By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    11 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    11 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    11 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    12 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    12 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor
Last updated: 2026/09/17 at 1:46 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
14 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

એન્ટ્રી ફીના 1 હજાર અને એકસ્ટ્રા સર્વિસના 2 હજાર વસૂલતા : રૈયા રોડ પર એન્ટી હ્યુમન ટ્રાફીકિંગનો દરોડો

- Advertisement -

રાજકોટના રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીરામ કોમ્પલેક્ષના ત્રીજા માળે રોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે દરોડો પાડી સ્પાના સંચાલક વિશ્વકર્મા સોસાયટીએમ રહેતા કનુ ખોડાભાઈ બાખલકીયા અને રિસેપ્શનિષ્ટ ઉર્વીશાને પકડી લીધા હતા. રાજકોટમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના બંધ કરાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બસિયાની સૂચના અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એમ એલ ડામોરની રાહબરીમાં પીએસઆઈ આર કે ગોહિલ, એએસઆઈ અજયકુમાર શુકલા, જીગ્નેશભાઈ મારુ, સલીમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ અને જ્યોતિબેન બાબરીયા સહિતની ટીમે બાતમી આધારે ઉપરોક્ત રોઝ સ્પા એન્ડ વેલનેશમાં દરોડો પાડવામાં આવ્યો હતો રેડ દરમ્યાન સ્પામાંથી ચાર રૂપલલનાઓ મળી આવી હતી. સંચાલક અને રિસેપ્શનિષ્ટની પૂછપરછ હાથ ધરી હતી રિસેપ્શનિષ્ટ સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફીના 1 હજાર અને શરીર સંબંધવા માટે 2 હજાર અલગથી એકસ્ટ્રા સર્વિસના નામે લેવામાં આવતા હતા સ્પામાંથી હરિયાણા, દિલ્હી, આસામ અને ગુજરાતની ચાર રૂપલલના મળી આવી હતી. રેડ દરમિયાન બે મોબાઈલ સહિત કુલ 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંચાલક અને રિસેપ્શનિષ્ટ વિરૂધ્ધ યુનિવર્સીટી પોલીસમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં કેટરિંગના કામના બહાને 12 વર્ષની સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દીધી : બે મહિલા સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષની દીકરીને કેટરિંગના કામે લઇ જવાના બહાને માંડાડુંગર વિસ્તારમાં લઇ જઈ દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે આ અંગે ભોગ બનનારના પરિવારે આજી ડેમ પોલીસમાં બે મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા પરિવારના મોભીએ પુનિતનગર પાણીના ટાંકાની સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા રેખાબેન મહેશભાઈ ભલાભાઈ સાગઠીયા અને માંડાડુંગર, શિવમ પાર્કમાં રહેતા અલ્પાબેન ઉર્ફે ભુરીબેન મહેશભાઈ રમેશભાઈ ગળચર સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી 12 વર્ષની દીકરી વિષે પાડોશી મહિલાએ પત્નીને પૂછતાં તેણી દાદીના ઘરે હોવાનું જણાવ્યું હતું પરંતુ તપાસ કરતા દીકરી મળી આવી ન હતી બાદમાં સાંજે દીકરીને રેખાબેન ઘરે મૂકી ગયા હતા અને ક્યાં લઇ ગયા હતા તેમ પૂછતાં તેણે કેટરિંગના કામે લઇ ગઈ હોવાનું જણાવી 500 રૂપિયા ઘા કરીને જતા રહ્યા હતા બાદમાં દીકરીને ફોસલાવીને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે ગત 11 તારીખે દંપતિ કારખાનામાં કામ કરતુ હોય કામે જતા રહ્યા બાદ 12 વર્ષની દીકરી ઘરે એકલી હોય તે દુકાને વસ્તુ લેવા જતી હતી ત્યારે રેખાબેન નામની મહિલાએ તેને રોકી કેટરિંગના કામમાં આવવું છે તેમ પૂછતાં દીકરીએ હા પાડી હતી ત્યાર બાદ તેણીને રિક્ષામાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી લઇ ગયા હતા અને ત્યાંથી માંડાડુંગર વિસ્તારમાં ભુરીબેનના ઘરે તેણીને લઇ ગયા હતા અને ત્યાં સવારથી સાંજ સુધી ચાર દિવસ અલગ અલગ લોકો સાથે શરીર સંબંધ બંધાવ્યો હતો દેહ વ્યાપારમાં ધકેલાયેલી દીકરીએ આપેલી ચોંકાવનારી કબૂલાત બાદ બંને મહિલા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ એન પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

રાજકોટના લાતી પ્લોટમાં હિરેન પરફ્યુમરી વર્કસના નામે નકલી તમાકુ બનાવતા બે ભાઈઓ સામે ફરિયાદ : 20 દિવસ પૂર્વે દરોડો પાડ્યો હતો : રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી : 1.73 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં નકલી વસ્તુઓની ભરમાર ચાલી રહી હોય તેમ શહેરના કુવાડવા રોડ પર આવેલા લાતી પ્લોટમાં છેલ્લા પાંચ વર્ષથી ધમધમતી નકલી તમાકુનું ફેક્ટરી ઉપર એસઓજીએ ગત 27 તારીખે દરોડો પાડી 1,72,700 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે ત્રણ પ્રકારના તમાકુ, કેમિકલ, ફ્લેવર, ખાલી ડબ્બા સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી રિપોર્ટ આવ્યા બાદ હવે ફેકટરીના માલિક બે ભાઈઓ સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં નકલી વસ્તુઓનું વેચાણ કરતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એન બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગત 27 તારીખે ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઈ ભાદરકાને બાતમી મળી હતી કે લાતી પ્લોટ શેરી નંબર 11માં હિરેન પરફ્યુમરી વર્કસ નામના કારખાનામાં બનાવટી તમાકુનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડતા અહીંયાથી મોટા પ્રમાણમાં નકલી તમાકુ અને આ તમાકુ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ મળી આવી હતી પોલીસે 500 ગ્રામ અને 200 ગ્રામના કાળા, ગોલ્ડન અને સિલ્વર તમાકુના 143 પેકેટ મળી આવતા કબ્જે કર્યા હતા આ ઉપરાંત કારખાનામાંથી 40.500 કિલો તમાકુ ભરેલું બેરલ, 50 ગ્રામની ખાલી ડબીઓ, ઢાંકણા, ખાલી કેરબા, ઓઇલ, વિવિધ ફ્લેવર, બે મોબાઈલ, સિલ્વર વરક ભરેલો કોથળો, 26 કિલો સુગંધિત પ્રવાહી ભરેલા 7 કેન, મુખવાસના ડબ્બા ભરવાના પુઠ્ઠાંના બોક્સ સહીત 1,72,700 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસે સેમ્પલ લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવ્યા બાદ આજે આ ગોડાઉનના સંચાલક બે ભાઈઓ આશાપુરા રોડ પર રહેતા હિરેન કાંતિલાલ સોનેજી અને કાંતા વિકાસગૃહ રોડ પર રહેતા રાજુ કાંતિલાલ સોનેજી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. જે તે વખતે બંનેની પૂછતાછમાં એવું જાણવા મળ્યું હતું કે આરોપીઓ પેઢી દર પેઢી વર્ષોથી આ સ્થળે પાન-મસાલાનું મટીરિયલ અને અગરબત્તી બનાવતા હતા. પરંતુ સોનેજી બંધુઓએ કોરોના કાળ અને લોકડાઉન વખતે તમાકુની અછતનો ફાયદો ઉઠાવીને નકલી તમાકુ બનાવવાનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.

બોગસ દસ્તાવેજોના ત્રણ ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ મુંબઈનો આરોપી ઝડપાયો : મૂળ રાજકોટના શખ્સ વિરૂધ્ધ જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના પાંચ ગુના નોંધાયા છે

રાજકોટમાં જમીનના બોગસ દસ્તાવેજો બનાવવામાં માસ્ટર અને આ પ્રકારના ત્રણ ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ નિમેષ અનિલભાઈ શાહ ઉ.52ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો. રાજકોટમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડાની રાહબરીમાં પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમારની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ગોપાલભાઈ પાટીલ, અર્જુનભાઈ ડવ અને મોહિલરાજસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે રાજકોટના બનાવટી દસ્તાવેજના ત્રણ ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ નિમેષ આરોપી હાલ મુંબઈના ગીરગાંવ વિસ્તારમાં વીપી રોડ પર કોરોનેશન બિલ્ડિંગમાં રહેતો હતો. રાજકોટના માધાપર ચોકડી પાસે અયોધ્યાનગરી એપાર્ટમેન્ટમાં પણ તેનું મકાન છે. આરોપી વિરૂધ્ધ 2004 અને 2011માં માલવીયાનગર પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજો બનાવવા અંગે બે ગુના નોંધાયા હતા બંને ગુનામાં ધરપકડ પણ થઈ ગઈ હતી ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચમાં 2015માં, ગાંધીગ્રામમાં પણ 2015માં અને ક્રાઈમ બ્રાંચમાં 2023માં બોગસ દસ્તાવેજ બનાવવા અંગે વધુ ત્રણ ગુના નોંધાયા હતા. ત્રણેય ગુનામાં આરોપી છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો.

સામું કેમ જુએ છે કહી મિત્રને છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ : જંગલેશ્વરમાં બનેલી ઘટના : ભક્તિનગર પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટના જંગલેશ્વરમાં મિત્રના ઘરે બેઠેલા – યુવક પર મસ્તી-મજાક દરમિયાન – મામલો બિચકતા મિત્રએ છરીથી – પેટના ભાગે જીવલેણ હુમલો -કર્યો હતો. છરીનો ઘા વાગતાં – યુવકના આંતરડા બહાર નીકળી – ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા – યુવકને સારવાર માટે રાજકોટ – સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો – હતો. બનાવને પગલે ભક્તિનગર – પોલીસે હત્યાના પ્રયાસ સહિતની – કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ – ધરી છે. શહેરના જંગલેશ્વર – વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા નઈમ ઉલ્લેખાન સૈયદ ઉ.24)એ સોહિલ ઉર્ફે સોયલા સામે ભક્તિનગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નઇમ સૈયદ તેના મિત્ર ઉજબેર રજાકભાઈ સૈયદ સાથે બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં જંગલેશ્વર શેરી નં.14માં રહેતા સોહિલ ઉર્ફે સોયલાના ઘરે ગયા હતા. ત્રણેય મિત્રો વાતચીત કરી રહ્યા હતા ત્યારે મસ્તી-મજાક દરમિયાન સોહિલ ઉર્ફે સોયલાએ ઉજબેરને સામુંકેમ જુએ છે” તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો. મામલો ઉગ્ર બનતા સોહિલે છરી કાઢી ઉજબેરના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. છરીનો ઘા ગંભીર હોવાને કારણે ઉજબેરના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ઉજબેરને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાતા ભક્તિનગર પોલીસે સોહિલ ઉર્ફે સોયલા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હથિયારમાં વોન્ટેડ જસદણનો શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો : હથિયારો કોની પાસેથી લીધા તે સહિતના મુદ્દે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ

રાજકોટમાં હથિયારના કેસમાં વોન્ટેડ જસદણના હનીફ ઉર્ફે ઘુઘો મહમદ સુમરા ઉ.33ને ક્રાઈમ બ્રાંચે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. હનીફ અગાઉ રાજકોટમાં ઈડાની લારી ચલાવતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગઈ તા.27 જુલાઇના રોજ ઘાંચીવાડના અરબાઝ દોઢીયાને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. જેમાં સપ્લાયર તરીકે હનીફનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરી હતી આખરે આજે તેને પણ કાળીપાટ ગામના પાટીયા પાસેથી હથિયાર સાથે ઝડપી લીધો હતો. તેના વિરુદ્ધ આ અગાઉ ભક્તિનગર અને જસદણ પોલીસ મથકમાં દારૂ સહિતના બે ગુના નોંધાઈ ચુક્યા છે. બંને હથિયારો કોંની પાસેથી લઈ આવ્યો હતો તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

બેંક કર્મચારીની ઓળખ આપી મહિલા સાથે 1.01 લાખની ઠગાઈ : કૂપન મોકલ્યા બાદ પાસવર્ડ નાખી પેમેન્ટ કરાવ્યું : પોલીસ ફરિયાદ

મહિલાને ગઠિયાએ ફોન કરી પોતે બેંક કર્મચારી હોવાની ઓળખ આપી હતી. મહિલાના એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા જમા થયા હોવાનું કહી શખ્સે ગૂગલ-પે એપ્લિકેશન પર રૂ.3599નું કૂપન મોકલ્યું હતું. કૂપનમાં પાસવર્ડ નાખી પેમેન્ટ કરવાનું કહેતાં મહિલાએ વિશ્વાસમાં આવી પ્રક્રિયા કરતાં તેના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ 9 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.1,00,779 ઉપડી ગયા હતા. આ મામલે મેટોડા પોલીસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. લોધિકામાં રહેતી છાયાબેન બળદેવભાઈ કણઝારિયા ઉ.24ને ગત તા.15 સપ્ટેમ્બરે સવારે 11:37 વાગ્યાના અરસામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે બેંક કર્મચારી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ છાયાબેનના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયાના વ્યાજ મળ્યા હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ ત્યારબાદ છાયાબેનના ગૂગલ-પે એપ્લિકેશન પર રૂ.3599નું કૂપન મોકલ્યું હતું. કૂપનમાં પાસવર્ડ નાખીને પે કરવાનું જણાવતાં મહિલાએ ગઠિયાએ કહેલી પ્રક્રિયા મુજબ પેમેન્ટ કર્યું હતું. જોકે ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટમાંથી એક પછી એક ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા હતા. થોડી જ વારમાં અલગ-અલગ કુલ 9 ટ્રાન્ઝેક્શન મારફતે મહિલાના એકાઉન્ટમાંથી રૂ.1,00,779 ઉપડી ગયા હતા. પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં મહિલાએ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

કાગદડી પાસે ટ્રકની ઠોકરે વાછકપરના માલધારી યુવાનનું મોત : કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી : પરિવારમાં કલ્પાંત

રાજકોટની ભાગોળે આવેલ કાગદડી નજીક પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક માલધારી યુવકનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી અને અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. રાજકોટ તાલુકાના વાછકપર બેડી ગામે રહેતો અશોક બુટાભાઈ ફાંગલીયા ઉ.21 નામનો યુવક ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી બાઈક લઈને કાગડદી ચોકડી નજીક ચા પીવા જતો હતો. ત્યારે કાગદડી પાટિયા પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો અને ટ્રકના તોતિંગ વહીલ યુવક પર ફરી વળ્યાં હતાં અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. જો કે યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દિધો હતો બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મૃતક યુવક પશુપાલનનો વ્યવસાય કરતો હતો અને ચાર ભાઇમાં ત્રીજા નંબરનો હતો. અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગનો પ્રથમ દરોડો : જસદણમાં સીટ કવરની દુકાનમાંથી 692 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત : મૂળ બાબરાના શખ્સની ધરપકડ : અગાઉ છ ગુનામાં પકડાઈ ચુક્યો છે

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ જે એચ ખાચરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડને મળેલી બાતમી આધારે જસદણમાં ખાનપર રોડ પર આવેલી ડિલકસ સીટ કવર નામની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા રૂપિયા 34,600નો 692 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂપિયા 39,600 નો મુદ્દામાલ કબજે કરી ધંધાર્થી અફઝલ હનીફભાઈ સોલંકી ઉ.25 વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે મૂળ બાબરાના હાલ જસદણમાં રહેતા શખસની પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો તેને જસદણના વડલાવાડીમાં રહેતા મનોજ ઉર્ફે જોન મહેશભાઈ જેઠવાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ બંને શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી માદક પદાર્થની સપ્લાય કરનાર મનોજ ઉર્ફે જોનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે ગાંજા સાથે ઝડપાયેલા અફઝલ સોલંકી સામે અગાઉ બાબરામાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે મનોજ ઉર્ફે જોન સામે જસદણ, ભાડલા અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં દારૂ- જુગાર સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
Next Article સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?