હળવદ પંથકની એક પરિણીતા સાથે મિત્રતા કેળવી તેની સાથે પડાવેલા ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરતા મોરબીના વિધર્મી શખ્સ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.-આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદની એક પરિણીતા સાથે મોરબીનાં ફારુક સિપાઈ નામના શખ્સે મિત્રતા કેળવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને પરિણીતાના બિભત્સ ફોટો પાડીને તે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી જેથી આ બનાવ અંગે મોરબીનાં ફારુક સિપાઈ નામના શખ્સ વિરૂદ્ધ ભોગ બનનાર પરિણીતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરીયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હળવદની પરિણીતાને ફસાવીને મોરબીનાં વિધર્મી શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું

You Might Also Like
Follow US
Find US on Social Medias