રાજકોટ – જુલાઇ-૨૦૨૧ માસમાં રાજકોટ જિલ્લાના છ તાલુકાઓમાં નવા ૪૨ સ્વસહાય જૂથો બન્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયની મહિલાઓનું સશક્તિકરણ કરવાના આશયથી ‘‘મિશન મંગલમ’’ યોજના હેઠળ બહેનો સ્વસહાય જૂથો બનાવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. અને આ સ્વસહાય જથોને રાજયસરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના પડધી તાલુકામાં પાં, જામકંડોરણા તાલુકામાં છ, જસદણ તાલુકામાં પાંચ, ઉપલેટા તાલુકામાં સાત, વીંછીયા તાલુકામાં અગિયાર અને લોધિકા તાલુકામાં આઠ સ્વસહાય જૂથો મળી કુલ છ તાલુકાઓમાં ૪૨ નવા સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલા ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિવિધ ગામોના સ્વસહાય જૂથોને આર્થિક સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.


