By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારે વરસાદ દરમ્યાન અને પછી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભારે વરસાદ દરમ્યાન અને પછી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી
રાજકોટ

ભારે વરસાદ દરમ્યાન અને પછી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/09/15 at 1:02 PM
Khaskhabar Editor 5 years ago
Share
14 Min Read
SHARE

વોર્ડ નં. ૦૧ 

ગઈકાલ રાજકોટ શહરેમાં આવેલ ભારે વરસાદના પગલે વોર્ડ નુ. ૧માં ચાલુ વરસાદે અને વરસાદના વિરામ બાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી વરસાદના પાણીનો અવિતર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -

વોર્ડ નં. ૦૨

ગાયત્રીધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાં નડતર રૂપ દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ, રામેશ્વર ચોક પાસેના વોકળાની સ્ક્રિન ચેમ્બર સફાઈ કરાવેલ, કાશી વિશ્વનાથ પ્લોટ પાસે તથા જકાત નાકા  હોકર્સ ઝોન પાસે મેન હોલ સફાઈ કરીને પાણી નિકાલ કરાવેલ, સુભાષ નગર શેરી નંબર 8/ અ પાસે દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ.

શિતલ પાર્ક ૨ પાસે દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ.

- Advertisement -

વોર્ડ ૦૩ 

ચાલુ વરસાદ દરમ્યાન ગંભીર અકસ્માત તેમજ જાનહાની  ટાળવા માટે પોપટપરા નાલા તેમજ રેલનગર અંડરબ્રિજ પોલીસ ડીપાર્ટમેન્ટની સહાયથી બેરીગેટિંગ કરાવી રસ્તો બંધ કરાવેલ. ચાલુ વરસાદ માં વોર્ડ માં અલગ અલગ વિસ્તારમાથી પસાર થતા નાલા માથી પાણીના યોગ્ય નિકાલ માટે વોકળા ટીમ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવેલ. માધાપર ચોકડી બસ સ્ટેશન પાસે જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલ. ગાયત્રીધામ સોસાયટી પાસે સત્યમ શિવમ સુન્દરમ પાસે ભરાયેલ પાણીનું પ્લોટની દીવાલ તોડી નિકાલ કરવામાં આવેલ. જંક્શન મેઈન રોડ તેમજ હંસરાજનગર મેઈન રોડ પર નડતરરૂપ સ્પીડ બ્રેકર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવેલ. આજી નદીના કિનારે આવેલ નરસંગ પરા તેમજ રૂખડિયા પરાના નિચાણ વાળા  વિસ્તારમાં વોર્ડ ટીમ તેમજ પોલીસ સ્ટાફ સાથે લોકોની સલામતી માટે નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરાવેલ તેમજ લોકોના  સહેલાઈથી સ્થળાંતર માટે સીટી બસની વ્યવસ્થા પણ કરાવેલ. SWM ટીમ દ્વારા ચાલુ વરસાદ દરમ્યાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના ઝડપી નિકાલ માટે અલગ અલગ વિસ્તારોમાં સ્ક્રીન ચેમ્બર સફાઈ ચાલુ રાખવામાં આવેલ. વૉર્ડની ટેક્નિકલ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે વરસાદી પાણી ડ્રેનેજ મેનહોલની સતત સફાઈ કરવામાં આવેલ. આજ વહેલી સવારે વરસાદ બાદ વોકળા ટીમ દ્વારા પોપટ પરા નાલામાં ભરાયેલ કચરાનો નિકાલ કરવામાં આવેલ.

વોર્ડ નં ૪

ભારે વરસાદ બાદ આજે બવાજીવાસ અને મિયાણાવાસમાંથી ૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જયપ્રકાશ નગર અને ખોડીયારપરા વિસ્તારમાંથી લોકોને આવશ્યક સ્થળાંતરની કામગીરી ચાલુ છે. આ કામગીરી પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલ. સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા સતત સફાઈ કામગીરી કરવામાં આવેલ.

વોર્ડ નં ૫

માલધારી સોસાયટી તથા નવાગામ મેઈન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરાવેલ, વ્રજભૂમિ સોસાયટીમાં બ્લોક થયેલ સ્ક્રીન ચેમ્બર સફાઈ કરવી પાણીનો નિકાલ કરાવેલ, વલભનગર, સદગુરુ રણછોડનગર સંત કબીર રોડ પર સ્ક્રીન ચેમ્બર અને મેનહોલ સફાઈ કરાવી પાણીનો નિકાલ કરેલ.

વોર્ડ નં. ૦૬

ભારે વરસાદને લીધે વોર્ડ નં ૦૬ના વિસ્તારોમા પાણી ભરાઈ જતાં વોર્ડ નં.૦૬ ના કોર્પોરેટરશ્રી સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઈ. એસ.એસ. આઈ., તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ જેમાં સીતારામ નગર  રોડ પર પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ કરાવેલ. અંબિકા સોસાયટીમા ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાવેલ,  મનહર પરા ૬મા રસ્તા પર પડેલ મોટા ભુવાનો તવારિત મોરમ ભરી રસ્તો ચાલવા યોગ્ય બનાવેલ, શ્રમજીવી સોસાયટીમા યોગ્ય સમયે લોકોને સ્તળાંતર કરાવેલ. સંત કબીર રોડ પર ભરાયેલ પાણી નો નિકાલ કરાવેલ.

વોર્ડ નં. ૭

ભવાની નગર, રામનાથ ઘાટ વિસ્તારમાં બાંધકામ, ફાયર અને વિજિલન્સની ટીમ દ્વારા સારી અને સમયસર પ્રતિક્રિયા કરવામાં આવેલ, ભવાની નગરમાંથી પાણીનો રસ્તો ખોલવા માટે ડિવાઇડર હટાવવામાં આવેલ તેમજ ભવાનીનગર મુખ્ય માર્ગ પર પડેલ દીવાલનો કાટમાળ દૂર કરવામાં આવેલ. રાત્રે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પણ ફાયર સ્ટાફ અને બાંધકામ વિભાગના સ્ટાફ દ્વારા સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવેલ. મુખ્ય રસ્તા અને પાણીના નિવાસી વિસ્તાર પર SWM ટીમ દ્વારા ચેમ્બરની સફાઈ કરેલ, તેના કારણે વરસાદનો નિકાલ સરળતાથી થઇ શકે. વિજીલન્સ શાખાના સ્ટાફના સહયોગથી સ્થળાંતર કામગીરી કરવામાં આવી.

વોર્ડ નં. ૦૮

તા. ૧૩/૦૯/૨૦૨૧ના આવેલ વરસાદને લીધે વોર્ડના કોર્પોરેટર સાથે સંકલનમા રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફીસર, એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામા આવેલ. જેમાં રામધામ સોસા. શેરી નં.૩મા પાણી ભરાવાથી દિવાલમા હોલ કરી પાણીનો નિકાલ કરેલ છે. અક્ષરમેઇન રોડ પર સ્પીડબેકરની સાઇડ તોડી રોડ પર ભરાતુ પાણીનો નિકાલ કરાવેલ છે. ચાલુ વરસાદ દરમિયાન સતત એલર્ટ મોડ પર રહી પાણીના નિલાક માટે અલગ અલગ વિસ્તારમા સ્કિન ચેમ્બર સફાઇ ચાલુ રાખવામા આવેલ. અમિનમાર્ગના છેડે ૧૫૦ ફુટ રીંગ રોડ કોસીંગ પર મજુર દ્વારા સતત મોનિટરીંગ રાખી પાણીનો નિકાલ કરાવેલ. કોટેચા નગર-૫મા આવેલ ફરીયાદ અંગે મેઇન હોલ ખોલી પાણીનો નિકાલ કરાવેલ. ૧૫૦ ફુટ રીંગ રોડ બિગ બજાર પાસે લસ્સિવાલા પાસે રોડ પર પાણી ભરાતા ચરેડી કરી પાણીનો નિકાલ કરાવેલ. વોર્ડ ના અલગ અલગ વિસ્તારમા સર્વે કરી રોડ પર પડેલ ખાડામા મોરમ અને બ્લોક નાખવાની કારમગીરી આજે ચાલુ કરાવેલ છે.

વોર્ડ નં ૯

ભારે વરસાદનાં લીધે વોર્ડ નંબર ૯માં વોર્ડ ઓફિસરશ્રી, વોર્ડ એન્જીનીયરશ્રી, સેનેટરી ઇન્સ્પેકટરશ્રી તથા તમામ ટેકનીકલ એન્જીનીયરીંગ સ્ટાફ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વોર્ડનાં કોર્પોરેટરોને સાથે રાખીને વિવિધ કામગીરી કરવામાં આવેલ છે જેમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર ૩માં છેવાડાનાં મકાન રોડ લેવલ કરતાં નીચાં વાળા હોવાથી પાછળનાં બગીચામાથી ઘરની ગટરમાં પાણી આવતા ઘરમાં પાણી ભરાયેલ તેના તાત્કાલીક નીવારણ માટે બગીચાની દીવાલ તોડીને પાણીનો નીકાલ કરેલ. ગુરુજી નગર આવાસ દીવાલનો એક ગાળો જે. સી. બી. દ્વારા તોડાવી પાણીનો નિકાલ કરેલ છે. નીલકંઠ નગર ૪, ગાંધી નગરશેરી નંબર ૮, દિપક સોસાયટી, રીધ્ધી સિદ્ધિ સોસાયટી, રૈયા ગામ ચોક વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં મેઇન હૉલ ખોલાવી પાણીનો નિકાલ કરાવેલ માધવ પાર્ક સેરી નંબર ૨માં રોડ પર ચરેડો મારી પાણી નિકાલ કરાવેલ, વોર્ડમાં આવેલ નટરાજ નગર મફતીયાપરામાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘરમાં આવી જતાં તાત્કાલીક ફાયર બ્રીગેડ શાખા સાથે સંકલન કરી ડી – વૉટરીંગ પંપ મુકાવેલ જે કામગીરી હાલમાં કાર્યરત છે. રૈયા રોડ, યુનીવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટેલીફોન એક્સ્ચેન્જ થી ગોપાલ ચોક, નાગરીક બેન્ક થી અક્ષર સ્કૂલ વાળો રોડ, ચંદન પાર્ક મેઇન પર આવેલ તમામ વરસાદી પાણીનાં નિકાલની ચેમ્બર સફાઈની કામગીરી ચાલુ વરસાદે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઇ કામદાર મારફત કરાવેલ. તારીખ ૧૩/૯/૨૦૨૧ નાં રોજ ટોટલ ૫૯ ફરીયાદ ઓન લાઇન અને ઓફ લાઇન ડ્રેનેજ ઉભરાવાની આવેલ જેમાંથી મોટા ભાગની ફરીયાદો વરસાદ બંધ થતાં નિકાલ કરાવેલ તેમજ હાલમાં ડ્રેનેજ સફાઇની કામગીરી સફાઇની કામગીરી ચાલુ છે. આ સાથે રોડ રસ્તા રીપેરીંગની, ડ્રેનેજ લાઇન મેન્ટેનન્સની અને સફાઇની કામગીરી હાલમાં ચાલુ છે.

 

વોર્ડ નં ૧૦

ભારે વરસાદને લીધે વોર્ડ નં ૧૦ના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં  વોર્ડ ૧૦ કોર્પોરેટરશ્રી  સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ. જેમાં ઘનશ્યામ નગર શેરી નંબર ૨ અપાર્ટમેન્ટ એ અને બી વિન્ગમાં પાણી ભરાતા ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજનું સંકલન કરી  સકશન મશીન દ્વારા પાણીનો નિકાલ કરેલ, સદગુરુનગર વોકળા કાંઠે પાણી ભરાતા ખુલ્લા પ્લોટ ચરેળા કરી માટી દૂર કરી પાણીનો નિકાલ કરેલ, રાવલ નગરમાં પાણી ભરાતા ચરેળા  દ્વારા પાણીનો નિકાલ કરેલ, વામબે આવાસ યોજના પાછળ પાણી ભરાતા દિવાલમાં હોલ કરી પાણી નિકાલ કરેલ, શિવધામ સોસાયટી શેરી નંબર ૨ બંધ પાણી ગટરના મેનહોલ તાત્કાલિક સાફ કરાવી પાણી નિકાલ કરેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત ક્વાર્ટર્સને ભારે વરસાદ અનુસંધાને ખાલી કરવાની સુચના આપેલ.

વોર્ડ નં ૧૧ 

લક્ષ્મીના ઢોળે ઘરમાં પાણી ભરાતા હોવાથી નડતરરૂપ દિવાલ તોડી પાણી પસાર થવાનો રસ્તો કરાવેલ, કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં ઘરમાં પાણી આવવાની શક્યતા હોવાથી સોસાયટીની પાછળની દિવાલ તોડી વોકડામાં પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરેલ, પાળ રોડ પર આવેલ વગળ ચોકમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા ત્યાં જેસીબીથી માટીના પાળા દૂર કરી ચોકનું પાણી ક્લિયર કરાવેલ, મવડી સ્મશાનની દિવાલ તૂટી ગયેલ હોવાથી નદીનું પાણી અંદર આવી જતા ફાયર બ્રિગેડને બોલાવી ૧૦ થી ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ, મહુડી બેઠા પુલ પર ડ્રેનેજ પંપીગ સ્ટેશનની બાજુમાં વેરિંગ કોટ નીકળી ગયેલ હોવાથી તાત્કાલિક બધું જ ઉપડાવીને લોકોની અવર જવર થઇ શકે તે કામગીરી કરેલ છે. પુલની રેલિંગ તૂટી ગયેલ હોવાથી હાલ અત્યારે રેલિંગ રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે.

વોર્ડ નં ૧૨

ભારે વરસાદ ને લીધે વોર્ડ નં ૧૨ ના વિસ્તારો માં પાણી ભરાઈ જતાં મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ તેમજ વોર્ડ ૧૨ કોર્પોરેટરશ્રી મગનભાઈ સોરઠીયા, શ્રી અસ્મિતાબેન દેલવાડીયા, શ્રી મિતલબેન લાઠીયા સાથે સંકલનમાં રહી વોર્ડ ઇજનેર, વોર્ડ ઓફિસર, એસ.આઇ., તેમજ અન્ય સ્ટાફ સાથે રહી વિવિધ કામગીરી કરવામાં આવેલ. જેમાં ગોપાલપાર્ક, વિનાયક નગર, અન્ય લાગુ વિસ્તાર, તેમજ ગોપાલપાર્ક મેઇન રોડ, શિવ સાગર હોલ પાસે ઉપરવાસથી પાણી આવતું હોય, બોટલનેક વિસ્તાર હોય જેસીબી તેમજ મજૂરો દ્વારા ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવેલ. વાવડી, જયભારત નગર, વિશ્વકર્મા નગર તેમજ અન્ય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની ફરિયાદ મળતાં, રોડ પરથી ભરતી દૂર કરી, ચરેડા દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરાવેલ. મવડી રોડ, મવડી ચોકડી, ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં સ્કિન ચેમ્બરની સફાઈ કરાવી, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવેલ.

વોર્ડ નં. ૧૩

રાજકોટ શહેરનો મુખ્ય અવર જવર રોડ – ગોંડલ રોડ ચોકડી થી પી ડી એમ કોલેજ – જ્યાં વોર્ડ ૧૩ ની ટીમે SWM – બાંધકામ – સતત ખડે પગ રહી પાણી નિકાલ કરી વાહન વ્યવહારની અવર જવર બંધ ન થાય એ રીતે કામગીરી કરેલ છે, ગોંડલ રોડ પર આવેલ ઉમિયા મોબાઈલ પાસે વૃક્ષ પડી જવાના થોડા જ સમયમાં ગાર્ડન શાખાના કર્મચારીઓ દ્વારા તેમને ઉપાડી ગોંડલ રોડ પર ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરેલ.

વોર્ડ નં.૧૪ 

લલૂડી વોકડીમા તા.૧૩/૦૯/૨૧ ના રોજ વરસાદ ના લીધે પાણી નું લેવલ ખૂબજ વધી જતા લોકોના ઘરમાં પાણી આવી ગયેલ હોય તો ફાયર બ્રિગેડ ની ટીમ, ઉચ્ચ અધિકારી ની ટીમ, પોલીસ ની ટીમ તેમજ માન.કમિશ્નર સાહેબ, વોર્ડ કોર્પોરેટ શ્રી નીલેશભાઈ જલૂ, કેતનભાઈ પટેલની ટીમ દ્રારા મદદરૂપ થઈ લોકોના બચાઉ કાર્યની કામગીરી તેમજ જમવા ની વ્યવસ્થા કરેલ હતી. હાથીખાના, જયરાજ પ્લોટ વિસ્તારમાં કાચુ બાંધકામની દિવાલ પડી ગઈ હોય જેને JCB દ્રારા દૂર કરી પાણી નિકાલ નો રસ્તો કરેલ હતો. માસ્તર સોસાયટી, વાણીયાવાડી, સોરઠીયા સર્કલ, લક્ષ્મીવાડી વિસ્તારમાં SWM ટીમ દ્રારા સ્ક્રીનીંગ ચેમ્બરની સફાઈ કરી પાણી નિકાલનો રસ્તો કરેલ હતો. નવયુગ પરા, ઘાંચીવાડ વિસ્તારો  જે નદીકાંઠાની બાજુમાં હોય ત્યાં વોર્ડ કોર્પોરેટ સાથે રહીને લોકોને માઈકમાં જાણ કરીને જીલ્લા ગાર્ડન પાસે આવેલ આંબેડકર હોલમાં જરૂરિયાત મુજબ સ્થળાંતરની કામગીરી કરેલ હતી. લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલ વોંકળાની ટીમ દ્રારા વોંકળામાં તણાય આવેલ કચરાનું સફાઈ કરી પાણી નિકાલ નો રસ્તો કરેલ હતો.

વોર્ડ નં. ૧૫

શ્રીહરિ ઇન્ડસ્ટ્રી ખોખડદળ નદીના કાંઠે જેસીબી વડે ચરેડો કરી તેમજ નદી બાજુ પાળો કરી પાણી નિકાલ કરેલ. નેશનલ હાઇવે મારુતિ, કિશાન, ધારા ઇન્ડસ્ટ્રી જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ.ગંજીવાડા પીટીસી દીવાલ પાસે જેસીબી વડે ચરેડો કરી પાણી નિકાલ કરેલ. ૮૦ ફૂટ રોડ સત્યમ પાર્ક પાઇપ ગટરનો કચરો દૂર કરી પાણી નિકાલ કરેલ. ૮૦ ફૂટ રોડ ફિલ્ડમાર્શલ પાસે મેનહોલ દ્વારા પાણીનો નિકાલ કરેલ.સત્યમ પાર્ક ૪ અને મનહર સોસાયટી ૭ માં મેનહોલ દ્વારા પાણીનો નિકાલ કરેલ.

વોર્ડ નં. ૧૬

જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ માં પાણી ભરાતા જેસીબી વડે દીવાલમાં હોલ પાડી પાણી નિકાલ કરેલ. જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ નજીક વોકળા પાસે પાણી ભરાતા જેસીબી વડે વોકળાના પતરા દૂર કરી પાણી નિકાલ કરેલ. એકતા કોલોની ૫ ના છેડે પાણી ભરાતા જેસીબી વડેવડે નદીના ભાગે નાખેલ ભરતીને દૂર કરી પાણી નિકાલ કરેલ. એકતા કોલોનીમાં પાણી ભરાતા અંદાજે ૨૦૦ લોકોને નજીકની સ્કુલ નંબર ૭૦ માં સ્થળાંતર કરેલ.

વોર્ડ નં. ૧૭ 

ભારે વરસાદ કારણે ઘનશ્યામ નગર શેરી નં ૫-૬ માં વરસાદી પાણીનો ભરાવો થતા બાંધકામ ડીપાર્ટમેન્ટ અને  કાઉન્સેલર  વિનુભાઈ ધવા(શાશક પક્ષનેતાશ્રી), શ્રીમતી અનીતાબેન ગોસ્વામી સાથે લાઈઝન કરી ૨ પંમ્પ મુકી પાણીનો નિકાલ કરાવેલ. ગીતાજંલી સોસાયટી શેરી-૧ બંધશેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા દીવાલમાં હોલ કરીને પાણીનો નિકાલ કરેલ, ખોડીયાર નગરમાં  પાણી ભરાઈ જતા પાઈપ ગટરની સફાઈ કરાવી પાણીનો નિકાલ કરાવેલ, પારડી રોડ, સહકાર મેઈન રોડ, હરીધવા રોડ  સ્ક્રીન ચેમ્બરની સફાઈ કરાવી વરસાદી પાણીનો નીકાલ કરાવેલ.

વોર્ડ નં ૧૮

કોઠારીયા ચોકડીથી અમદવાદ બાજુ નેશનલ હાઇવેની બાજુમા આવેલ વોકડામા ખુબ જ વધારે પાણી આવતા, અંદાજે ૩૦-૩૫ ઝુંપડાના રહીસોને નજીકમા આવેલ તીરૂપતી શાળામા સ્થળાતંર કરેલ છે અંદાજે ૭૦-૮૦ માણસોનું સ્થળાંતર કરવામાં આવેલ. જયરામ પાર્ક પાસે આવેલ હોકળાના કાઠાના મજુરો અને ઝુપડપટ્ટી વાળાના અંદાજે ૫૦-૬૦ લોકો ને નજીકમા આવેલ તીરૂપતી શાળા મા સ્થળાતંર કરેલ છે. હાપલીયા પાર્કમા વરસાદી પાણી ભરાઇ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે, નારાયણનગરમા વરસાદી પાણી ભરાઇ જવાથી જેસીબી અને માણસોની મદદથી ચરેડા કરીને પાણીનો નિકાલ કરેલ છે, સાંઇબાબાસર્કલ થી કોઠારીયા રોડ સુધી પાણીના ભરાવો હોઇ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના મેનહોલની સતત સફાઇ કરાવીને પાણીનો નિકાલ કરાવેલ છે, રીધ્ધી સીધ્ધીના નાલાથી સદભાવના સોસાયટી રોડ સુધી પાણીના ભરાવો હોઇ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના મેનહોલની સતત સફાઇ કરાવીને પાણીનો નિકાલ કરાવેલ છે, કોઠારીયા ગામ મેઇન રોડ તાલુકા શાળા પાસે પાણી ભરાયેલ હોઇ, ડીવાઇડર તોડીને પાણીનો નિકાલ કરાવેલ છે. સ્વાતી પાર્ક મેઇન રોડ તાલુકા શાળા પાસે પાણી બરાયેલ હોઇ, ડીવાઇડર તોડીને પાણીનો નિકાલ કરાવેલ છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
Next Article ગઈકાલ શહેરમાં ધમાકેદાર વરસાદના અનુસંધાને શહેરના રસ્તાઓ મરામત કરવા તેમજ સફાઈ ઝુંબેશ શરૂકરવા મેયરએ અધિકારીઓ સાથે મીટીંગ યોજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?