By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    1 hour ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    1 hour ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    3 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    1 day ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 day ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય ઉદ્યોગના પિતા, રાષ્ટ્રનિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન વિભૂતિ જમશેદ ટાટા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ભારતીય ઉદ્યોગના પિતા, રાષ્ટ્રનિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન વિભૂતિ જમશેદ ટાટા
AuthorHemadri Acharya Dave

ભારતીય ઉદ્યોગના પિતા, રાષ્ટ્રનિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન વિભૂતિ જમશેદ ટાટા

Khaskhabar Editor
Last updated: 2024/03/04 at 6:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE
  • તારીખ 3 માર્ચ એટલે જમશેદજી ટાટાનો જન્મદિવસ

દેશના પ્રતિષ્ઠિત અને આદરણીય ઔદ્યોગિક ગૃહ ટાટા ઇન્ડસ્ટ્રીઝને વિશ્ર્વના ઔદ્યોગિક નકશા પર મહત્વપૂર્ણ સ્થાન અપાવવામાં અભૂતપૂર્વ યોગદાન આપનાર ટાટા પરિવારના વ્યક્તિત્વોમાં જમશેદજી ટાટાનું યોગદાન અજોડ છે. 3 માર્ચ, 1839ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર નવસારીમાં જન્મેલા જમશેદજી ટાટા પારસી પૂજારી પરિવારના વડા નુસેરવાનજી ટાટાના પ્રથમ સંતાન અને એકમાત્ર પુત્ર હતા. નુસેરવાનજી પારિવારિક પરંપરા મુજબ પૂજારી હતા પરંતુ તેમના પુત્ર જમશેદજી આ પરંપરાને નકારીને ઉદ્યોગ તરફ વળ્યા.
મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રીન સ્કોલર (હાલની સ્નાતકની ડિગ્રી) થયા પછી, જમશેદજી તેમના પિતાની નાની કંપનીમાં જોડાયા. તે સમયે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. તે સમયે, બ્રિટિશ કંપનીના હાથે ભારતીયો પર જુલમનું ચક્ર શરૂૂ થયું હતું અને દેશભરમાં ભીષણ ગરીબી વ્યાપી ગઈ હતી. આ બધાની તેમના સંવેદનશીલ માનસ પર ઊંડી અસર પડી.

તેઓ સ્વાભાવિક રીતે જ ઉદ્યોગ વિશે ઊંડી સમજ ધરાવતા હતા અને તેમનામાં જે દેશભક્તિ પ્રસ્થાપિત થઈ હતી, તેણે તેમને સામાન્ય માનવીના કલ્યાણ તરફ પ્રેરિત કર્યા હતા. તેઓ માનતા હતા કે તેમના વ્યવસાયનું ફળ સામાન્ય માણસ સુધી પહોંચવું જોઈએ અને રાષ્ટ્રની પ્રગતિની દિશા નક્કી કરતું હોવું જોઈએ.

- Advertisement -

ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં જમશેદજીના પ્રદાનનું અસાધારણ મહત્વ છે. તેમણે એવા સમયે ભારતીય ઔદ્યોગિક વિકાસનો માર્ગ મોકળો કર્યો જ્યારે માત્ર યુરોપિયનો, ખાસ કરીને બ્રિટિશરો જ તે દિશામાં નિપુણ ગણાતા હતા. 1868માં 29 વર્ષની ઉંમરે, તેમણે એક નવી ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી, જે પાછળથી ટાટા ગ્રૂપ બની. ઈંગ્લેન્ડની તેમની પ્રથમ યાત્રા પરથી પાછા ફર્યા બાદ, તેમણે ચિંચપોકલી ખાતેની એક ઓઈલ મિલને સ્પિનિંગ-વીવિંગ મિલમાં રૂૂપાંતરિત કરીને તેમના ઔદ્યોગિક જીવનની શરૂૂઆત કરી. પરંતુ તેની સફળતાથી તેને સંપૂર્ણ સંતોષ ન મળ્યો. ફરી ઈંગ્લેન્ડ પ્રવાસ કર્યો. ત્યાં તેણે લેન્કેશાયરમાં બારીક કાપડની ઉત્પાદન પદ્ધતિ અને તેના માટે યોગ્ય વાતાવરણનો અભ્યાસ કર્યો અને 1877માં તેમણે નાગપુરમાં બીજી કોટન મિલની સ્થાપના કરી જેને રાણી વિક્ટોરિયાના નામ પરથી “એમ્પ્રેસ મિલ” નામ આપ્યું. આ મીલ માટે તેમણે પાણી અને કપાસ સરળતાથી પ્રાપ્ય બને એ માટે નાગપુર પસંદ કર્યું અને ત્યાં એરકન્ડિશન્ડ કોટન મિલો સ્થાપી. આ રીતે લેન્કેશાયરની આબોહવા કૃત્રિમ માધ્યમથી નાગપુરની મિલોમાં ઉત્પન્ન કરવામાં આવી હતી. બાદમાં તેમણે કુર્લા (કુર્લા) અને બોમ્બેમાં કેટલીક અન્ય કપાસની મિલોની સ્થાપના કરી.
ઔદ્યોગિક વિકાસના કામમાં જમશેદજી આટલેથી ન અટક્યા પણ દેશમાં સફળ ઔદ્યોગિકીકરણ માટે, તેમણે સ્ટીલ ફેક્ટરીઓ સ્થાપવાની એક મહત્વપૂર્ણ યોજના બનાવી. તે માટે તેમણે લોખંડની ખાણોની સાથે કોલસા અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તેવા સ્થળોની શોધ કરી. અને અંતે બિહારના જંગલોમાં સિંહભૂમિ જિલ્લામાં તે સ્થળ (સ્ટીલના દૃષ્ટિકોણથી ખૂબ જ યોગ્ય) મળ્યું.

જમશેદ ટાટા એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા, તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માંગતા હતા

જમશેદ ટાટા એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માંગતા હતા. અને એ માટે તેમણે ચાર ડ્રિમ પ્રોજેકટ વિચાર્યા હતાં. પરંતુ જમશેદજી તેમની જીવનકાળમાં માત્ર એક જ સપનું પૂરું કરી શક્યા. જમશેદ ટાટાના બાકીના ત્રણ સપના તેમના પુત્ર અને પૌત્રે પૂરા કર્યા.

- Advertisement -

તાજમહેલ પ્રોજેકટ 1903માં પૂર્ણ થયો હતો અને તે બોમ્બેમાં વીજળી ધરાવતી પ્રથમ ઇમારત હતી, હોટેલમાં અમેરિકન પંખા, જર્મન એલિવેટર્સ, ટર્કિશ બાથ અને અંગ્રેજી બટલર્સ હતા

– પહેલું, ઉદ્યોગો માટે જરુરી એવા સ્ટીલ-મેટલ. ભારતમાં સ્ટીલના કારખાના ઊભા કરવા
– ભારતના ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂૂપ વ્યવસ્થા, વાહનવ્યવહારના સાધન બસ અને ટ્રકનું ઉત્પાદન કરવું
– મહારાષ્ટ્રનાં પશ્ર્ચિમ ઘાટના તીવ્ર વેગવાળા ધોધમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો એક વિશાળ ઉદ્યોગ જેનો શિલાન્યાસ 8 ફેબ્રુઆરી 1911ના રોજ લનોલી ખાતે રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેનાથી બોમ્બેની વીજળીની સમગ્ર જરૂૂરિયાતો પૂરી થવા લાગી!
– હોટેલ બનાવવાનું સપનું. એકવાર જ્યારે જમશેદ ટાટા વિદેશ ગયા હતા ત્યારે તેમને હોટલમાં રહેવા દેવામાં આવ્યા ન હતા. કારણ જમશેદજી ટાટા ભારતીય અશ્ર્વેત વ્યક્તિ હતા અને હોટેલ અંગ્રેજ ગોરાઓની હતી. આ વાત તેમને હળહળતા અપમાન જેવી લાગી. તેથી 12 દિવસના વિદેશરોકાણ બાદ ભારત પરત થયાં કે તરત તેમણે ભારતીયોના અપમાનનાં જવાબ રુપે, ભારતીયો માટે એવી જ એક આલીશાન હોટેલ બનાવવાનું નક્કી કર્યું. જમશેદજી ટાટાએ પ્રવાસીઓની સુવિધા માટે બોમ્બેમાં ફાઈવસ્ટાર તાજમહેલ હોટેલનું નિર્માણ કર્યું, જે સમગ્ર એશિયામાં આ શૈલીની એકમાત્ર હોટેલ છે. તાજમહેલ પ્રોજેકટ 1903 માં પૂર્ણ થયો હતો અને તે બોમ્બેમાં વીજળી ધરાવતી પ્રથમ ઇમારત હતી. હોટેલમાં અમેરિકન પંખા, જર્મન એલિવેટર્સ, ટર્કિશ બાથ અને અંગ્રેજી બટલર્સ હતા.
– જમશેદજી ટાટાનું જીવન ભારતીય ઉદ્યોગના નિર્માણ માટે સમર્પિત હતું, પરંતુ તેમના ઓછા જાણીતા દેશભક્તિના પ્રયાસોમાં સ્વદેશી ચળવળ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાના પ્રયાસમાં સક્રિયપણું અને ભારતીય સાહસને લડવાની તક મળે તે સુનિશ્ર્ચિત કરવાના તેમના પ્રયાસોનો સમાવેશ થાય છે.
– કોંગ્રેસ તરફ તેમનો ઝુકાવ હતો પણ તેઓ રાજનીતિમાં બહુ ઊંડો રસ લઈને રચ્યાપચ્યા ન રહેતા. એમનો દેશપ્રેમ રાજનીતિમાં જઇ પ્રદર્શન કરવાનો મોહતાજ ન હતો પરંતુ તેમણે તેમની કંપનીને સાચી સ્વદેશી ચળવળના વિકાસ સાથે જોડવાનું નક્કી કર્યું.
– દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ તેઓ માનતા હતા કે રાજકીય ભાષણો અથવા આંદોલનથી નહીં પણ તે સ્વદેશી ઉદ્યોગોના નિર્માણ અને પુનરુત્થાન દ્વારા ભારતની વધુ સારી સેવા કરી શકશે. તેમનું માનવું હતું કે સ્વ-શાસનની વિભાવના સાકાર કરવાં, ભારતની ઔદ્યોગિક પ્રગતિ આવશ્ર્યક છે.

એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, સર જમશેદજી ઉદાર મનના વ્યક્તિ હતા

ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે 1892માં જેએન ટાટા એન્ડોમેન્ટની સ્થાપના કરી હતી

1905માં ભારતની સ્વદેશી ચળવળ શરૂૂ થઈ તેના ઘણા સમય પહેલા, જમશેદજી ટાટા ’ભારતીય માટેના ભારત’ની પરિકલ્પનાના માર્ગે પોતાની રીતે આગળ વધેલા હતાં. 1880 ના દાયકા સુધીમાં, રાજકીય જાગૃતિ ફેલાઈ રહી હતી, કારણ કે બૌદ્ધિકોને સમજાતું હતું કે ત્યાનો માલ ખરીદીને આ તો ભારતની સંપત્તિ ઈંગ્લેન્ડ મોકલવામાં આવી રહી છે. જેના કારણે ભારતીય માલસામાનને સમર્થન આપવું જરૂૂરી બન્યું. 1900ના દાયકાના પ્રારંભમાં, સ્વદેશી ચળવળના મૂળમાં, એવું માનવામાં આવતું હતું કે ભારતના સંસાધનો અને ઉદ્યોગોનો વિકાસ ભારતીયોએ જાતે કરવો જોઈએ. જમશેદજીએ સ્વદેશી ચળવળની શરૂૂઆતને ચિહ્નિત કરવા માટે તેમની મિલોનું પુન: નામકરણ સ્વદેશી મિલ્સ તરીકે કર્યું જેણે સ્વદેશી ચળવળના મૂળ જમાવવાનું શરુ કર્યું. ’સ્વદેશી’ રાજકીય સૂત્ર બન્યું એની પહેલા જમશેદજીએ તેમની એક મિલ માટે આ નામ અપનાવ્યું હતું. 1886માં, નિષ્ણાતોની સલાહ હોવા છતાં, તેમણે બીમાર ધરમસી મિલ્સ (તે સમયે બોમ્બે પ્રેસિડેન્સીમાં સૌથી મોટી) ખરીદી. સ્વદેશી ચળવળની શરૂૂઆત માટે તેમણે તેનું નામ સ્વદેશી મિલ્સ રાખ્યું. આ મિલો તેમના સૌથી મુશ્ર્કેલ પ્રોજેક્ટ્સમાંની એક સાબિત ન થાય એ માટે તેમાં આમૂલ ફેરફારોની જરૂૂર હતી. તેમણે જૂની મશીનરીને તોડી પાડી, પર્યાપ્ત લાઇટિંગ અને વેન્ટિલેશનની વ્યવસ્થા કરી અને ઉદ્યોગપતિ તરીકે જમશેદજીની વધતી પ્રતિષ્ઠામાં રોકાણ કરવા આતુર શેરધારકો પાસેથી સબ્સ્ક્રિપ્શન મેળવ્યા. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, સર જમશેદજી ઉદાર મનના વ્યક્તિ હતા. તેઓ ઔદ્યોગિક ક્રાંતિના શ્રાપથી વાકેફ હતા અને તેમના દેશવાસીઓને, ખાસ કરીને મિલ કામદારોને તેની ખરાબ અસરોથી બચાવવા માંગતા હતા. આ હેતુ માટે તેમણે મિલોની બાઉન્ડ્રી વોલની બહાર તેમના માટે પુસ્તકાલયો, બગીચાઓ (ઉદ્યાન) વગેરેની વ્યવસ્થા કરી તેમજ તેમને દવાઓ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડી. બ્રિટિશ ઉદ્યોગ ગૃહથી વિપરીત, જમશેદજી કામદારો સાથે માનવતા વાદી અભિગમ અપનાવ્યો. કામદારોના કામના કલાકો તેમજ પર્યાપ્ત વેતનદર મળે એ માટે હંમેશા જાગૃત રહેતાં.

તેમણે ઘણી માનવતાવાદી અને સેવાભાવી સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે 1892માં જેએન ટાટા એન્ડોમેન્ટની સ્થાપના કરી હતી. આ સંસ્થાની સ્થાપનાનું પરિણામ એ આવ્યું કે દર વર્ષે ચુનંદા ભારતીય સિવિલ સર્વિસમાં જોડાતા પાંચ ભારતીયોમાંથી બે ટાટા સ્કોલર હોય. જમશેદપુર શહેરની સ્થાપનાનો શ્રેય તેમને જાય છે. તેઓ ફિરોઝશાહ મહેતા અને દાદાભાઈ નૌરોજી જેવા રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી નેતાઓ સાથે સંબંધ ધરાવતા હતા. આર્થિક સ્વતંત્રતાને રાજકીય સ્વતંત્રતાનો આધાર માનતા હતા. તેમના અસાધારણ સ્વપ્નદ્રષ્ટા વિકાસલક્ષી કાર્યો માટે પંડિત જવાહરલાલ નેહરુએ તેમને ’વન મેન પ્લાનિંગ કમિશન’ તરીકે ઓળખાવ્યા હતા. આ મહાન દેશભક્ત અને અગ્રણી ઉદ્યોગપતિએ 1904માં જર્મનીમાં અંતિમ શ્ર્વાસ લીધા. આયર્ન-સ્ટીલ કંપનીઝ, વિશ્ર્વ-સ્તરની શૈક્ષણિક સંસ્થા, ભારતમાં પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ… ટાટા જૂથના સ્થાપક- જમશેદજી નુસેરવાનજી ટાટા – એક અસાધારણ સ્વપ્નદ્રષ્ટા, સાહસિક, પરોપકારી ઉદ્યોગપતિ હતા જેમણે સફળ બિઝનેસ સમૂહને આકાર આપ્યો. ભારતને અન્ય ઔદ્યોગિક રાષ્ટ્રોની સમકક્ષ લાવવામાં મદદ કરીને રાષ્ટ્રનિર્માણમાં ખૂબ પાયાનું કામ કર્યું. જમશેદજી ટાટાને રાષ્ટ્ર ‘છેલ્લી સદીના મહાન પરોપકારી વ્યક્તિત્વ’ તરીકે યાદ કરે છે. ((જમશેદજીના આ સંસ્કારને આજે પણ ટાટા ગૃપના તેમના અનુગામીઓ બરાબર અનુસરે છે. ભારતમાં જ્યારે પણ સંકટ આવે છે ત્યારે ટાટા ગૃપ્સ ઓફ કંપનિઝ હમેશા મદદ માટે આગળ આવે છે.)) ઉદ્યોગના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે, તેમને “ભારતીય ઉદ્યોગના પિતા” કહેવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં તેઓ ભારતના રાષ્ટ્રનિર્માણના ઘડવૈયા છે કે ખેતીપ્રધાન એવા ભારતને એમણે ઔદ્યોગિક વિકાસ શું છે એ સમજાવ્યું. આજની આપણી આ પ્રગતિ અને વિકાસનો શ્રેય જમશેદજીને જાય છે એમ કહેવું જરાય ખોટું નથી.

You Might Also Like

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

TAGGED: Jamshedtata, NATION, tata, Vibhuti
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શિવ રથયાત્રાનું ભવ્ય આયોજન
Next Article હાડ થીજવતો કાતિલ ઠંડો પવન ફૂંકાયો, ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?