600થી વધુ વ્યાપારી સંગઠનો-પેટ્રોલપંપ ડીલર એસોસિએશન જોડાશે
કાલે સરકાર સામે ડબલ એટેક : વેપારી-રાજકીય આંદોલન
- Advertisement -
CEC સામે નવો રાજકીય જંગ: UPI ચાર્જ સ્વીકાર્ય નહીં
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને દુર કરવા SIR પાછી ખેંચવા મુદ્દે ‘ઈન્ડિયા’ ગઠબંધનનો એક સપ્તાહનો આક્રમક કાર્યક્રમઃ કોકરોચ જનતા પાર્ટી મુંબઈમાં જેલ-ભરો આંદોલન શરૂ કરશે
આવતીકાલે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ મનાવી રહી હશે તે સમયે દેશમાં કેન્દ્રની મોદી સરકાર સામે રાજકીયથી વ્યાપારી આંદોલનની હારમાળા છેડાઈ રહી છે તથા એક તરફ SIR મુદે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારની ‘મનમાની’ના અહેવાલ બાદ કાલથી વિપક્ષોનું એક સપ્તાહ લાંબુ ‘જ્ઞાનેશકુમાર હટાવો’ આંદોલન શરૂ થશે અને જંતર મંતર પર સફળતા બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ પણ કાલથી દુબઈમાં મુખ્ય ચુંટણી કમિશનર સામે આંદોલનના શ્રીગણેશ કરવા જાહેરાત કરી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે તા.૧૫ ઓકટો.થી યુપીઆઈમાં જે ૦.૪૦% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના અમલની જાહેરાત કરી છે. તેની સામે કાલે એક દિવસ દેશભરના વ્યાપારી સંગઠનોએ ‘નો-યુપીએ-ડે’ મનાવવા જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં આ લડાઈ વધુ વ્યાપક બનશે.
ગઈકાલે દિલ્હીમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનની મળેલી બેઠકમાં વધુ એક વખત ‘વોટ-ચોરી’નો મુદો દેશ સમક્ષ લઈ જવા જાહેરાત કરી છે. તા.૨થી૮ સુધી વિપક્ષો આ મુદે સરકાર તથા ચુંટણીપંચને ઘેરશે અને તા.૬ના ચુંટણી કમિશનરની ઓફીસને ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે. એક તરફ આ મુદે સુપ્રીમ કોર્ટમાં પણ કાનુની જંગ શરૂ થયા છે તો માર્ગો પર પણ હવે આ મુદે જબરા દેખાવો-ઘેરાવ થશે તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ આજથી જ મુંબઈના આઝાદ મેદાનમાં એકત્ર થવા આહવાન કર્યુ છે તથા તા.૨થી કોકરોચ જનતા પાર્ટીનું જેલ ભરો આંદોલન શરૂ થશે અને તે તબકકાવાર દેશના અનેક ભાગોમાં લઈ જવાશે.
- Advertisement -
યુપીઆઈ ચાર્જ મુદો દેશભરમાં આક્રોશ સર્જી રહ્યો છે. રૂ.૨૦૦૦થી વધુના યુપીઆઈ વ્યવહાર પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ એ વ્યાપારીએ ભરવાનો રહેશે જે તેમના માજીર્ન (નફા) પર મોટી અસર પહોંચશે તેવા કારણે દેશભરના ૬૦૦થી વધુ વ્યાપારી સંગઠનોએ કાલે ‘નો-યુપીએ-ડે’ની જાહેરાત કરી છે. કાલે કોઈ યુપીએ પર પેમેન્ટ સ્વિકારશે નહી અને તેના કારણે કાલે આ વ્યવહાર ઠપ્પ થશે. જો કે સરકાર યુપીએ ચાર્જ યથાવત રાખવા મકકમ છે તેથી તા.૧૫થી તે વિધિવત રીતે અમલી બને તે પુર્વે વ્યાપારી આંદોલન વિસ્તરશે. દેશભરમાં પેટ્રોલપંપ ડીલર એસો.ને તો તા.૧૫થી યુપીએ પર પેમેન્ટ નહી સ્વીકારવા જાહેરાત કરી જ દીધી છે. યુપીઆઈ પેમેન્ટ પર ૧૮% જીએસટી પણ આવશે જે પણ બોજો વધી જશે તેથી આ ચાર્જ નહી સ્વીકારવા વિપક્ષો મકકમ છે.




