ફિલ્મ ડિરેકટર પાન નલિનને ફેસ્ટિવલનું સર્વોચ્ચ સન્માન, શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ‘સ્નો લેપર્ડ’ ઈનામ જાહેર કરવામાં આવ્યું
- ઓસ્કારમાં નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ 25 નવેમ્બરથી OTT પર
સમગ્ર દેશ અને દુનિયામાં વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ દુનિયાના એક પછી એક ફિલ્મ ફેસ્ટીવલ્સમાં એવોર્ડ મેળવીને અનોખો રેકોર્ડ સર્જી રહી છે. ભારત તરફથી 95માં ઓસ્કાર એવોર્ડ માટે ઓફિશીયલ એન્ટ્રી બનેલી આ ફિલ્મે લોસ એન્જલસમાં યોજાયેલા એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલની 8મી આવૃતિમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે.
- Advertisement -
દેશ-વિદેશની અનેક ફિલ્મ વધુ ડિરેકટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ફેસ્ટીવલનું સર્વોચ્ચ સન્માન ‘સ્નો લેપર્ડ’ એનાયત કરવામાં આવ્યું હતું. પાન નલિન અને પ્રોડયુસર ધીર મોમાયાને ફેસ્ટીવલમાં ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધા હતા.એવોર્ડ સ્વીકારતાં પાન નલિને કહ્યું હતું કે, આ એવોર્ડ અમારી ફિલ્મ માટે ખૂબ સન્માનની વાત છે.
અમે એકાંતમાં જે કંઈ કર્યું તે વિશ્વભરમાં ગુંજયું છે. ‘લાસ્ટ ફિલ્મ શો’ ફકત મનોરંજન માટે નથી. દરેકમાં રહેલા બાળકને બહાર લાવવાનો પ્રયાસ છે. અમારી ફિલ્મ એક અર્ધ-આત્મકથાત્મક વાર્તા છે. એશિયન દર્શકોના હૃદયમાં આ ફિલ્મે નવું ઘર શોધી લીધું છે. 20 જાન્યુઆરી 2023એ અમારી ફિલ્મ જાપાનમાં રિલીઝ થઈ રહી છે અને તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ, ફિલ્મ દક્ષિણ કોરિયામાં પણ રિલીઝ થશે. ફિલ્મને સન્માનીત કરવા બદલ અમે સૌ અનુભવી-પ્રતિષ્ઠિત જયુરીના આભારી છીએ.
- Advertisement -
નિર્માતા ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, આ પુરસ્કાર યોગ્ય સમયે મળ્યો છે. અમે અત્યારે 95મા ઓસ્કાર એવોર્ડ માટે સ્ક્રીનીંગની તૈયારીમાં વ્યસ્ત છીએ. સતત વધી રહેલા મનોરંજન જગતના વ્યાપ વચ્ચે એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલને હોલીવુડના કેન્દ્રમાં રાખવો એ ખરેખર એક ઉત્તમ સિદ્ધિ છે.
‘લાસ્ટ ફિલ્મ શો’ આગામી 2 ડિસેમ્બરના રોજ અમેરિકન થીયેટર્સમાં પણ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, ગ્લોબલ ઓડિયન્સ આ ફિલ્મને 25 નવેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસ પર પણ માણી શકશે. ‘લાસ્ટ ફિલ્મ શો’ માં સિનેમા અને થિએટરની દુનિયા પ્રત્યે એક બાળકની ઉત્સુકતા અને પ્રેમને રજૂ કરતી સુંદર વાર્તા દુનિયાભરના લોકો વખાણી ચૂકયા છે. ભારતમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ 14 ઓકટોબરના રોજ રિલીઝ થઈ હતી અને રિલીઝ પહેલાં જ આ ફિલ્મે વિશ્વના અનેક ખ્યાતનામ એવોર્ડ પોતાના નામે કર્યા હતા.