ગઇકાલે સુરક્ષા તંત્ર દ્વારા જામનગર એરફોર્સથી રિલાયન્સ રિફાઇનરી સુધી કરાયું કોનવે રિર્હસલ
રિલાયન્સ પાસેથી તાત્કાલીક અસરથી ડિઝલની મોટાપાયે ખરીદી કરવા માટે અમેરિકન વિદેશમંત્રી રાજદ્વારી પ્રોટોકોલ બાયપાસ કરી મુંબઇ થઇ જામનગરની મુલાકાતે
- Advertisement -
ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય તથા રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો બિયો આજે જામનગરની મુલાકાતે આવ્યા છે. કોઈ વિદેશી દેશના વિદેશ મંત્રીની ગુજરાતના અને ખાસ જામનગરની આ પ્રકારની મુલાકાત આવતા હોવાની પ્રથમ ઐતિહાસિક ઘટના કહી શકાય છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી કરતા પણ વધુ જામનગરના ઔદ્યોગિક મહત્ત્વ અને વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચેના સહકારની દૃષ્ટિએ પણ અગત્યની માનવામાં આવી રહી છે. આ મહત્ત્વપૂર્ણ મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાના ભાગરૂપે ગઈકાલે જામનગરમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જેમાં જામનગર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત રિલાયન્સના સિક્યુરિટી સ્ટાફે ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ રહે અને તમામ આયોજન સુચા રીતે પાર પડે તે હેતુથી વિવિધ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી.
જામનગર એરફોર્સથી રિલાયન્સ રિફાઇનરી સુધી સુરક્ષા કાફલાએ કોનવે રિર્હસલ કર્યુ હતું. રિલાયન્સના વીવીઆઇપી ગેસ્ટહાઉસમાં અમેરિકન વિદેશમંત્રીને સત્કારવાની તમામ વ્યવસ્થા અને તૈયારી થઇ ચુકી છે. આશરે આજે બપોરે માર્કો રૂબિયો બપોરે ૧૨:૨૦ કલાકે ખાસ વિમાન મારફત જામનગર એરફોર્સ આવી પહોંચ્યા હતા અને બપોરે ૧૨:૩૫ કલાકે રિલાયન્સ જવા રવાના થયા હતા.




