પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા પોલીસની કાર્યવાહી
પોલીસે કુલ રૂ.28 હજાર 550નો મુદ્દામાલ કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા પીપળવા રોડ ઉપર રીક્ષા સ્ટેન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં બે શખ્સો મોટરસાયકલમાં બાચકુ રાખી ઉભા હોય પોલીસે બાચકુ ખોલી તપાસ કરતા તાંબા પિત્તળ,કાંસાના વાસણો મળી આવ્યા હતા. પોલીસે બંને શખ્શોની પુછપરછ કરતા અર્જુન ભાવેશ વાળા રે.તાલાલા હાલ. રાજકોટ, રાકેશ ધીરૂ સોલંકી રે. વિસાવદર હાલ.રાજકોટએ તાંબા, પિત્તળ,કાંસાના વાસણો વિસાવદર થી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તાંબા પિત્તળ,કાંસાના વાસણ નંગ-71 કિ.રૂ.28 હજાર 550 નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્શોની અટક કરી હતી.પકડાયેલ બંને શખ્શો સામે ચોરીનો ગુનો દાખલ કરી આ શખ્સો અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ ? તે અંગે તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી એ વધુ તપાસ હાથ ધરી છે.



