રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૭માં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ તથા તા.૨૮/૦૬/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૧૩માં પી.ડી.માલવિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પ યોજાયો
દેશના માન.પ્રધાનમંત્રી દ્વારા મફત વેક્સિનની પરીકલ્પનાને સાકાર કરવા રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં વેક્સિનેશન મહાભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ કેન્દ્રો પર ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેક્સિન આપવામાં આવશે.
આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેક્સિનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેક્સિન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત તા.૨૬/૦૬/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૭માં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ તથા તા.૨૮/૦૬/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૧૩માં પી.ડી. માલવિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પ યોજાયો.
- Advertisement -
આ કેમ્પમાં મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કુલપતિ નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડૉ.દેસાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેબેન ડોડીયા, પી.ડી.માલવિયા કોલેજના ટ્રસ્ટી લાભુભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર જયબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, વોર્ડ નં.૦૭ના પ્રભારી પ્રતાપભાઈ વોરા, વોર્ડ નં.૦૭ના પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ નં.૧૩ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડ નં.૦૭ના મહામંત્રી અનિલભાઈ લીંબડ તથા રાજુભાઈ મુંઘવા, વોર્ડ નં.૧૩ના મહામંત્રી ધીરૂભાઈ તળાવીયા તથા ભરતભાઈ સવસેટા તેમજ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


