ઈ-કોમર્સ કંપનીઓ હોટલ અને ટ્રાવેલ્સ બુકીંગ પ્લેટફોર્મ પર ફેક અને પેઈડ રીવ્યુ પર અંકુશ લગાવવા સરકારે સોમવારે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન 25 નવેમ્બરથી લાગુ પડશે. ગાઈડલાઈન અંતર્ગત આ ઓનલાઈન પ્લેટફોર્મએ જણાવવુ પડશે કે તેમની પ્રોડકટ અથવા સર્વિસને સ્ટાર રેટીંગ મળી છે તેનો આધાર શું છે? કંપનીઓએ એ પણ જણાવવું પડશે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે રિવ્યુ લખવામાં આવ્યા છે તેના માટે તેઓ પૈસા તો નથી આવ્યાને, સરકારે આવા રિવ્યુ જાહેર કરવા પર રોક લગાવી દીધી છે.

શરૂઆતમાં આ ગાઈડલાઈન સ્વૈચ્છીક રહેશે. પરંતુ જો આ નિયમનુ પાલન નહી થાય તો આ ગાઈડલાઈનને ફરજીયાત બનાવવામાં આવશે. ઈ-કોમર્સ કંપનીઓ અને હોટલ/ટ્રાવેલ્સ બુકીંગ પ્લેટફોર્મ એ પોતાના પેઈડ રીવ્યુ પર કોઈ માર્ક અથવા નિશાન લગાવવુ પડશે. જેથી કન્ઝયુમરને ખબર પડે કે આ રિવ્યુ પૈસા આપીને લખાવાયુ છે. પેઈડ રિવ્યુ લખનારની સમગ્ર જાણકારી પણ આપવી પડશે.

ઓનલાઈન પ્લેટફોર્મ કોઈ પણ ઉપભોકતાના રિવ્યુથી છેડછાડ નહી કરી શકે. આ ઉપરાંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પર બેન લગાવી દેવામાં આવશે તેમજ અન્ય બીજી કંપનીઓ માટે નેગેટીવ રિવ્યુ કરશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ગાઈડલાઈન લાગુ થયા બાદ 15 દિવસ સુધી તપાસ કરવામાં આવશે કે આ નિયમોનું કડક પાલન થાય છે કે નહી જો આ નિયમોનુ પાલન નહી થાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.