By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    18 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    16 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    16 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    16 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    16 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    16 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    18 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    16 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    16 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    17 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ
Author

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 4:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કાર્તિક મહેતા

ઘેર ઘેર એસીની જરૂર પડે એવો આકરો ઉનાળો જામવા લાગ્યો છે. ઉનાળો દર વર્ષે વધુને વધુ આકરો બનતો જાય છે. આ વાત માત્ર ભારત જ નહિ પણ યુરોપ અને અમેરિકા જેવા ઠંડા પ્રદેશો માટે પણ એટલી સાચી છે. માણસ જેમ પોતાની સુખાકારી માટે નવી નવી શોધો કરતો ગયો તેમ તેમ પ્રકૃતિને તે મોટાને મોટા ફટકા મારતો આવ્યો છે. આધુનિકીકરણ અને ઔદ્યોગિકરણ ને લીધે ભલે લોકોના જીવનધોરણ ઊંચા આવ્યા હોય, જીવનની ગુણવત્તા સરવાળે બગડી છે તે સત્ય છે. આજે વાત માંડવી છે માણસે પોતાના એક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મૂળ પ્રોબ્લેમ કરતા અનેક ગણો મોટો ભસ્માસુર પ્રોબ્લેમ ઊભો કરી દીધો એની. વાર્તા શરૂ થાય છે 1929ના શિકાગો(અમેરિકા)માં, જ્યાં લોકો તેમના ઘરોમાં રહસ્યમય રીતે મૃત્યુ પામતા હતા. આ મૃત્યુનું કારણ હતું તેમના રેફ્રિજરેટર્સમાં વપરાતું મિથાઈલ ક્લોરાઈડ, એક ઝેરી અને ગંધ વગરનો ગેસ, જે લીક થવા પર લોકોને ચૂપચાપ મારી નાખતો હતો. અન્ય રેફ્રિજરેટર્સમાં જ્વલનશીલ ગેસનો ઉપયોગ થતો, જેના લીકેજથી આગ લાગવાનું જોખમ હતું. 27 વર્ષીય રસાયણશાસ્ત્રી રોય જે. પ્લંકેટ આ કુલન્ટ ગેસનો વિકલ્પ શોધવા પ્રયાસ કરતો હતો.. એ દરમિયાન ટેટ્રાફ્લોરોઈથિલિન (ઝઋઊ) ગેસ સાથે પ્રયોગ કરતી વખતે એનાથી એક અણધારી “શોધ” થઈ ગઈ.. એક સવારે, જ્યારે તેના સહાયકે ઝઋઊનો સિલિન્ડર ખોલ્યો, તો ગેસ બહાર ન આવ્યો. સિલિન્ડરનું વજન સામાન્ય હતું, પરંતુ જ્યારે તેને કાપવામાં આવ્યું, તો તેમાં સફેદ, બારીક પાઉડર મળી આવ્યો. આ પાવડર પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (ઙઝઋઊ) હતો. આ પદાર્થ એટલો સ્થિર હતો કે તે પાણી, એસિડ, અથવા મજબૂત બેઝ સાથે પણ પ્રતિક્રિયા નહોતો આપતો. આ ગુણધર્મોને કારણે તેને અવિનાશી ગણવામાં આવ્યો. આ પદાર્થને 1944માં ટેફલોન નામ આપીને ટ્રેડમાર્ક કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ટેફલોનનો ઉપયોગ મેનહટન પ્રોજેક્ટમાં થયો, જ્યાં તેનો ઉપયોગ યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ જેવા કાટ લગાડનારા રસાયણો સામે ગાસ્કેટ અને પાઈપોમાં થયો. યુદ્ધ પછી, ટેફલોનનો વ્યાપારી ઉપયોગ શરૂ થયો. ટેફલોનનો ઉપયોગ કાર્પેટ, વોટરપ્રૂફ જેકેટ્સ, ગોર-ટેક્સ, મેડિકલ ઈમ્પ્લાન્ટ્સ, અને બુલેટ કોટિંગમાં પણ થયો. 1990ના દાયકા સુધીમાં, ટેફલોનનો વ્યવસાય વાર્ષિક એક બિલિયન ડોલરની આવક લાવતો હતો. પણ, ટેફલોનનું ઉત્પાદન સરળ નહોતું.એની માટે સી -8 તરીકે ઓળખવામાં આવતું એક રસાયણ વપરાતું હતું. આ રસાયણ ટેફલોન જેવું જ હતું, પરંતુ તેના એક છેડે એસિડ ગ્રૂપ હતું, જે તેને પાણીમાં દૃવ્ય બનાવતું હતું. સી -8 નો ઉપયોગ ટેફલોનને સ્પ્રે કોટિંગ તરીકે ઉપયોગમાં લેવા માટે કરવામાં આવ્યો હતો. આ રસાયણ થી અનેક ચીજો ઉપર એકદમ મજબૂત કોટીંગ કરવામાં આવતું. પણ આ રસાયણ ઝેરી હતું. 1961માં, વૈજ્ઞાનિકોએ ઉંદરો પર ઈ8 ના પરીક્ષણો કર્યા, જેમાં ઓછી માત્રામાં પણ યકૃતને નુકસાન અને ઊંચી માત્રામાં મૃત્યુ થયું. 1965માં, કૂતરાઓમાં પણ આવી જ અસરો જોવા મળી. 1980ના દાયકામાં, ઈ8 ના સંસર્ગમાં આવતા પાર્કર્સબર્ગ, વેસ્ટ વર્જિનિયાના પાણીના સ્ત્રોતો દૂષિત થયા. ખેડૂત અર્લ ટેનન્ટે નોંધ્યું કે તેના ઢોર ઝેરી પાણીથી મરી રહ્યા હતા, એક સંશોધકે સ્વ-ખર્ચે તપાસ કરીને જાણ્યું કે ઈ8 ઝેરી, સ્થિર અને બાયોએક્યુમ્યુલેટિવ છે, જે શરીરમાં દાયકાઓ સુધી રહે છે. 2005માં, 70,000 લોકોના સમુદાયના લોહીના નમૂનાઓના અભ્યાસમાં ઈ8 ને થાઈરોઈડ રોગ, ટેસ્ટિક્યુલર કેન્સર અને કિડની કેન્સર સાથે જોડવામાં આવ્યું. 2013માં, એક સ્વતંત્ર વૈજ્ઞાનિક પેનલે આ તારણોની પુષ્ટિ કરી.
શું છે આ ઈ-8 ??

- Advertisement -

યાદ રહે કે ટેફલોન પોતે હાનિકારક નથી પણ એને બનાવવા ઉપયોગમાં લેવાતું સી -8 હાનિકારક છે. ઈ8 એ ઙઋઅજ (પોલિફ્લોરોઆલ્કીલ પદાર્થો) નામના 14,000થી વધુ રસાયણોના પરિવારનો ભાગ છે, જેને ફોરેવર કેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણમાં દાયકાઓ સુધી રહે છે. આ રસાયણો ફાસ્ટ ફૂડ રેપર્સ, માઈક્રોવેવ પોપકોર્ન બેગ, વોટરપ્રૂફ કપડાં અને ફાયરફાઈટિંગ ફોમમાં વપરાય છે. આશ્ચર્યજનક રીતે, 98% અમેરિકનોના લોહીમાં ઙઋઅજ હાજર છે, અને તે એન્ટાર્કટિકા સહિત વિશ્વના દરેક ખૂણે મળી આવે છે. આ રસાયણો ઉચ્ચ કોલેસ્ટ્રોલ, નબળી રોગપ્રતિકારક શક્તિ, અને શિશુઓમાં વિકાસ સમસ્યાઓ માટે જવાબદાર સાબિત થયા છે. આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ અને આધુનિક જીવનશૈલી ઝડપથી વધી રહી છે, ઙઋઅજ જેવા રસાયણોનો ઉપયોગ નોન-સ્ટિક વાસણો, વોટરપ્રૂફ ઉત્પાદનો અને પેકેજિંગમાં સામાન્ય બની ગયો છે. આ રસાયણોની પર્યાવરણીય અને આરોગ્ય અસરો વિશે જાગૃતિનો અભાવ ચિંતાજનક છે. ભારતમાં જ્યારે આ બાબતે સંશોધન થયા ત્યારે ચેન્નાઇ જેવા અમુક વિસ્તારોમાં તો આ રસાયણ માતાઓના દૂધમાં પણ હાજરી ધરાવતું જણાયું. વિકસિત દેશોમાં આ બાબતે જાગૃતિ આવવા લાગી છે જેને કારણે લોકો ઙઋઅ રહિત ચીજો વાપરવાનો આગ્રહ રાખે છે, ઙઋઅ ફિલ્ટર કરી શકે એવા પાણી પ્યુરિફાયર પણ વિકસાવાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે આજે આ કેમિકલ દરેક , રીપિટ દરેક માણસના શરીરમાં ઘૂસી ગયું છે. એક સારી જીવનશૈલી અને પ્રકૃતિ લક્ષી વિકાસ એ જ આ ભસ્માસુર થી બચવાનો ઉપાય છે

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: Bhasmasura
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રીનકાર્ડ કોના માટે છે?
Next Article વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?