By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    23 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    22 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    24 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકાશની ગતિ અંગે જ્ઞાન આપતું ઋગ્વેદનું વિજ્ઞાન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પ્રકાશની ગતિ અંગે જ્ઞાન આપતું ઋગ્વેદનું વિજ્ઞાન!
AuthorParakh Bhattધર્મ

પ્રકાશની ગતિ અંગે જ્ઞાન આપતું ઋગ્વેદનું વિજ્ઞાન!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 11:47 AM
Khaskhabar Editor 5 years ago
Share
15 Min Read
SHARE

મોડર્ન સાયન્સે કરેલા પ્રયોગો મુજબ, પ્રકાશનું કિરણ લગભગ 186000 માઇલ પ્રતિ સેક્ધડની ઝડપે ગતિ કરે છે! ઋગ્વેદની ઋચામાં જણાવેલ શ્ર્લોક સાથે આ આંકડો મેળ ખાય છે!

પરખ ભટ્ટ

- Advertisement -

યાદ કરો એ સ્કૂલનાં દિવસો, જ્યાં વિજ્ઞાન એટલે દરરોજ અવનવું અચરજ પેદા કરતો એક વિષય! મેઘધનુષમાંથી ‘જાનીવાલીપિનારા’નાં ઉત્સર્જન પાછળ ફક્ત એક સફેદ રંગ જવાબદાર છે એ વાત આપણને કેટલી અદ્ભુત લાગતી હતી નહીં!? એવું જ કંઈક પ્રકાશની ગતિનું પણ! ૩x૧૦૮ મીટર/સેકન્ડની ગતિએ પ્રવાસ કરતું પ્રકાશનું કિરણ, પાંપણનાં ફક્ત એક ઝબકાર સાથે તો કરોડો કિલોમીટરનું અંતર કાપી નાંખે છે એ નવાઈની સાથોસાથ ઘડીભર માનવામાં પણ ન આવે એવી બાબત છે! ૧૯૬૫ની સાલમાં રોમર નામનાં વૈજ્ઞાનિક, પ્રકાશની ગતિ અંગેનાં પ્રયોગો બાદ આ તારણ પર પહોંચ્યા. અમેરિકાનાં ભૌતિકશાસ્ત્રીઓ માઇકલસન અને મોર્લેએ પણ ઓગણીસમી સદીની શરૂઆતમાં કેટલાક પ્રયોગો હાથ ધર્યા હતાં, પરંતુ સૌથી પહેલો સફળ પ્રયોગ કર્યો મેક્સ પ્લાન્કે! ઋગ્વેદની ઋચાઓ પ્રકાશનાં કિરણની ગતિ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે એ સત્યની કદાચ બહુ ઓછા લોકોને જાણ છે.

સૂર્યદેવની પૂજાઅર્ચના કરવાની પ્રથા આપણા દેશમાં વર્ષોથી ચાલી આવે છે. આજે પણ પોંગલ, છઠ્ઠપૂજાને દિવસે તેનું અનુસરણ થાય છે. સૂર્યનમસ્કાર એ કસરતની સાથોસાથ સૂર્યદેવની આરાધના પણ છે. ઋગ્વેદનાં અમુક શ્લોક સૂર્યદેવની પૂજાનાં મહત્વની સાથોસાથ અન્ય કેટલીક બાબતો તરફ પણ આપણું ધ્યાન દોરે છે:

आ सूर्यो यातु सप्ताश्वः कषेत्रं यद अस्योर्विया दीर्घयाथे |

- Advertisement -

(ઋગ્વેદ ૫.૪૫.૯)

ભાવાનુવાદ : સર્પ વડે બંધાયેલ સૂર્યનાં રથને સાત અશ્વો ખેંચી રહ્યા છે.

   તમે કહેશો કે આમાં પ્રકાશ વિશે તો ક્યાં કંઈ કહેવાયું છે! ફક્ત અશ્વ, સર્પ, સૂર્ય અને રથનો જ ઉલ્લેખ છે. ઓકે. હવે આને જરાક જુદી રીતે વિચારીએ. વિજ્ઞાનનાં આપણા પાઠ્યપુસ્તકમાં જણાવ્યા મુજબ, સૂર્યનાં કિરણોમાંથી સાત અલગ–અલગ રંગોનું ઉત્સર્જન થાય છે. ઋગ્વેદનાં આ શ્લોકમાં રથનાં સાત અશ્વને વિજ્ઞાનનાં સાત રંગો સાથે સરખાવો અને સર્પને પ્રકાશનાં આડાઅવળા વળાંક ધરાવતાં પથ સાથે! (હજુ પણ સમજવામાં થોડી મુશ્કેલી લાગી રહી હોય તો કાચનાં પ્રિઝમને યાદ કરો, જેની એક બાજુથી આવતો ટોર્ચનો પ્રકાશ બીજી બાજુએ સાત રંગો બનીને બહાર નીકળે છે. એવી જ રીતે વરસાદી મેઘધનુષ પણ!)

 ‘જાનીવાલીપીનારા’ (VIBGYOR) એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ૧૭મી સદી સુધી આ સાત રંગો વિશે વિશ્વ સાવ અજાણ રહ્યું અને ત્યારબાદ સર આઇઝેક ન્યુટને ગુરૂત્વાકર્ષણબળ અને પ્રકાશનાં ગુણધર્મો વિશે આપણને માહિતગાર કર્યા. જેથી મોટાભાગનાં વૈજ્ઞાનિકોનું ધ્યાન ઋગ્વેદ પર ક્યારેય ગયું જ નહીં.

 

तथा च स्मर्यते योजनानां सहस्त्रं द्वे द्वे शते द्वे च योजने।

एकेन निमिषार्धेन क्रममाण नमोस्तुते ॥

સાવ સરળ અનુવાદ કરવો હોય તો, “અર્ધ નિમિષ (જેટલા સમય) દરમિયાન સૂર્યપ્રકાશ ૨૨૦૨ યોજનનું અંતર કાપે છે.” હવે તમને થશે કે આ ‘નિમિષ’ અને ‘યોજન’ એ વળી કઈ બલાનું નામ છે?! અહીં ‘દ્વે’ એટલે બે. ‘શતે’ એટલે સો. યોજન અને નિમિષને વૈદિક ભાષામાં અનુક્રમે અંતર અને સમયનાં માપદંડ માનવામાં આવે છે. મોડર્ન યુગમાં જેવી રીતે સમય માપવા માટે કલાક, સેકન્ડ, મિનિટનો ઉપયોગ થાય છે બિલકુલ એવી જ રીતે, પૌરાણિક કાળમાં સમય માટે ‘નિમિષ’ મહત્વ ધરાવતું હોઇ શકે. મીટર, કિલોમીટર, સેન્ટિમીટર એ અંતર માપવા માટે ઉપયોગી છે; અને યોજન પણ! ઘણા બધા સંસ્કૃત સાહિત્યોમાં આવા એકમોનું વર્ણન છે, પરંતુ તેમની વિગતવાર માહિતી છૂટી પાડી શકવી સંભવ નથી.

જોવા જેવી વાત એ છે કે ફક્ત અમુકગણતરીની માઇક્રોસેકન્ડમાં માણસની આંખોની પાંપણ ફરકે છે એ ‘નિમિષ’મો અર્થ છે! અર્ધ નિમિષએટલે એનાથી પણ અડધા સમયમાં આંખો ફરકાવવી એ! આધુનિક વિજ્ઞાને આપેલી સમજૂતી મુજબ, માનવઆંખો એક સેકન્ડની અંદર કુલ પાંચ વાર ફરકી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલે ‘નિમિષાર્ધેણ’નો અર્થ છે, ૦.૧ સેકન્ડ! મહાભારતનાં શાંતિપર્વમાં એ વિશેનું વર્ણન અપાયું છે :

 ૧ દિવ–રાત્રી (દિવસ–રાત) એટલે ૩૦ મુહૂર્ત. (૧ કલાક = ૧.૨૫ મુહૂર્ત)

૧ મુહૂર્ત એટલે ૩૦.૩ કાળ. (૧ કલાક = ૧.૨૫ x ૩૦.૩ = ૩૭.૮૭ કાળ)

૧ કાળ એટલે ૩૦ કાષ્ટ. (૧ કલાક = ૩૭.૮૭ x ૩૦ = ૧૧૩૬.૨૫ કાષ્ટ)

૧ કાષ્ટ એટલે ૧૫ નિમિષ. (૧ કલાક = ૧૧૩૬.૨૫ x ૧૫ = ૧૭૦૪૩.૭૫ નિમિષ)

  હવે અહીંની સાદી ગણતરીઓ પરથી એવું માલુમ પડ્યું કે, ૧૭૦૪૩.૭૫ નિમિષ બરાબર ૧ કલાક થાય! આથી ૧ નિમિષ એટલે (૬૦ x ૬૦ /૧૭૦૪૩.૭૫) ૦.૨૧૧૨ સેકન્ડ. અને અર્ધ નિમિષ એટલે ૦.૧૦૫૬ સેકન્ડ. ખાસ વાત એ છે કે આધુનિક વિજ્ઞાને પણ નિમિષની કિંમત (૧૬/૭૫ સેકન્ડ) ને સાચી ઠેરવી છે. શ્રી વિષ્ણુપુરાણનાં પહેલા પુસ્તકનાં પાંચમા પ્રકરણમાં ‘યોજન’ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

 ૧૦ પરમાણુ = ૧ પરાસૂક્ષ્મ.

૧૦ પરાસૂક્ષ્મ = ૧ ત્રસરેણુ

૧૦ ત્રસરેણુ = ૧ મહિરજસ (ધૂળનો સૌથી નાનકડો કણ)

૧૦ મહિરજસ = ૧ બાલ–અગ્ર (વાળનો સૌથી આગળનો ભાગ)

૧૦ બાલ–અગ્ર = ૧ લિખ્ય

૧૦ લિખ્ય = ૧ યુક

૧૦ યુક = ૧ યવોદર

૧૦ યવોદર = ૧ યવ

૧૦ યવ = ૧ અંગુલ (અંગૂઠો અથવા ઈંચ)

૬ અંગુલ = ૧ પદ

૨ પદ = ૧ વિતષ્ટિ

૨ વિતષ્ટિ = ૧ હસ્ત

૧ યોજન = ૮૦૦૦ ધનુ અથવા પુરુષ = ૮૦૦૦ x ૬ ફૂટ = ૧૪.૬૩ કિલોમીટર.

અહીં આપણે માણસની સામાન્ય ઉંચાઈ ૬ ફૂટ ધારી છે. પરંતુ અલગ અલગ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ધારેલા આંકડાઓમાં થોડો ઘણો તફાવત જોવા મળી શકે. ‘હિસ્ટરી ઓફ સાયન્સ’ની ઇન્ડિયન જર્નલમાં સર મોનિયેર વિલિયમ્સે કરેલા રીસર્ચમાં તેમણે ૧ યોજન બરાબર ૯ માઇલ એવું સાબિત કર્યુ છે. આર્યભટ્ટની ગણતરી મુજબ, અંગુલની કિંમત તેમણે ૧.૮ અને ૧.૯ સેન્ટિમીટર નક્કી કરી છે. જેથી યોજનની કિંમત ગણતી વખતે પણ ૧૪.૬ થી ૧૬.૪ કિલોમીટરની વચ્ચેની કોઇ પણ કિંમત પરિણામસ્વરૂપે મેળવી શકાય. હવે, યોજન અને નિમિષની કિંમતોને સાથે રાખીને પ્રકાશની ગતિ વિશે જાણવાની કોશિશ કરીએ તો,

 કિરણની ગતિ = ૨૨૦૨ x ૯ માઇલ / ૦.૧૦૫૬ સેકન્ડ = ૧૮૭૬૭૦.૪૫ માઇલ્સ પ્રતિ સેકન્ડ.

મોડર્ન સાયન્સે કરેલા પ્રયોગો મુજબ, પ્રકાશનું કિરણ લગભગ ૧૮૬૦૦૦ માઇલ પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે! ઋગ્વેદની ઋચામાં જણાવેલ શ્લોક સાથે આ આંકડો મેળ ખાય છે. ઇસવીસન પૂર્વે ૩૨૦માં કૌટિલ્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્રની ગણતરી મુજબ, પ્રકાશની ગતિ ૨૯૭૨૭૦ અને ૩૦૭૧૭૯ કિલોમીટર પ્રતિ સેકન્ડની વચ્ચેની કોઇક હોવી જોઇએ. જે ફરી એકવાર આધુનિક વિજ્ઞાને નક્કી કરેલી ૨૯૯૭૯૨ કિલોમીટર પ્રતિ સેકન્ડની સાથે મેળ ખાય છે. આટલા બધા પુરાવાઓ ફક્ત એક સંયોગ ક્યાંથી હોઇ શકે!? આજની તારીખે પણ નાનીમોટી એરરને બાજુ પર મૂકીને મોટા આંકડાઓને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો પ્રયોગો હાથ ધરતાં હોય છ. આથી ઋષિમુનિઓએ ખોજ કરીને શોધી કાઢેલા આંકડાઓ પર શંકા કરવા બદલે એનાં પર પુનઃવિચારણા થવી જરૂરી છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રકાશની ગતિ ઉપરાંતનાં આવા કંઈકેટલાય કોન્સેપ્ટનાં પુષ્કળ પુસ્તકો નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા હતાં, પરંતુ બ્રિટિશ તેમજ મુઘલ શાસન દરમિયાન તેનો નાશ કરી દેવાયો! 

You Might Also Like

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત-પાકિસ્તાન અને ફૂલનદેવીની હત્યા
Next Article આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
AuthorShailesh Sagpariya

સ્વામી રામદાસનો ઉપદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
AuthorDr. Sharad Thakar

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?