By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    25 minutes ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 hour ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    34 minutes ago
    UPના 26 જિલ્લામાં પૂર
    49 minutes ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor
Last updated: 2026/09/11 at 3:01 PM
Khaskhabar Editor 11 minutes ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ક૨ના૨ જિમ્મીભાઈ અડવાણીનું સતત 28માં વર્ષે અનોખુ આયોજન

માનતાના ગણપતિ તરીકે પ્રચલિત દુંદાળા દેવના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ

- Advertisement -

14થી 25 સપ્ટેમ્બર સુધી લોકડાયરો, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, રક્તદાન-મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમ

આ ગણેશ મહોત્સવમાં સલામતિ, સુ૨ક્ષા અને વ્યવસ્થા સાથે સવા કરોડ રૂપિયાનું વિમા ક્વચ

રાજકોટના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર અને માનતાના દેવ તરીકે ખ્યાતિપ્રાપ્ત ત્રિકોણબાગ કા રાજાનું સતત 28માં વર્ષે અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે. તા. 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન ત્રિકોણબાગ ચોક ખાતે
ભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાશે. લોકડાયરો, ભક્તિ સંગીત, ગણેશ વંદના, નાટ્ય-નાટિકા, બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, મહેંદી અને આરતી શણગાર સ્પર્ધા, મહા રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ
સહિતના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

વર્ષો અગાઉ એક પરિવાર દ્વારા વિપત્તિના નિવારણ માટે રાખવામાં આવેલી ગણપતિ સ્થાપનાની માનતાથી શરૂ થયેલો આ મહોત્સવ આજે સૌરાષ્ટ્રના અગ્રણી સાર્વજનિક ગણેશ મહોત્સવોમાં સ્થાન મેળવ્યુ છે. શરૂઆતમાં
લીમડાના વૃક્ષ નીચે નાનકડા મંડપમાં અઢી ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હતી, જે આજે લાખો ભક્તોની આસ્થાનું વિશાળ કેન્દ્ર બની છે. આ વર્ષે શ્રી ગણેશજીનું ભવ્ય રાજવી સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે. સુવર્ણ
મુગટ, અલંકારો અને શસ્ત્રોથી સજ્જ પ્રતિમા શક્તિ, શૌર્ય અને વૈભવનું પ્રતીક બનશે. નાસિકના પરંપરાગત કારીગરો દ્વારા તૈયાર કરાયેલી પ્રતિમાને રાજકોટમાં ઇકો-ફ્રેન્ડલી રંગો, વાઘા અને વિશેષ શણગારથી સજાવવામાં
આવશે. મહોત્સવ દરમિયાન ધૂન-કીર્તન, મહાઆરતી, ભક્તિ સંધ્યા, સંતો-મહંતોના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો, હનુમાન ચાલીસા પાઠ, સત્યનારાયણ કથા, શ્રીનાથજીની ઝાંખી, દાંડિયા રાસ સહિતના કાર્યક્રમો યોજાશે. પંડાલ
દરરોજ સવારે 7થી રાત્રે 12.30 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લો રહેશે.

સમિતિમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, નિખિલ નિમાવત, કૃણાલ મિસ્ત્રી, બીપીન મક્વાણા, કાનાભાઈ સાનિયા, નાગજી બાંભવા, રાજન દેસાણી, ભ૨ત મક્વાણા, પ્રકાશ ઝીંઝુવાડીયા,
ભ૨તભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, શૈલેષભાઈ સોનગરા, જિષ્ણુ ટાંક, ૨વિ ગોંડલીયા, વંદન ટાંક, ધામીન ચૌહાણ, મિલન ધંધુકીયા, આશિષ કામળિયા, વિનય ટાંક, પિનાકીન ખાણધ૨, કાળુભાઈ ગોંડલિયા,
પ્રકાશભાઈ કાપડીયા, ધ્રુવિક સદાવ્રતી, વિવેક સોંદ૨વા સહિતના સેવાભાવી સભ્યો સમગ્ર આયોજનને સુપુરે પા૨ પાડવા છેલ્લા એકાદ માસથી મહેનત કરી ૨હ્યા છે. સ્થાપક પ્રમુખ જિમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ
ત્રિકોણબાગ ભારે જહેમત ઉઠાવી ૨હી છે. લોકભાગીદારી, સર્વધર્મ સમભાવ અને ત્રણ પેઢીઓની અડગ આસ્થાના કારણે ત્રિકોણબાગ કા રાજાનું સ્થાન રાજકોટના ધાર્મિક જીવનમાં વિશેષ બન્યું છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી ગણેશ મહોત્સવના સમગ્ર આયોજન દરમિયાન ભક્તો અને મુલાકાતીઓ માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવશે. ઉપરાંત, કોઈપણ તાત્કાલિક આરોગ્યલક્ષી જરૂરિયાતને પહોંચી વળવા માટે
એમ્બ્યુલન્સ સેવા પણ ખડેપગે ઉપલબ્ધ રહેશે. ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજિત આ 10 દિવસીય શ્રેણીબદ્ધ ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે
ત્રિકોણબાગ કા રાજા સમિતિ તથા સ્થાપક પ્રમુખ જિમ્મીભાઈ અડવાણીએ શહેર અને સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તેમજ શ્રદ્ધાળુઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારનું સન્માન કરાશે
ગુજરાત સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન, અમદાવાદ દ્ઘારા છેલ્લા સાત વર્ષથી ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવને શ્રેષ્ઠતમ આયોજન માટે એવોર્ડ-ટ્રોફી (લોકમાન્ય તિલક એવોર્ડ) એનાયત થતી ૨હી
છે. ગુજરાતનું આ એકમાત્ર એવું સાર્વજનિક આયોજન છે જેને આવું બહુમાન મળ્યું હોય. જો કે આ વખતે સતત ૨૭માં વર્ષના આયોજન બાદ મુંબઈના લાલબાગ કા રાજા ગણપતિ પંડાલની તર્જ પ૨ ત્રિકોણ બાગ કા રાજા હવે
કોઈપણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહી નોંધાવે એવું સ્થાપક જિમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું છે. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારા જાણીતા-અજાણ્યા સેવાધારીઓનું ત્રિકોણબાગ કા રાજા પ્રેસ્ટીજિયસ એવોર્ડથી સન્માન
ક૨વામાં આવશે.

ત્રિકોણબાગ કા રાજાના 10 દિવસના કાર્યક્રમો

તા. 14-09-2026, સોમવાર : સવારે 10.30 કલાકે ઢોલ-શરણાઈના મંગલમય સૂર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ગણેશજીની સ્થાપના તથા પ્રાણપ્રતિષ્ઠા. રાત્રે 8.15 કલાકે સંતો-મહંતો, દિવ્યાંગ બાળકો અને અગ્રણીઓના
વરદહસ્તે પ્રથમ મહાઆરતી. રાત્રે 9 વાગ્યે ગણેશ વંદના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાટ્ય-નાટિકા.

તા. 15-09-2026, મંગળવાર : સાંજે 5.30 કલાકે ફેમિના ક્લબ દ્વારા ધાર્મિક ગીત અને ભજન અંતાક્ષરી. સાંજે 7 વાગ્યે ઇસ્કોન મંદિર દ્વારા કીર્તન-ધૂન તથા રાત્રે 9 વાગ્યે એ.ડી. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા શ્રીનાથજી સત્સંગની ભવ્ય
રજૂઆત.

તા. 16-09-2026, બુધવાર : સાંજે 5 વાગ્યે રઘુવંશી મૈત્રી મહિલા મંડળ દ્વારા આરતી ડેકોરેશન અને ભજન-સિંગિંગ. રાત્રે 9 વાગ્યે સૌરાષ્ટ્રના નામી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો.

તા. 17-09-2026, ગુરુવાર : સાંજે 5 વાગ્યે વિંગ્સ લેડીઝ ક્લબ દ્વારા ધાર્મિક મ્યુઝિકલ હાઉસી. રાત્રે 9 વાગ્યે ડૉ. કિંજલ અને ટીમ દ્વારા ‘એક શામ સુખહર્તા કે નામ’ ભક્તિ સંગીત કાર્યક્રમ.

તા. 18-09-2026, શુક્રવાર : રાત્રે 9 વાગ્યે મહંત અંકિતગિરિ બાપુ દ્વારા મહાઅખાડા આરતી તથા રાત્રે 9.30 કલાકે ‘શિવ સંગમ-શિવ મહિમા’ ભક્તિસભર કાર્યક્રમ.

તા. 19-09-2026, શનિવાર : સાંજે 7 વાગ્યે શાળાના બાળકોનો ટેલેન્ટ શો અને રાત્રે 9 વાગ્યે ક્રાંતિ બેન્ડ-રચિત જાની દ્વારા દેશભક્તિ અને મોટિવેશનલ પ્રસ્તુતિ.

તા. 20-09-2026, રવિવાર : સાંજે 5.30 કલાકે જાહેર જનતા માટે રક્તદાન શિબિર અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ. રાત્રે 9 વાગ્યે પ્રસિદ્ધ સિંગર સોહિલ બ્લોચ અને ટીમ દ્વારા ‘શબ્દ સુરની રાત’ કાર્યક્રમ.

તા. 21-09-2026, સોમવાર : સાંજે 5 વાગ્યે રઘુવંશી લેડીઝ ક્લબ દ્વારા ધાર્મિક ગેમ શો. રાત્રે 9 વાગ્યે અશોક ભાયાણી પ્રસ્તુત ‘રામ નામ કે હીરેમોતી’ કાર્યક્રમ.

તા. 22-09-2026, મંગળવાર : રાત્રે 9 વાગ્યે દેશભક્તિ, મોટિવેશન અને પ્રાચીન કૃતિઓ આધારિત વેરાયટી શો.

તા. 23-09-2026, બુધવાર : રાત્રે 9 વાગ્યે લોકસાહિત્ય દરબાર સાથે દુહા અને છંદની રમઝટ.

તા. 24-09-2026, ગુરુવાર : સાંજે 5.30 કલાકે જાહેર જનતા માટે સત્યનારાયણ દેવની કથા. રાત્રે 9 વાગ્યે રાજકોટ શહેરનો પ્રથમ વન-ડે દાંડિયા રાસ સ્પર્ધા અને સન્માન સમારોહ.

તા. 25-09-2026, શુક્રવાર : સવારે 10.30 કલાકે પૂર્ણાહૂતિ પૂજન. બપોરે 12.30 કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદડ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું પ્રસ્થાન.

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
Next Article પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
કાલથી બ્રિક્સ સમિટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?