અમેરિકા ડીલ ઇચ્છે છે: ઇઝરાયલે કહ્યું- હુમલો ન અટકવો જોઈએ, જો આવું કર્યું તો ભૂલ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
…તો ફરી યુદ્ધ શરૂ થશે!
જો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આ વાતચીત સફળ નહીં થાય તો અમેરિકા ફરીથી યુદ્ધનો રસ્તો અપનાવી શકે છે. જો યોગ્ય જવાબ નહીં મળે તો પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે.’
બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ તેમના 14 મુદ્દાના પ્રસ્તાવના આધારે જ વાતચીત આગળ વધારશે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વાર્તાલાપ ચાલુ છે, પરંતુ અત્યારે કોઈ સમજૂતી પર પહોંચવું સરળ દેખાતું નથી.
આ બધી બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ હાલમાં એક સરખા વિચાર પર નથી. એક તરફ ટ્રમ્પ રાજકીય વ્યૂહનીતિના આધારે ઈરાનને તક આપવા માંગે છે, તો નેતન્યાહૂનું માનવું છે કે ઈરાન પર દબાણ જાળવી રાખવાનો સૌથી અસરકારક રસ્તો સૈન્ય કાર્યવાહી જ છે.
ઇઝરાયલે દક્ષિણ લેબનનમાં ડ્રોન અને આર્ટિલરી હુમલા કર્યા
- Advertisement -
ઈરાન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ઈગગના રિપોર્ટ અનુસાર, નેતન્યાહુ ઈચ્છે છે કે ઈરાન પર હુમલા ચાલુ રહે, જ્યારે ટ્રમ્પ હાલમાં વાતચીત અને ડીલને તક આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા રોકવા એ ભૂલ છે અને સૈન્ય કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. ઈગગ અનુસાર, ટ્રમ્પે રવિવારે નેતન્યાહુને જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન પર નવા ટાર્ગેટેડ હુમલાની તૈયારી કરી રહ્યું છે.
આ ઓપરેશનને ‘ઓપરેશન સ્લેજહેમર’ નામ આપવામાં આવવાનું હતું. પરંતુ લગભગ 24 કલાક પછી ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે મંગળવાર માટે નિર્ધારિત હુમલાઓને હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને ઞઅઊ જેવા ખાડી દેશોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો.
ઇઝરાયલે દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા અને આર્ટિલરી શેલિંગ કરી છે. લેબનાનની નેશનલ ન્યૂઝ એજન્સી અનુસાર, ટાયર જિલ્લામાં તોરા અને જેનાતા નગરોને જોડતા રસ્તાને નિશાન બનાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલી ડ્રોને ટાયરની દક્ષિણમાં આવેલા અલ-હન્નિયે નગરમાં ખેડૂતો પાસે સાઉન્ડ બોમ્બ પણ ફેંક્યા હતા. તેનો ઉપયોગ જોરદાર ધડાકા અને ગભરાટ ફેલાવવા માટે થાય છે.જોકે, અત્યાર સુધી કોઈના ઘાયલ કે મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ નથી.
મધ્યસ્થ દેશો તૈયાર કરી રહ્યાં છે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ દેશો એક ’લેટર ઓફ ઇન્ટેન્ટ’ તૈયાર કરી રહ્યા છે, જેના પર અમેરિકા અને ઈરાન હસ્તાક્ષર કરી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ 30 દિવસ સુધી વાતચીત ચાલશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની ખાડીને ખોલવા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જો કે, ઈઝરાયલ આ સમગ્ર પ્રક્રિયાને લઈને ભારે આશંકાઓ સેવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ સરકારની અંદર એક મોટો વર્ગ માને છે કે ઈરાન જાણીજોઈને વાતચીતને લાંબી ખેંચી રહ્યું છે અને આ સમય દરમિયાન પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ કારણે ઈઝરાયલ ફરીથી સૈન્ય કાર્યવાહીની તરફેણમાં છે.



