સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
ઘટનાઓ હંમેશાં તમારી ઈચ્છા પ્રમાણે નહીં બને, પરંતુ એ ઘટનાઓ સામે તમે કેવો અભિગમ રાખો છો તે પસંદ કરવાની શક્તિ તમારી પાસે છે…
- Advertisement -
પ્રસ્થાનઃ Cast a cold eye On life, on death, Horseman, pass by. – W. B. Yeats
ત્રણ લીટીઓ આયરિશ કવિ આ વિલિયમ બટલર યીટ્સની કબર પર કોતરવામાં આવી છે. પહેલી નજરે આ પંક્તિ અત્યંત સાદી લાગે, પરંતુ તેના ગર્ભમાં જીવન અને મૃત્યુ વિશેનું એક ગહન દાર્શનિક ચિંતન સમાયેલું છે. ‘Cast a cold eye’ એટલે જીવનને એક નિર્લેપ અને તટસ્થ દૃષ્ટિથી જોવું. જીવનમાં સુખ આવે ત્યારે અતિશય હરખાઈ ન જવું અને દુઃખ આવે ત્યારે હતાશ થઈને તૂટી ન પડવું. સુખ અને દુઃખ બંનેને જીવનના સ્વાભાવિક અનુભવો તરીકે સ્વીકારવા. તેવી જ રીતે જીવન અને મૃત્યુને પણ અસ્તિત્વનાં બે અનિવાર્ય સત્યો તરીકે જોવાં મને આ પંક્તિઓમાં ભારતીય દર્શનના ‘સ્થિતપ્રજ્ઞતા’ના સિદ્ધાંતની ઝાંખી જોવા મળે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું લક્ષણ સમજાવતાં કહે છેઃ
“દુઃખેષ્વનુદ્ધિગ્રમનાઃ સુખેષુ વિગતસ્પૃહમ’
અર્થાત્ દુઃખમાં જેનું મન વિચલિત થતું નથી અને સુખમાં જેની આસક્તિ રહેતી નથી, તે સ્થિતપ્રજ્ઞ છે.
સ્થિતપ્રજ્ઞ હોવું એટલે લાગણીઓથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવું નહીં, પરંતુ લાગણીઓના પ્રવાહમાં તણાઈ ન જવું. સુખનો અતિરેક ન કરવો કે દુઃખને પોતાના અસ્તિત્વ પર હાવી થવા ન દેવું. જીવનની દરેક પરિસ્થિતિને સ્વસ્થ ચિત્તે સ્વીકારવી અને પોતાના માર્ગે આગળ વધતા રહેવું.
યીટ્સની છેલ્લી પંક્તિ ‘Horseman, pass by’ પણ આ જ વિચારને એક વિશિષ્ટ પરિમાણ આપે છે. જાણે કવિ કોઈ પસાર થતા ઘોડેસવારને કહી રહ્યા હોય કે જીવન અને મૃત્યુ વિશેની મારી આ નિર્લેપ દૃષ્ટિને જોઈને તું પણ તારા માર્ગે આગળ વધ. જીવન કોઈ એક વ્યક્તિ પાસે અટકી રહેતું નથી. સમય વહેતો રહે છે, પેઢીઓ બદલાતી રહે છે અને એક દિવસ દરેકની યાત્રા પૂર્ણ થાય છે.
આ પંક્તિઓનો અર્થ માત્ર સુખ અને દુઃખને સમાન ભાવે જોવાનો નથી, પરંતુ જીવન અને મૃત્યુ જેવી પરમ હકીકતોને પણ નિર્વિકાર દૃષ્ટિએ સ્વીકારવાનો છે.
કદાચ જીવન જીવવાની પરિપક્વતા પણ આ જ છે : સુખમાં પોતાની જાતને ગુમાવવી નહીં, દુઃખમાં પોતાની જાતને ભૂલવી નહીં અને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ પોતાની યાત્રા ચાલુ રાખવી.
જીવનને માણવું, મૃત્યુને સ્વીકારવું અને બંનેની વચ્ચે આસક્તિ વિના જીવતા શીખવું – કદાચ આ જ સ્થિતપ્રજ્ઞતાનો સાર છે.
ફિલ્મ હમ દોનો (૧૯૬૧)નું ગીત मैं ज़िंदगी का साथ निभाता चला गया આ પણ કંઈક આવો જ જીવનદર્શન રજૂ કરે છે.
સાહિર લુધિયાનવીના શબ્દો અને જયદેવનું સંગીત ધરાવતું આ ગીત જીવન પ્રત્યેની એક અનોખી ફિલસૂફી વ્યક્ત કરે છે.
ખાસ કરીને આ પંક્તિઓઃ
बरबादियों का शोक मनाना फ़िज़ूल था, बरबादियों का जश्न मनाता चला गया।
- Advertisement -
આમાં એક એવો જીવનદૃષ્ટિકોણ છે જેમાં વ્યક્તિ જીવનની ઘટનાઓને અતિશય ગંભીરતાથી વળગી રહેવાને બદલે સ્વીકારીને આગળ વધે છે.
Yeatsની પંક્તિઓ અને આ ગીત વચ્ચે એક સુંદર સામ્ય છેઃ
Yeats કહે છે: જીવન અને મૃત્યુને નિર્લેપ દૃષ્ટિએ જુઓ.
સાહિર કહે છેઃ જીવન જે રીતે ચાલે છે, તેની સાથે તાલ મિલાવીને ચાલતા રહો.
ભગવદ્ ગીતા કહે છેઃ સુખ અને દુઃખમાં સમત્વ જાળવો.
-ત્રણેય અભિવ્યક્તિઓનો કેન્દ્રીય વિચાર જાણે એક જ છે જીવનની ઘટનાઓ આપણા નિયંત્રણમાં ન હોય, પરંતુ એ ઘટનાઓ પ્રત્યેનો આપણો અભિગમ આપણા હાથમાં હોય છે.
જીવન અને મૃત્યુને એક નિર્લેપ દૃષ્ટિએ જોવાની આ વાત સ્ટોઈક વિચારધારાની પણ યાદ અપાવે છે.
Cast a cold eye On life, on death, Horseman, pass by.
જીવન અને મૃત્યુને એક નિર્લેપ દૃષ્ટિએ જોવાની આ વાત સ્ટોઈક વિચારધારાની પણ યાદ અપાવે છે.
અને સાહિર લુધિયાનવીનું ગીતઃ
मैं ज़िंदगी का साथ निभाता चला गया।
આ ગીત પણ જાણે જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્વીકાર અને નિર્લેપતાની વાત કરે છે.
સ્ટોઈસિઝમનો સૌથી સુંદર સંદેશ
માર્કસ ઑરેલિયસના વિચારોનો એક સાર આ રીતે વ્યક્ત કરી શકાયઃ
ઘટનાઓ હંમેશાં તમારી ઇચ્છા પ્રમાણે નહીં બને, પરંતુ એ ઘટનાઓ સામે તમે કેવો અભિગમ રાખો છો તે પસંદ કરવાની શક્તિ તમારી પાસે છે.
Stoicism, ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞતા અને સાહિરનું ઃ થેઃ’ એક જ જીવનસત્યનાં જુદાં જુદાં અભિવ્યક્તિ સ્વરૂપો છે. જીવનને નિયંત્રિત કરવાનો આગ્રહ છોડીને જીવન સાથે તાલ મિલાવતાં શીખવું; સુખ આવે તો સ્વીકારવું, દુઃખ આવે તો તેનો સામનો કરવો અને બંને વચ્ચે પોતાની આંતરિક શાંતિ જાળવી રાખવી.
પૂર્ણાહુતિઃ તમારા જીવનની ખુશી તમારા વિચારોની ગુણવત્તા પર આધાર રાખે છે. માર્ક્સ ઓરેલિયસ



