રકતદાન કેમ્પ યોજી 331 બોટલ રક્ત કર્યું એકત્રિત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
હળવદના શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેના 34માં જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 331 રક્તદાતાઓએ તપનભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હોંશે હોંશે રક્તદાન કર્યું હતું. કહેવત છે ને કે, સાચા હૃદયથી એક શુભ સંકલ્પ કરો તો ઇશ્વરીય શક્તિ તેને પૂર્ણ કરવા શક્તિ અને બળ પૂરું પાડે છે, ત્યારે આ એક ઉમદા વિચારને હળવદ તાલુકા અને આસપાસની જનતા અને ખાસ કરી બહોળા પ્રમાણમાં મિત્ર વર્તુળ ધરાવતા તપન દવેના સ્નેહીજનોએ હોંશેથી વધાવી લીધો અને સ્વૈચ્છિક રીતે રકતદાન કરી અને અને અધધ 331 જેટલી બ્લડની બોટલ એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી બ્લડ બેંક, સંસ્કાર બ્લડ બેંક મોરબી અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ બ્લડ બેંક સુરેન્દ્રનગર એમ તમામ બ્લડ બેંકમાં અર્પણ કરવામાં આવી હતી.
આ તકે દર્દીઓને બ્લડની તાત્કાલિક જરૂરિયાત સમયે બ્લડની વ્યવસ્થા કરનાર સેવાવ્રતીઓનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરના ગોવિંદભાઈ ભરવાડ, ઋષભભાઇ શાહ, સિદ્ધાર્થભાઈ શાહ, મોરબીના લખનભાઇ હડિયલ, દિપકભાઈ પરેચા (યુવા શક્તિ ફાઉન્ડેશન) અને સુજાનગઢના શૈલેષભાઈ દલવાડી (દિવ્યાંગ)આ તમામનું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓને પણ આ કાળઝાળ ગરમીમાં મુશ્કેલી ન થાય તે માટે સંપૂર્ણ એ.સી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ નાસ્તો અને ચા-પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.