પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પાવન અવસરે પૂર્વ ગવર્નર અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી
પૂજા-અર્ચના કરી હતી. વજુભાઈ વાળાએ વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર ખાતે દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસને લઈને ધાર્મિક માહોલ વચ્ચે તેમણે ભગવાન સોમનાથની
આરાધના કરી હતી. આ પ્રસંગે વેરાવળના પ્રમુખ કિશોરભાઈ તેમજ તેજસભાઈ ભટ્ટી પણ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન માટે જોડાયા હતા. સૌએ સાથે મળીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધાર્મિક આસ્થાનો લાભ લીધો
હતો. શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ દાદાના દર્શન માટે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા




