સમગ્ર ગુજરાતની સાથે તારીખ 5 જુલાઇથી જૂનાગઢ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર આ યાત્રા દરમિયાન વિકાસકામોનુ લોકાર્પણ-ખાત મુહૂર્ત કરાશે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિવિધ વિભાગોના સહયોગથી જિલ્લામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસને જન-જન સુધી પહોચાડવામાં આવશે. તેમજ પ્રજા હિતકારી યોજનાના લાભોનુ લાભાર્થીઓનો વિતરણ કરાશે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાના આયોજન અર્થે યોજાયેલી બેઠકમાં તાલુકા વાઇઝ નોડલ અધિકારીઓની નિમણુંક કરાઈ હતી અને અધિકારીઓને કામગીરીની સોંપણી કરાઈ હતી. બેઠકની કાર્યવાહીનુ સંચાલન અધિક કલેકટર એલ.બી. બાંભણીયાએ કર્યુ હતુ. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક ધીરજ મીતલ, ડો. એસ.કે. બેરવાલ, આસીસ્ટનટ કલેકટર હનુલ ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જૂનાગઢ જિલ્લામાં 5 જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રા

TAGGED:
junagadh, vandevikasyatra
Follow US
Find US on Social Medias


