By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    6 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    6 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    5 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    6 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    8 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી
સૌરાષ્ટ્ર કચ્છ

જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી

Khaskhabar Editor
Last updated: 2022/04/02 at 4:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજને અપમાનિત કરનારા જેતપુર સિટી પી.આઈ.ની સજાના ભાગરૂપે સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસથી ખાસ-ખબર દ્વારા પી.આઈ. કરમુરનાં તુંડમિજાજી વર્તન, બેફામ વાણીવિલાસ અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ ખાસ અહેવાલ પ્રગટ કરવામાં આવ્યા હતા જે અહેવાલોની ગંભીર નોંધ છેક ગૃહમંત્રાલય સુધી લેવામાં આવી હતી અને જેતપુર સિટી પોલીસના પી.આઈ.ની સત્તા પરથી જે.બી કરમુરની બદલી સી.આઈ. ડી. ક્રાઈમમાં કરી દેવામાં આવી છે. જે.બી. કરમુરની આ બદલી તેના ગેરવર્તન અને અશિસ્ત તેમજ કોળી સમાજનું અપમાન કરવાના સજાના રૂપે થઈ છે કારણ કે, સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં જે.બી. કરમુરને મલાઈ ખાવા કે સીનસપાટા કરવા મળશે નહીં. જોકે કોળી સમાજે જે.બી. કરમુરની બદલીથી સંતોષ માની લીધો નથી અને જ્યાં સુધી જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજ પોતાની લડત ચાલુ રાખવાનો છે. આ અંતર્ગત આવતા સોમવારે કોળી સમાજના વિવિધ સંગઠનો રાજ્યના દરેક જિલ્લાની કલેક્ટર કચેરીએ બી જે.બી. કરમુર વિરુદ્ધ આવેદનપત્ર આપશે અને કોળી સમાજને દલાલ કહેવા બદલ જે.બી. કરમુરના સસ્પેન્શની માંગણી કરશે.

Contents
કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજને અપમાનિત કરનારા જેતપુર સિટી પી.આઈ.ની સજાના ભાગરૂપે સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે. કરમુરને ACP સરવૈયાનું ષોડશોપચાર પૂજન કરવાની દરરોજ તક મળશેCID IG સુભાષ ત્રિવેદી પાસે કરમુર સીધાદોર થઈ જશેસજારૂપે બદલી છતાં કરમુરે ટંગડી ઊંચી રાખીએપ્રિલ ફૂલનાં દિવસે કરમુરની બદલી કરી કોળી સમાજને એપ્રિલ ફૂલ બનાવ્યો?

કરમુરને ACP સરવૈયાનું ષોડશોપચાર પૂજન કરવાની દરરોજ તક મળશે

P.I. જે. બી. કરમુર પોતાનાં ગુરુ તરીકે ACP જયદીપસિંહ સરવૈયાને માને છે. સરવૈયા પણ હાલ I.B માં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. P.I. કરમુર પર ઈશ્ર્વરની અસીમ કૃપા ગણાય કે, તેમને પોતાનાં ગુરુનાં સાંનિધ્યમાં કામ કરવાની તક મળી. હવે ગાંધીનગરમાં તેઓ રોજ પોતાનાં ગુરુનાં દર્શન કરી શકશે અને તેમનું ષોડશોપચાર પૂજન પણ કરી શકશે. આવા ધન્યભાગ્ય પૂણ્યશાળી આત્માને જ પ્રાપ્ત થાય છે. અહીં જરૂર પડ્યે કરમુરને અમદવાદનાં ઉત્તમ મનોચિકિત્સકની સલાહ પણ મળી રહેશે.

- Advertisement -

કોળી સમાજ વિશેનો બફાટ અને બીજાં અનેક વિવાદાસ્પદ પ્રકરણો ભારે પડ્યાં.

CID IG સુભાષ ત્રિવેદી પાસે કરમુર સીધાદોર થઈ જશે

સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. સુભાષ ત્રિવેદી એક શિસ્તબદ્ધ અને પ્રામાણિક પોલીસ ઓફિસર છે. કડક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની ઓળખ ધરાવતા સુભાષ ત્રિવેદી હાલ સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. છે અને અહીં જ જે.બી. કરમુરની બદલી થઈ છે. સી.આઈ.ડી. ક્રાઈમમાં થતી મોટાભાગની બદલી સજાના ભાગરૂપે હોય છે અને બદલી થયા બાદ સી.આઈ.ડી. ક્રાઈમનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અશિસ્ત, ભ્રષ્ટાચારી, તુંડમિજાજી, બેફામ વાણીવિલાસ કરનારા, ખાખીના નશામાં ચૂર વરદીધારીઓને સીધાદોર કરી દેતા હોય છે. આઈ.પી એસ ઓફિસર સુભાષ ત્રિવેદી પી.આઈ. જે.બી. કરમુરના કેટલાંક અપલખણોથી બરાબર વાકેફ છે અને એ અપલખણો દૂર કરી સુભાષ ત્રિવેદી જે.બી. કરમુરને સીધાદોર કરી દેશે તેમાં કોઈ બેમત નથી.

સજારૂપે બદલી છતાં કરમુરે ટંગડી ઊંચી રાખી

જેતપુર સિટી પોલીસના પી.આઈ.માંથી સી.આઈ.ડી. ક્રાઈમમાં જે.બી. કરમુરની બદલી સજાના ભાગરૂપે થઈ છે છતાં જે.બી. કરમુર પોતાની ટંગડી ઊંચી રાખી સૌને પ્રમોશનનાં ભાગરૂપે બદલી થઈ છે એવું કહેતા ફરે છે. એટલું જ નહીં જાણે કશું બન્યું જ ન હોય તેમ જે.બી. કરમુરે બદલી થતા બદલીની ઉજવણી પણ કરી હતી. જોકે અંદરખાને સૌ કોઈ જાણે છે કે કરમુર ખુદને જ તમાચો મારી ગાલ લાલ રાખી રહ્યા છે. હકીકતમાં જે.બી. કરમુર બદલીથી હલબલી ગયા છે અને ગમે ત્યારે તેમનો સસ્પેન્શનો ઓર્ડર પણ નીકળી શકે તેમ છે. ટૂંકસમયમાં કરમુરનું ટંગડી ઊંચી રાખી ફરવાનું પણ બંધ થઈ જશે.

- Advertisement -

એપ્રિલ ફૂલનાં દિવસે કરમુરની બદલી કરી કોળી સમાજને એપ્રિલ ફૂલ બનાવ્યો?

KSG સંગઠનના સૌરાષ્ટ્ર પ્રમુખ દર્શન છનુરાએ કોળી સમાજનું અપમાન કરનારા પી.આઈ. જે.બી. કરમુરની બદલીથી અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જે.બી. કરમુરની બદલી કરી ગૃહ વિભાગ – પોલીસ વિભાગે કોળી સમાજને એપ્રિલ ફૂલના દિવસે એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, આ બદલીથી કોળી સમાજના આગેવાનોનો આક્રોશ સંતોષાયો નથી, કોળી સમાજના આગેવાનો આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ રહેશે. કોળી સમાજના આગેવાનનું અપમાન એ આવી બદલીથી સંતોષાઈ એ મુદ્દો નથી જે રીતે ગેરવર્તન, અન્યાય અને વરદીનો ખોટો રોપ રાખી દાદાગીરી કરવામાં આવી છે એ સર્વે સમાજની જનતા માટે પણ ભવિષ્યમાં નુકસાનકારક છે એટલે સમસ્ત કોળી સમાજના દરેક સંગઠનો કોળી સમાજને દલાલ કહેનાર જે.બી. કરમુર વિરુદ્ધ આવતા સોમવારે, તા. 4 એપ્રિલે ગુજરાતના દરેક જીલ્લા-તાલુકામથકોમાં આવેલી સરકારી કચેરીમાં આવેદનપત્ર આપશે.

You Might Also Like

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ નોબલ સંસ્થાને મળી યુનિવર્સિટી શરૂ કરવાની માન્યતા
Next Article અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં: ગાંધી આશ્રમની મુલાકાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?