મ્યુનિ. કમિશનર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૩૧/૦૭/ર૦ર૧ના રોજ વોર્ડ નં.૧૧માં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫૦.૦૦ ચો.મી.ની અંદાજીત ૯૦ લાખની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
| ક્રમ | વોર્ડ | વિસ્તાર | દબાણની વિગત | દબાણ દુર કરેલ જમીનનું- Advertisement -ક્ષેત્રફળ | ભાવ પ્રતિ ચો.મી. | ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત |
| ૧ | ૧૧ | ટી.પી. સ્કીમ નં.ર૧-મવડી, એફ.પી.નં. પ૮/એ, ”એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.” હેતુ, સોરઠીયા પાર્ક, બાપાસીતારામ ચોક પાસે, મવડી મેઈન રોડ,, રાજકોટ | મકાન | ૧૫૦.૦૦ | ૬૦,૦૦૦/-
| ૯૦,૦૦,૦૦૦/- |
| કુલ | ૧૫૦.૦૦ | ૯૦,૦૦,૦૦૦/- | ||||
આ ડીમોલીશનમાં મ્યુનિ. કમિશનરના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખ વેસ્ટ ઝોના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એમ. મકવાણા, અજય એમ.વેગડ, વી. એમ. મકવાણા, આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ, આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.


