથમિક શાળામાં ભણતી કિશોરીઓ ૧૦ વર્ષ કે તેથી વધુ ઉમરની થાય ત્યારે સામાન્ય રીતે માસિકમાં આવતી હોય છે. સામાન્ય રીતે પારંપરિક ઢબે ઘર-પરિવાર દ્વારા તે વિષેની સમજ કિશોરીઓને આપવામાં આવે છે,  પરંતુ કિશોરીઓને માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને  શારીરિક ફેરફારો સાથે વૈજ્ઞાનિક સમજ આપવી જરૂરી જણાતા કિશોરીઓ અને તેમના પરિવારજનોને સાચું માર્ગદર્શન મળી શકે, તે માટે અમે “મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ” તૈયાર કર્યો હોવાનું રાજકોટની વેદાંત ફાઉન્ડેશન સંસ્થાના ડિરેક્ટર ડો. અર્જુન દવે જણાવે છે.

Contents
‘મેન્સ્ટ્રુલ હાઇજીન’ અંગે ગ્રાફિક બુક, સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ દ્વારા સામાજિક જાગૃતિ સાથે મહિલા સશક્તિકરણનું અભિયાન હાથ ધર્યુકિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવર્તીઓ હવે ચાલુ રાખે છેરાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટની મદદથી તૈયાર કરાયો છે મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને  શારીરિક ફેરફારો સંદર્ભે કરાઈ છે પ્રશ્નોનું નિરાકરણ

- Advertisement -

છેલ્લા બે વર્ષ દરમ્યાન આશરે ૫ હજારથી વધુ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાની કિશોરીઓને આ પ્રોગ્રામ હેઠળ શિક્ષિત કર્યાનું અર્જુનભાઈ જણાવતા ઉમેરે છે કે, રાજ્યમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમર વચ્ચે ૧૬ લાખથી વધુ કિશોરીઓ અભ્યાસ કરે છે. જેઓને માસિક આવતા પૂર્વે અથવા તે સમય દરમ્યાનના પરિવર્તનોની યોગ્ય જાણકારી મળે તો તેઓ સ્વસ્થતાપૂર્વક તેમનો અભ્યાસ કરી શકે અને ઘર-પરિવાર તેમજ સમાજમાં માનભેર આગળ વધી શકે તે જ અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય છે.

એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા અર્જુનભાઈ આ પ્રવુતિ શરુ કરવા અંગે જણાવે છે કે, અમારા સંપર્કમાં એક મહિલા આવ્યા કે જેઓ યુનેસ્કો દ્વારા આ પ્રકારે ચાલતા પ્રોગ્રામમાં ભાગ લઈ ચુક્યા છે. આપણે ત્યાં આ પ્રકારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કિશોરીઓને શિક્ષણ મળવું જરૂરી લાગતા અમે આ પ્રકારે ખાસ વર્કશોપ શરુ કરવા વિચારણા હાથ ધરેલી. જેનો પ્રારંભ અમે જામનગરથી કરેલો, ત્યાર બાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ આ પ્રવૃત્તિ આગળ વધારી છે.

- Advertisement -

આ પ્રોગ્રામ અમે રાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટ સાથે સંપર્કમાં રહી તૈયાર કર્યો હોવાનું તેઓ જણાવે છે. અમારી ટીમની પ્રશિક્ષિત મહિલાઓ શાળામાં જઈ પ્રોજેક્ટરની મદદથી પ્રેઝન્ટેશન દ્વારા કિશોરીઓને શિક્ષિત કરે છે. દરેક છોકરીઓને સેનેટરી નેપકીનની કીટ અને ગ્રાફિક બુક “આઈ એમ રેડી” નિઃશુલ્ક આપવામાં આવે છે. શાળાની મહિલા શિક્ષિકાઓને સાથે રાખવામાં આવે છે જેથી  તેઓ આગળ જતા વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાના આચાર્યની પરવાનગી બાદ જ કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે.

મેન્સ્ટ્રુલ હાઇજીન ખુબ જરૂરી હોવા અંગે તેમના પ્રશિક્ષક જણાવે છે કે, આ સમય દરમ્યાન કેટલીક  બાબત અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માસિક દરમ્યાન સેનેટરી પેડનો યોગ્ય રીતે વપરાશ કરવો જોઈએ. પેડુ કે પેટના ભાગે સામાન્ય તકલીફ થતી હોય છે, જો અસહ્ય દુખાવો કે વધુ લોહી નીકળે તો ડોક્ટરનું કન્સલ્ટિંગ જરૂરી છે. માનસિક બેચેની રહે છે, સ્વભાવ થોડો બદલાય છે. ઘરપરિવારે સહયોગ આપવો જોઈએ.  સેમિનારની ફલશ્રુતિ અંગે તેઓ જણાવે છે કે, કિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવૃત્તિઓ હવે ચાલુ રાખતી થઈ છે.

વેદાંત એજ્યુકેશનના સહસ્થાપક રાજ સોની સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ અંગે જણાવે છે કે, આ ઉમરની કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની જરૂરિયાત હોઈ અમે સેમિનારમાં પ્રેક્ટિકલ સાથે સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામ પણ જોડી દીધો છે. જેથી કરી કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુ સારી રીતે સમાજમાં તેમનું પ્રદાન આપી શકે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહીત અનેક મંત્રી ઓએ તેમની આ પ્રવૃત્તિને બિરદાવી સર્ટિફિકેટ આપ્યા છે. વેદાંત ફાઉન્ડેશન દ્વારા આ પ્રવૃત્તિના વિસ્તરણ માટે આયોજન હાથ ધરાયુ છે. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની પ્રવૃત્તિ સાથે જોડી વધુને વધુ કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તેઓએ સાથસહકાર આપવા ખાસ અપીલ કરી છે.

મહિલાઓ માત્ર હોમ મેકર જ નહીં પરંતુ દેશના વિકાસમાં પણ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદી હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે મહિલા સશક્તિકરણ અન્વયે કિશોરાવસ્થામાં જ તેઓને યોગ્ય ટ્રેનિંગ મળે તે અર્થે આ સંસ્થા તેમનું યોગદાન આપી રહી છે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા.૨૪-૧૦-૨૦૨૧નાં રોજ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરતા મ્યુનિ. કમિશનર
Next Article અરવિંદભાઈ રૈયાણીના હસ્તે વોર્ડ નં.૦૩માં સ્વ.બાલસિંહજી દેવીસિંહજી સરવૈયા ચોકનું નામકરણ કરાયું.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?