દાણાપીઠના વેપારીઓએ રૂબરૂ મળી દર્શિતાબેનને રજૂઆત કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
31 જાન્યુઆરીની સાંજે દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદની બાજુની દુકાનો વક્ફ બોર્ડનો ઓર્ડર છે એમ કહી તાળા તોડી ટ્રસ્ટીઓ દ્વારા સામાન બહાર ફેંકેલ. આ અંગે વેપારીઓ દ્વારા ધારાસભ્ય ડો. દર્શિતાબેનને જાણ થયેલ. ધારાસભ્ય દ્વારા સત્વરે પોલીસ કમિશનરને રૂબરૂ મળી અને આ બનાવની તાત્કાલિક ગંભીરતા લઈ ગેરકાયદેસર કાર્યવાહી સામે પગલાં લેવા રજૂઆત કરી ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવી અને જવાબદારોની ધરપકડ કરી હતી. આ અંગે શહેર ભાજપ વોર્ડ નં. 10 યુવા પ્રમુખ મોનીલ શાહ, રાહુલ રવતાણી, સાહીલ રવતાણીનો પણ આભાર માનીએ છીએ. 31મીએ સાંજે તાળા તૂટ્યાના તરત જ ધારાસભ્યએ કમિશનરને જાણ કરતાં અમે તમામના આભારી છીએ. વીરેનભાઈ કોટેચા, ભાઈચંદ ફૂલચંદ, અભિષેકભાઈ ઠક્કર વગેરે વેપારીએ અંતમાં આભાર માન્યો હતો.



