By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ
રાજકોટ

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2021/06/12 at 3:06 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

આશરે ૧૧ કિ.મી. ના આજી નદીના વિસ્તારમાં નિર્માણ પામશે રમણીય સ્થળ: મેયર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ અગ્રણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનરની ઉપસ્થિતિમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના વિવિધ પાસાઓની ગહન ચર્ચા

રાજકોટ મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા અંગે આજે તા. ૧૨-૦૬-૨૦૨૧ના રોજ શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરઓ બી. જી. પ્રજાપતિ અને એ.આર.સિંઘ, સિટી એન્જીઓ એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી ચુકેલા રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરની ખુબસુરતીમાં વધારો કરે અને નાગરિકોને હરવા ફરવા માટે વધુ શાનદાર સ્થળ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ભેટ આપેલી છે. જે અંતર્ગત આજી નદીનો ૧૧ કિ.મી. નો બેલ્ટ રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ તેજ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૬ ચેકડેમ અને ૩ બેરેજ બનાવવામાં આવશે તેમજ આજી – ૧ ડેમનો ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો મુકવામાં આવશે સાથોસાથ પાર્ક્સ એન્ડ ગાર્ડન, ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.

રાજકોટ શહેર એ આજી નદીનાં કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. રાજકોટ શહેરનાં ઝડપી વિકાસનાં કારણે શહેર આજીનદીનાં બન્ને કાંઠા એટલે કે પુર્વ અને પશ્ચિમ દિશામાં ઝડપભેર વિકસેલ છે. જેને કારણે આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વર્ષો પહેલા આજી નદી બારે માસ વહેતી હતી, પરંતુ વાતાવરણમાં થયેલ ફેરફારો તથા આજી નદી ઉપર બાંધવામાં આવેલ જુદા– જુદા ચેક ડેમોનાં કારણે હાલ માત્ર ચોમાસામાં જ પાણી રહે છે અને વર્ષનાં બાકીનાં સમયમાં પાણી રહેતું નથી.

રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા  વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કૂલ ખર્ચ આશરે રૂ.૧૧૮૧ કરોડ થનાર છે. વિશેષમાં આજી નદીનાં પુન:વિકાસ માટેનું આયોજન કરી ઝડપથી અમલમાં મુકીને તેને મોનિટરીંગ કરી શકાય તે માટે તત્કાલીન માન. પ્રભારી મંત્રીનાં અધ્યક્ષતા હેઠળ ગવર્નીંગ કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક થયેલ છે.

- Advertisement -

ઉક્ત રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આજી નદીની લંબાઈ આજી-૧ ડેમથી રાજકોટ શહેરની ઉત્તર દિશામાં પસાર થતી રીંગરોડ સુધી આશરે ૧૧ કિમી લેવામાં આવેલ છે અને તેમાં દક્ષિણ દિશાની રીંગ રોડથી આજી નદીમાં મળે ત્યાં સુધી ખોખડદડ નદીનાં વિકાસ કામનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આજી નદીની પહોળાઈ ૮૦ મીટરથી ૧૫૦ મીટર સુધીની રહે છે. આજી નદીમાં રીવરફ્રન્ટ  માટેના તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનમાં જરૂરી ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર, આજી નદીની બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનુ કામ, વોટર રીપ્લેનિશ્મેન્ટ માટેનુ નેટવર્ક તથા આજી નદીની બંને બાજુ નવા રસ્તાનું નેટવર્ક સહિતના પ્રોજેક્ટોનું આયોજન હાથ ધરેલ છે.

ઉપરોક્ત મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. ૪૮૦ કરોડ જેટલું થશે. તથા આજી નદીમાં રીવરફ્રંટ માટે તૈયાર થયેલ માસ્ટર પ્લાનમાં નીચે મુજબનાં વધારાના વ્યાપક અમલીકરણના પ્રોજેક્ટો બનાવવાનું પણ આયોજન છે, જુના રેલ્વે બ્રીજ માટે રીનોવેશન તથા ઉપરોક્ત વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. ૭૦૧ કરોડ જેટલું થશે.આમ, સમગ્ર પ્રોજેક્ટનું કૂલ ખર્ચ આશરે ૧૧૮૧ કરોડ જેટલું થવા અંદાજ છે.

હાલ રાજ્યસરકાર હસ્તકની SEAC (STATE LEVEL EXPERT APPRAISAL COMMITTEE) સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલ છે. તથા રાજ્ય સરકાર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર ટેન્ડર પ્રક્રીયા હાથ ધરી આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબનું આયોજન કરેલ છે.

(૧) આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ

(૨) આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ

(૩) આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ

હાલ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્રગતિની વિગતો :

(૧)  હાલમાં રામનાથપરા મંદિરના સામેના ભાગે આવેલ મનહરપરા વિસ્તારમાં નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની             પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું ખર્ચ રૂ.૧૬.૨૮ લાખ થયેલ છે. તથા સદરહુ કોલમ

વાળી દીવાલમાં કોલમ વચ્ચેના ખાલી ભાગમાં મેશનરીનું કામ હાલ ચાલુ છે જેનું અંદાજીત ખર્ચ રૂ. ૧૭.૯૫ લાખ થશે. જે કામ પૂર્ણ થયેલ છે.

(૨)      ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ થયેલ છે.

(૩)      નદીની પૂર્વ તથા પશ્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ છે..

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રકાશની ગતિ અંગે જ્ઞાન આપતું ઋગ્વેદનું વિજ્ઞાન!
Next Article સિદ્ધબાબા અને ઢોંગીબાબા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?