By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    4 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    5 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    5 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    5 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor
Last updated: 2026/03/07 at 4:34 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતે કેસર કેરી બજારમાં આવવાની શક્યતા

સોરઠની શાન ગણાતી કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ

- Advertisement -

ગીરના આંબાવાડિયામાં ત્રણ તબક્કે મહોર આવતાં કેરીની સીઝન લંબાશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7

સમગ્ર વિશ્ર્વમાં જેની સ્વાદની સોડમ ફેલાયેલી છે તેવી ગીર અને સોરઠ પંથકની કેસર કેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા વાતાવરણનું ગ્રહણ લાગ્યું છે. સતત બદલાતી આબોહવા, કમોસમી વરસાદ (માવઠું) અને કડકડતી ઠંડી વચ્ચે થતી ઝાકળવર્ષાએ આ વર્ષે આંબાના બગીચાઓમાં અજીબોગરીબ પરિસ્થિતિ સર્જી છે. ચાલુ વર્ષે કુદરતના બદલાતા મિજાજને કારણે આંબામાં એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વખત ફ્લાવરિંગ (મોર) જોવા મળ્યું છે, જેને કારણે ગીરના બગીચાઓમાં ’એક જ આંબા પર ત્રણ પેઢીની કેરી’ જેવો અનોખો ઘાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગીર વિસ્તારમાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે, જે સ્થાનિક અર્થતંત્રનો મુખ્ય આધાર છે. જોકે, આ વર્ષની શરૂૂઆત ખેડૂતો માટે પડકારજનક રહી હતી. સીઝનની શરૂૂઆતમાં થયેલા માવઠા અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે પ્રથમ તબક્કાના આશરે 50 ટકા જેટલા મોર બળી ગયા હતા. કિંમતી દવાઓના છંટકાવ અને રાત-દિવસની મહેનત બાદ જ્યારે વાતાવરણ થોડું અનુકૂળ થયું, ત્યારે ફરી આંબા પર મોર આવવાની પ્રક્રિયા શરૂૂ થઈ હતી. પરંતુ આ અનિયમિતતાને લીધે કેરીના પાકમાં સમાનતા જળવાઈ નથી.હાલમાં ગીરના આંબાવાડિયાઓમાં નજર કરીએ તો વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને ખેતીના અનુભવ મુજબ એક અત્યંત દુર્લભ સ્થિતિ જોવા મળી રહી છે. વાતાવરણના ફેરફારને કારણે આંબામાં ત્રણ તબક્કે ફ્લાવરિંગ થયું છે. પ્રથમ ફ્લાવરિંગ આવ્યું તેમાં જે મોર માવઠામાંથી બચી ગયા હતા, તેનું ફળ હવે મોટું થઈ ગયું છે. આ કેરીઓ ટૂંક સમયમાં તૈયાર થવાની ધારણા છે. જયારે બીજું ફ્લાવરિંગ આવ્યું જેમાં વાતાવરણ ઠર્યા બાદ જે બીજી વખત મોર આવ્યા, તેમાં હાલ ’ખાખડી’ (નાની કેરી) તૈયાર થઈ ગઈ છે, જે સોપારી જેવડી દેખાય છે. અને ત્રીજું ફ્લાવરિંગ આવ્યું તે હાલમાં જે છેલ્લું ફ્લાવરિંગ થયું છે, તેમાં કેરી અત્યારે સાવ નાની એટલે કે મરીના દાણા જેવડી જોવા મળી રહી છે. આમ, ખેડૂતોને એક જ ઝાડ પર મોટી કેરી, સોપારી જેવડી ખાખડી અને મરી જેવડા દાણા એમ ત્રણ અલગ-અલગ અવસ્થાના ફળ જોવા મળી રહ્યા છે.ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ત્રણ તબક્કાના ફ્લાવરિંગને કારણે આ વર્ષે કેસર કેરીની સીઝન સામાન્ય કરતા વધુ લાંબી ચાલશે. અગાઉ મે મહિનાના અંત સુધીમાં સીઝન પૂર્ણ થઈ જતી હતી, પરંતુ આ વખતે જૂન મહિના સુધી બજારમાં કેરી જોવા મળે તેવી શક્યતા છે. જોકે, સ્વાદના શોખીનોએ હજુ રાહ જોવી પડશે. સારી અને ખાવા લાયક રસદાર કેસર કેરી એપ્રિલ મહિનાના અંત કે મે મહિનાની શરૂૂઆત પહેલા બજારમાં આવવી મુશ્ર્કેલ છે.એક તરફ કેરીના પાકને બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગની આગાહીએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જો આ આગાહી સાચી ઠરે અને એપ્રિલ-મેમાં વરસાદ થાય, તો કેરીના પાકને ભારે નુકસાન થઈ શકે છે. વરસાદને કારણે કેરીમાં ’મધિયો’ નામનો રોગ આવવાની અને ફળ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ગીર પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે કે, બદલાતા હવામાન સામે પાકને બચાવવા માટે આ વર્ષે જંતુનાશક દવાઓ અને ખાતરનો ખર્ચ બમણો થઈ ગયો છે. વારંવાર આવતા મોરને સાચવવા માટે મજૂરી ખર્ચ પણ વધ્યો છે. જો કુદરત સાથ આપે તો જ આ વર્ષે ખેડૂતોને તેમના રોકાણ સામે વળતર મળે તેમ છે. હાલ તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વાતાવરણ સ્થિર રહે અને માવઠાની આફત ન આવે. સોરઠની કેસર કેરી આ વર્ષે કુદરતી પરીક્ષાઓમાંથી પસાર થઈ રહી છે. એક જ આંબા પર ત્રણ પેઢીની કેરીના દ્રશ્ર્યો કુતૂહલ જરૂૂર જગાવે છે, પણ તેની પાછળ ખેડૂતોનો સંઘર્ષ છુપાયેલો છે. હવે બધો જ આધાર આવનારા બે મહિનાના હવામાન પર છે. જો એપ્રિલ અને મે મહિનામાં આકાશ સાફ રહેશે, તો મોડી પણ મીઠી કેસર કેરી લોકોના મુખ સુધી પહોંચશે.

- Advertisement -

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
Next Article T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?