પિતા-પુત્ર સહિત ત્રિપુટીએ મચાવી ધમાલ: પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં ધોળા દિવસે બે પ્રજાપતિ બંધુ યુવક પર હિચકારો હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પારસભાઈ ગોહેલ અને અજયભાઈ ગોહેલ બંને ભાઈઓ સવારે નાણાવટી ચોકમાં બેકરી પાસે હતા ત્યારે પિતાએ વહેચાતું આપેલું બાઇક હોય તેણી ઉઘરાણી કરી રાજૂ ધોળકિયા અને તેના પુત્ર તથા અજાણ્યા શખસએ ઝઘડો કરી ગાળો ભાંડી બોલાચાલી કરી હતી અને ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા બંને ભાઈઓ ઉપર જાહેરમાં ધોકા-પાઇપથી હુમલો થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી હુમલો કરી ત્રણેય હુમલાખોરો નાસી છૂટ્યા હતા બનાવમાં બંને ભાઈઓને હાથ-પગ અને માથાના ભાગએ ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થતાં 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના બિછાનેથી યુવકે પોતાના ચેનની પણ લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.



