ખાસ-ખબર સંવાદદાતા
ગોવિંદનગરના 54 વર્ષના શિવાંશને ચાર વર્ષથી શ્વાસની બીમારી છે. હોળી બાદ દર વખતે તેને અસ્થમાનો હુમલો આવે છે. એલર્જી ટેસ્ટ કરાવાયો તો ડસ્ટ માઈસ્ટ અસ્થમાની ફરિયાદ બહાર આવી હતી. આ ઉપરાંત રાખી મંડીના નિવાસી 16 વર્ષની આરુષી પણ પાંચ વર્ષથી અસ્થમાની ઝપટમાં છે. તેનો મેડીકલ કોલેજના ચેસ્ટ વિભાગમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેને ડસ્ટ માઈટસથી એલજી થઈ ગઈ છે. ડોકટરે તેને દરેક સમયે દવા સાથે રાખવાનું કહ્યું છે. બાળકોમાં આવા એકાદ બે કેસ નથી બલકે વધારે છે અને તેના માટે ડસ્ટ માઈટ્સ મતલબ ધૂળના સુક્ષ્મ કીડા જવાબદાર છે, બાળકોને આ જ બેકિટરીયા અસ્થમાનો ઘાવ આપી રહ્યા છે. એવું નથી કે આ કીડા બહારની હવામાં હોય છે તે ઘરની અંદર પણ હોઈ શકે છે. ઝપટમાં આવવાથી મુશ્કેલી શરૂ થાય છે અને ધીરે ધીરે બાળક શ્વાસનું રોગી બની જાય છે.
આવો ચોંકાવનારો ખુલાસો નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન (એનસીસીએફ) અને ભારતીય બાલ રોગ અકાદમી (આઈએપી)ના ક્રોસ સેકશનલ સ્ટડીમાં થયો છે. ચેસ્ટ ફિઝિશિયનના કાનપુર યુનિટમાં 70 બાળકો (ઉમર 7થી 17 વર્ષ)ની કેસ હિસ્ટરી સાથે એલજી ટેસ્ટ કરાવામાં તો 54 બાળકોમાં અસ્થમાનું કારણ હાઉસ ડસ્ટ માઈટ્સ મળ્યું હતું. જયારે ભારતીય બાળરોગ અકાદમીના રિસર્ચમાં 100માંથી 80 ટકામાં અસ્થમાનું કારણ ડસ્ટ માઈટ્સ રહ્યું છે.
- Advertisement -
બાળકોમાં અસ્થમાનું કારણ વિટામિન ડીની કમી પણ છે. લગભગ 72 ટકામાં આ સમસ્યા મળી આવી હતી, જયારે શરીરને વિટામીન ડી જ એલર્જી સાથે લડવાની તાકાત આપે છે. ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખવું, ભેજને ઘટાડવો, 50 ટકાથી ઓછા ભેજથી ડસ્ટ માઈટ્સ ઘટી જાય છે. બારી ખુલી રાખી તડકો અંદર આવવા દેવો પથારી અને ઓશિકાના કવર નિયમીત ધૂઓ,. સૂવાના રૂમમાં કારપેટ કોઈપણ સંજોગોમાં ન રાખો. સપ્તાહમાં એકવાર કપડાને તડકામાં ચૂકો. અસ્થમાના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય છે. શ્વાસ લેતી વખતે સિટી વાગે ગભરાટ થાય. છાતીમાં દર્દ થાય.