By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા.૨૪-૧૦-૨૦૨૧નાં રોજ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરતા મ્યુનિ. કમિશનર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા.૨૪-૧૦-૨૦૨૧નાં રોજ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરતા મ્યુનિ. કમિશનર
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૧૨૨ જગ્યા ભરવા માટે તા.૨૪-૧૦-૨૦૨૧નાં રોજ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરતા મ્યુનિ. કમિશનર

Khaskhabar Editor
Last updated: 2021/10/20 at 11:11 AM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

મેગા આયોજનની હાઈલાઈટ્સ

· રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં પરીક્ષા લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી તડામાર તૈયારી

· છ શહેરોમાં કુલ ૮૨ પરીક્ષા કેન્દ્રોમાં ૧૬૨૪ રૂમમાં ૪૫,૩૯૭ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે: પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો ઈલેક્ટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે

- Advertisement -

· તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું

· તમામ ૮૨ પરીક્ષા કેન્દ્રો માટે કુલ ૮૨ કેમેરામેનો દ્વારા થશે વિડીયોગ્રાફી

· રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૪૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપાઈ

- Advertisement -

· ઉમેદવારોની સહાયતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો:

ફોન નંબર: ૦૨૮૧-૨૨૨૧૬૦૭ ઉપર અથવા recruitment@rmc.gov.in પર ઉમેદવારો તેમના કોલ લેટર લગત બાબતો અંગે પુછપરછ કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકાની “જુનિયર ક્લાર્ક” સંવર્ગની ૧૨૨ જગ્યા ભરવા માટે આગામી તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ એમ કુલ-૦૬ શહેરોમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સુચારૂ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે હેતુસર સંબંધિત અધિકારી/કર્મચારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

આ મેગા આયોજન વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર એ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની કુલ ૧૨૨ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં આવેદનપત્રો પ્રાપ્ત થયા હતાં. જે પૈકી ૪૫,૩૯૭ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ માટે રાજ્યના કુલ શહેરો માટે પરીક્ષા કેન્દ્રો ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે. અલગઅલગ શહેરો પસંદ કરવા માટેનું કારણ એ છે કે, જુદાજુદા જિલ્લાઓના ઉમેદવારોને તેમના જિલ્લામાં કે નજીકના જ જિલ્લામાં પરીક્ષા આપવાની સુવિધા મળી રહે અને તેઓને ખાસ કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જેમ કે, દક્ષિણ ગુજરાત તરફના ઉમેદવારો માટે સુરતમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ છે.

કમિશનર એ આ આયોજન વિશેની થોડી આંકડાકીય ઝલક બતાવતા કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાએ ઉપરોક્ત છ શહેરોના કુલ ૮૨ પરીક્ષા કેન્દ્રોનાં કુલ ૧૬૨૪ રૂમમાં કુલ ૪૫,૩૯૭ ઉમેદવારો માટે કરવામાં આવેલા આયોજનમાં, અમદાવાદ શહેરમાં ૧૩ પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગરમાં ૧૧ પરીક્ષા કેન્દ્રો રહેશે, અને આ બંને શહેરોના આ કેન્દ્રોમાં કુલ ૧૭,૩૬૫ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જયારે રાજકોટમાં ૩૪ કેન્દ્રો ખાતે ૧૬,૯૫૮ ઉમેદવારો, સુરતમાં ૪ પરીક્ષા કેન્દ્રોમાં ૨,૯૬૭ ઉમેદવારો, જામનગરમાં ૯ કેન્દ્રોમાં ૨,૬૦૮ ઉમેદવારો અને જુનાગઢમાં ૧૧ પરીક્ષા કેન્દ્રોમાં ૫,૪૯૯ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. સુરત શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર જસ્મીનભાઈ રાઠોડ, અમદાવાદ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ.આર.પટેલ, ગાંધીનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ મેનેજર બી.એલ. કાથરોટીયા, જામનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર વી.એસ.પ્રજાપતિ, જુનાગઢ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને રાજકોટ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરાને જવાબદારી સુપરત કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકાર ની કોવીડ અંગેની માર્ગદર્શિકા અનુસાર આવશ્યક પ્રોટોકોલનું પાલન થાય તે માટે જરૂરી કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે. ઉમેદવારોએ તેમના આઈ.ડી. પ્રૂફ, પેન અને પરીક્ષાનો કોલ લેટર જ સાથે લાવવાનો રહેશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું છે. આ માટે રાજકોટ, અમદાવાદ અને સુરતનાં પોલીસ કમિશનર ઓ અને ગાંધીનગર, જામનગર અને જુનાગઢના એસ.પી. ઓ સાથે અત્રેથી સંકલન કરવામાં આવ્યું છે. તમામ ૮૨ પરીક્ષા કેન્દ્રો માટે કુલ ૮૨ કેમેરામેનો દ્વારા સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવનાર છે.

તેમણે અન્ય એક ખાસ બાબતનો ઉલ્લેખ કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ ઉમેદવારોની સહાયતા માટે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરેલ છે જેનો ફોન નંબર: ૦૨૮૧-૨૨૨૧૬૦૭ છે. ઉમેદવારો તેમના પરીક્ષાના કોલ લેટર સંબંધી ક્વેરી અંગે પુછપરછ કરી આ ફોન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. અથવા recruitment@rmc.gov.in પર ઈ-મેઈલ કરીને પણ ઉમેદવારો જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ મેગા આયોજન શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૪૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. તેમજ ફરજ પરના આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મહેકમ શાખા દ્વારા ખાસ ઓળખ પત્ર પણ આપવામાં આવશે.

ઉપરોક્ત તમામ અધિકારી/કર્મચારીઓ પરીક્ષાના એક દિવસ અગાઉ જ તા.૨૩/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે તેઓને સોપવામાં આવેલ કેન્દ્ર/ઝોન વાઈઝ પરીક્ષા સેન્ટરો ખાતે હાજર રહી પરીક્ષા સંબંધી તમામ તૈયારી પૂર્ણ કરી લેશે. આ કામગીરીની માહિતી/સૂચના અંગેની એક ખાસ મીટિંગનું પણ આગામી તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે આયોજ કરવામાં આવેલ છે.

વિશેષમાં જુનિયર ક્લાર્કની આ પરીક્ષા ૯૦ મિનિટની રહેશે. ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવનાર આ પરીક્ષામા ૧૦૦(એકસો)પ્રશ્નો રહેશે. પ્રશ્ન પત્રમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ, ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ, કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાનનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ તથા મેથ્સ અને લોજિક્લ રીઝનીંગના વીસ પ્રશ્નો અને વીસ ગુણ રહેશે.

આ મેગા આયોજન માટે હાલ મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર ઓ આશિષ કુમાર, એ.આર.સિંહ અને ચેતન નંદાણી ઉપરાંત મહેકમ શાખાનાં સહાયક કમિશનર સમીરભાઈ ધડુક, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર વિપુલભાઈ ઘોણીયા, તેમજ સ્ટાફ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સાથોસાથ નાયબ કમિશનર ઓને ઓવરઓલ સુપરવિઝનની જવાબદારી પણ સુપરત કરવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ શહેરો માટે એક એક નોડલ ઓફિસર તેમજ તેમની નીચે બબ્બે ટીમ લીડર કેન્દ્ર ઇન્ચાર્જ અને જરૂરી સ્ટાફ તેમજ રિઝર્વ્ડ સ્ટાફ પણ ફાળવવામાં આવેલ છે. એક દિવસ અગાઉ જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાને ફાળવવામાં આવેલ શહેરના કેન્દ્ર અને રૂમ ખાતે રીપોર્ટ કરશે અને પરીક્ષા કેન્દ્રની સાફ-સફાઈ, ઉમેદવારોના સીટ નંબર સામે ફાળવેલ બ્લોક નંબરની યાદી નોટીસબોર્ડ પર/જાહેરમાં પ્રદર્શિત કરવા, કેન્દ્ર ખાતે બ્લોક નંબર કઈ જગ્યાએ આવેલ છે તે અંગેની વિગતો/ દિશાસૂચનની વ્યવસ્થા કરવા, કેન્દ્ર ખાતેના તમામ ક્લાસરૂમ/વર્ગખંડના પ્રવેશ દ્વાર પર બ્લોક નંબર જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવા, અને કેન્દ્ર ખાતેના નિયત થયેલ તમામ બ્લોકમાં ઉમેદવારોના સીટ નંબર બેંચ/બેઠક પર જોઈ શકાય તે રીતે લખવામાં/દર્શાવવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરશે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, માનવાધિકાર ગેંગ અને મમતા ચૂપ છે
Next Article વેદાંત ફાઉન્ડેશને સરકારી શાળાની ૫૦૦૦થી વધુ કિશોરીઓને ‘માસિક’ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?