By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    18 minutes ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    2 hours ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 week ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 week ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
    23 minutes ago
    ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
    28 minutes ago
    તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
    1 week ago
    દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
    1 week ago
    30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 weeks ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 week ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂલે વર્નની ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યા અગાઉ લખાયેલી સાહસિક નવલકથા ‘બરફનું રણ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જૂલે વર્નની ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યા અગાઉ લખાયેલી સાહસિક નવલકથા ‘બરફનું રણ’
Author

જૂલે વર્નની ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યા અગાઉ લખાયેલી સાહસિક નવલકથા ‘બરફનું રણ’

Khaskhabar Editor
Last updated: 2026/11/14 at 2:28 PM
Khaskhabar Editor 7 minutes ago
Share
5 Min Read
SHARE

પરેશ રાજગોર

‘બરફનું રણ’ પુસ્તકનો સાધના નાયક દેસાઈ દ્વારા કરાયેલો 59 પ્રકરણ અને 480 પાનાંનો સંપૂર્ણ અનુવાદ

- Advertisement -

ઓગણિસમી સદીમાં ઉત્તર ધ્રુવિય વર્તુળ માનવજાતથી સાવ અજાણ્યું હતું. માનવજાતે ઉત્તરધ્રુવ સુધી પહોંચવાના અનેક પ્રયત્નો કર્યા, અનેક સાહસિકોએ પોતાના જીવ ગુમાવ્યા પણ કોઈને સફળતા મળતી ન હતી. ઓગણિસમી સદીના છેલ્લા દાયકામાં રોબર્ટ પિયરી અને હેનસને પણ ધ્રુવ સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા. તેમણે 1909માં ઉત્તરધ્રુવ પર પહોંચવાનો દાવો કર્યો. તેને શરૂઆતમાં માની પણ લેવામાં આવ્યો. પણ પાછળથી એના દાવાનો પણ સંપૂર્ણ સ્વીકાર ન થયો. આખરે એલેક્ઝાન્ડર કુઝનેત્સોવે તેના સાથીઓ સાથે 1948માં સૌ પ્રથમ ઉત્તરધ્રુવ પર પગ મૂક્યો હોવાનું સ્વીકારાયું. આ એક સદીથી વધુના અથાગ પ્રયત્નોમાં કેટલાય સાહસિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આજે વાત કરવી છે એક એવી નવલકથાની જે ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યો એના 80-90 વર્ષ પહેલાં લખવામાં આવી હતી. જૂલે વર્ને 1864માં એડવેન્ચર ઓફ કેપ્ટન હેટેરસ નામે એક નવલકથા લખી હતી. આ કથાનો ગુજરાતી અનુવાદ બરફનું રણ નામે પ્રકાશિત થયો છે. આ કથા જૂલે વર્ને લખેલી કથાઓમાંથી સૌથી પ્રખ્યાત નવલકથાઓ પૈકીની એક છે. તેના બે અતિ સંક્ષિપ્ત અનુવાદો અગાઉ ગુજરાતીમાં ધ્રુવની સફરે અને બરફનું રણ નામે થયા હતા. જેમાં ધ્રુવની સફરેનો અનુવાદ તો વિજયગુપ્ત મૌર્ય જેવા સિધ્ધહસ્ત લેખકે કર્યો હતો. જેની નકલ હાલ અપ્રાપ્ય છે. જ્યારે બીજો અનુવાદ બરફનું રણ નામે થયો હતો જે મૂળ પુસ્તકના માત્ર બીજા ભાગનો સંક્ષિપ્ત અનુવાદ હતો. ઘણા વર્ષો બાદ સાધના નાયક દેસાઈ એ આ પુસ્તકનો સંપૂર્ણ અનુવાદ ગુજરાતીમાં કર્યો છે. કદાચ આ ગુજરાતીમાં જૂલે વર્નનું પ્રકાશિત થયેલું સૌથી દળદાર પુસ્તક છે. કુલ બે ભાગ અને કુલ 59 પ્રકરણમાં ફેલાયેલું આ પુસ્તક 480 પાનાનું દળદાર કદ ધરાવે છે. આ વખતે પુસ્તકમાં મૂળ જૂલે વર્નની ફ્રેંચ આવૃતિમાંથી મૂળ ચિત્રો પણ સમાવવામાં આવ્યા છે. પુસ્તકનું કવર પણ ખૂબ જ આકર્ષક છે.
પુસ્તકની કથાની વાત કરીએ તો કથાનો મુખ્ય નાયક કેપ્ટન હેટરસ એક બ્રિટિશ સાહસિક છે. તે ઇચ્છે છે કે સૌ પ્રથમ બ્રિટિશ ધ્વજ જ ઉત્તરધ્રુવ પર લહેરાવો જોઇએ. આ માટે તે બે વખત પ્રયત્ન કરે છે, પણ બન્ને વખત તેને નિષ્ફળતા જ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે બન્ને પ્રયત્નો વખતે તે એક માત્ર જ આવા સાહસ પરથી જીવિત પાછો ફરે છે. તેના બધા સાથીઓ આ સાહસમાં માર્યા જાય છે. આમ, હવે તેના દ્વારા કોઇ નવું સાહસ ખેડવામાં આવે તો કોઇ તેની સાથે જોડાવા તૈયાર નથી. તેને શાપીત ગણવામાં આવે છે. આ સ્થિતિમાં એક પત્ર એક નાવિકને મળે છે અને તેને જરૂરી નાણાકીય સગવડ કરી આપવામાં આવે છે. આ પત્રમાં જણાવ્યા મુજબ તેણે નાવિકોની ભરતી કરી એક સાહસ પર નીકળવાનું છે. આ સફર માટે એક ખાસ જહાજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેની સગવડ પણ પત્ર મોકલાનારે જ કરી છે. સાથે એક કૂતરાને પણ જહાજ પર લેવાનો છે. ગ્રીનલેન્ડના એક બંદર સુધી પહોંચવાની માહિતી પત્રો દ્વારા જણાવવામાં આવે છે. અને આગળની સૂચનાઓ જે તે સમયે અપાતી રહેશે એવું જણાવવામાં આવે છે. આ સફરની સૂચના મુજબ શરૂઆત કરવામાં આવે છે. શું આ ભેદી સફરનો આયોજક કેપ્ટન હેટરસ છે? જરૂરી સમયે જહાજ પર કૂતરો જ પત્રો લાવી નવા આદેશો આપે છે. તો શું જહાજનો કેપ્ટન કૂતરો છે? કેપ્ટન હેટરસ ક્યારે આ જહાજ પર જોડાશે? દરિયાની વચ્ચે પત્રો ક્યાંથી આવે છે? આ બધું કથામાં એકદમ રહસ્યમય છે. તેઓ ઉત્તર ધ્રુવિય વિસ્તારમાં અનેક હાડમારીઓ વેઠી આગળ વધે છે. આગળ જતા એક અમેરિકી સાહસિક પણ આ જ વિસ્તારમાં ફસાયલો હોય છે. શું તે પણ ઉત્તરધ્રુવ પર પહોંચવા નિકળ્યો છે? શું પહેલા ઉત્તરધ્રુવ પર પહોંચવાનું અને બ્રિટિશ ધ્વજ લહેરાવાનું હેટરસનું સપનું પૂરું થશે? કે એ સપનું જ રહી જશે? કેવા જોખમોનો સામનો તે અને તેના સાથીઓ કરશે?
જૂલે વર્ને આ કથા લખી એ પહેલા પેરીના નામના સાહસિકે ઉત્તરધ્રુવ ખેડવા સાહસિક સફરો ખેડી હતી. તેમાં જ તેનું મૃત્યુ પણ થયું હતું. એ સિવાય ઉત્તરના જળમાર્ગો અને વિસ્તારો શોધવા ફ્રેન્કલિને પણ અનેક સાહસો ખેડયા હતા. આ બે સાહસિકોની સફરને આધારે જ જૂલે વર્ને આ ઉત્તરધ્રુવની સફરની કલ્પના કરતી નવલકથા લખી હતી. ત્યારના સંશોધકોના અનુમાન મુજબ ઉત્તર ધ્રુવિય સર્કલમાં વિશાળ દરિયો હોવો જોઇએ અને ઉત્તરધ્રુવ કોઈ વિશાળ જ્વાળામુખીય પર્વત પર જ હોવો જોઇએ એવી માન્યતા હતી. જૂલે વર્ને પણ એ જ માન્યતાને આધારે અનેક જીવ સટોસટના સાહસો ભરી સાહસકથા લખી છે જેનો સંપૂર્ણ અનુવાદ તેના લખાયાના લગભગ 170 વર્ષો પછી ગુજરાતીમાં આવી રહ્યો છે. જેને આ દિવાળી વેકેશનમાં બધા એ અચૂક વાંચવો રહ્યો.

You Might Also Like

કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …

ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!

જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા

ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોટલમાંથી જમીને નીકળેલા બે મિત્રોને ગાળો ભાંડી લુખ્ખાઓનો ધોકાથી હુમલો
Next Article કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
હોટલમાંથી જમીને નીકળેલા બે મિત્રોને ગાળો ભાંડી લુખ્ખાઓનો ધોકાથી હુમલો
અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
Author

શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
Authorમનીષ આચાર્ય

ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?