By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    5 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

શાળામાં વેકેશન પડે એ સમયે શરૂઆતમાં ઘેર ઘેર બાર મહીનાના ઘઉં ભરવાનું ચાલુ થાય અને પાસ પડોશની સ્ત્રીઓમાં એકબીજાને ઘેર ઘઉં વીણાવવા જવાનો દૌર ચાલે. ઘરકામ અને બપોરનું જમવાનું પતાવીને શેરીની સ્ત્રીઓ વારાફરતી એકબીજાને ઘેર ઘઉં વીણાવવા એકઠી થાય. વાત તો ઘઉં વિણવાની હોય પણ સહજીવનની એ મજા હતી કે વાતો કરતાં કરતા મજાક મશ્કરી ગીતો ગાતાં ગાતાં ગુણી બે ગુણી ઘઉં ક્યારે સાફ થઈ જાય ખબર પણ ન પડે. શેરીની સ્ત્રીઓ એટલે કે મમ્મીઓ સાથે અમે બાળગોપાલ કચ્ચર બચ્ચર પરચુરણ પણ ઘેર ઘેર ભેગા ફરતા હોઈએ. બહેનપણીઓ સાથે વધુ સમય રહી શકાય,રમી શકાય એની મોજ! સૌ સાથે સાથે કામ કરતાં આખીયે બપોર આનંદમાં વિતી જાય. વળી ગોળ-વરિયાળીના પાણી, લીંબુ શરબત, શેરડીના રસ, આઈસ્ક્રીમ, સોડા..વગેરે વગેરે આકર્ષણો પણ યજમાન ઘેર વારંવાર પીરસાતાં રહેતાં એ ખાવાપીવાની આનંદ કરતાંય વધુ ઉમળકો ને મજા ક્યારે મળશે એની પ્રતીક્ષામાં આવતી.એ સમયે આઈસ્ક્રીમ એક લકઝરી ગણાતો. એ બધું ત્યારે ખૂબ મૂલ્યવાન લાગતું કારણ એ મજા વસ્તુઓની નહીં, સાથે જીવાતા સહજીવનની હતી !

વેકેશનમાં મમ્મી પપ્પા વાંચવાના ચોપડાનો ઢગ ખડકી દે.. . સવાર સાંજ રાત…કાં તો રમતો ને કાં તો ચોપડીઓ….કોણ કયું પુસ્તક પહેલા વાંચશે એની ભાઈ બહેનમાં ઝપાઝપી થાય. ચોપડી પુરી ન થાય ત્યાં સુધી હાથમાંથી મુકવી ન ગમે..કમને ઉભા થવું પડે તો ય, બીજાના હાથમાં ન આવે એમ સંતાડીને મૂકીએ.

- Advertisement -

વળી લગભગ દરેકના ઘેર ફઈબા વેકેશન કરવા આવ્યા હોય એટલે શેરી તો સવાર સાંજ ધમધમતી રહેતી. મામા ફૈનાં નાની મોટી ઉંમરના ભાંડરડા સૌ સાથે મળીને મોજ લૂંટે. ઉનાળુ બપોરમાં બાળ મંડળી કોઈ એકના ઘેર એકઠી થાય. કેરમ, ઇષ્ટો… ખરા તડકે બપોરે ઘરની રમતો રમાતી હોય.સાથે સાથે કાચી કેરીમાં મીઠું-મરચું ભભરાવીને ખાવાની હોડ લાગે… કેરમ, ગંજીપત્તા, અંતકડી વગેરે વગેરે..ની મજા લઈએ. સાંપ સીડી, વેપાર, ચાઈનીઝ ચેકર અને સ્ક્રેબલ જેવી બોર્ડ ગેમ રમાતી. પણ આજે મળે છે એવી ઢગલાબંધ એટ્રેકટિવ બોર્ડ ગેમનો એ જમાનો નહોતો, છતાં મજા તો અનેરી હતી અને સાંજ પડે શેરીઓમાં સાતત્તાળી, સંતાકૂકડી, કુંડાળા ચિતરીને રમીએ, ઇંડાચોર, નારગોળ, દોરડા ફૂદવાના..મજજો જ મજજો…નર્યા થાકવાનું જ હોય છતાંય આનંદ અકબંધ. એવો કે અંધારું થવા લાગે તો જીવ બળતો ક હવે નહીં રમી શકાય!

એ જમાનો એસી કે કુલરનો ન હતો. આખા દિવસ તપી રહ્યા બાદ મોડીરાતે નીકળતો ઠંડો પવન ખાઈને જાતને ઠંડી કરવા આખી શેરી ખુરશી/ખાંટલા ઢાળી ઘર બહાર ઉમટી હોય.રાતના મોડે સુધી ફળિયા કે ડેલીઓ મમ્મીઓ પપ્પાઓ બેઠા હોય. બૈરાંઓમાં વાતુંનો રસ જામ્યો હોય અને અમે બાળકો બસ મોડી રાત સુધી રમત રમત… અમે બધા ભેગા થઈને થાપો, લાકડું લોઢું સાતત્તાલી … શેરીઓ ગજાવીએ… અને કુલ્ફી/ગોળાની મોજ .. રાતના અગિયાર વાગ્યા આસપાસ ’હરભોલે’ ગોલા સેન્ટરની રેકડી આવે અને અમે બાળકો એને ઘેરી વળીએ. હાસમભાઇની કુલ્ફી કે જેને અમે ગુલ્ફી જ કહેતા! આઈસ્ક્રીમ ખાવો એ તો એકદમ લક્ઝરી ગણાતી, ક્યારેક જ મળે! વળી, રમી રમીને થાક્યાં પાક્યા અગાશીએ સુવા જવામાંય અવસર લૂંટવાનો હોય!

પાસપડોશની અડીને આવેલી અગાસીઓમાં આવન જાવન, ધમાચકડી.. બધે ધમધમાટ હોય. હાંફતા થાકતા એવા તો લોથપોથ થયા હોય અને એમાં ખુલ્લી અગાશીએ સુવાનું મળે…તારા જોતા ને અલકમલકની વાતો કરવામાં તો જાણે અમીરસ ઘુંટાતો… અને સરી પડીએ નિંદ્રામાં! એવી ઊંઘ આવી જતી કે ગરમી કે ઉનાળાની શી મજાલ! મોડી રાતે એવી ઠંડી વળી જાય કે તેના સામે આજના એસીની મજા પાણી ભરે!

- Advertisement -

સામાન્ય રીતે ફઇબા વેકેશન કરીને જાય પછી આપણે મામાની ઘેર જવાનું હોય. એટલે બાળકોને તો મજા મજા… આખું વેકેશન પિતરાઈઓ સાથે રહેવા મળે, રમવા મળે, એમાં ભળે કેરીની મજા…!

વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ઉનાળું વેકેશન પડતાં જ બે-ત્રણ દાયકા પહેલાનો જમાનો યાદ આવી જાય

ઉપર કહ્યું તેમ,એ સમયે વેકેશનનો અર્થ હતો મામાનું ઘર. મામાનું ઘર એવી જગ્યા હતી કે જ્યાં જવા માટે આમંત્રણ કે ઔપચારિકતાની જરુર જ ન હોય. અલબત્ત, ક્યારે જશું, કેટલાં દિવસ રોકાઇશું, એની પણ કોઈ આગોતરી જાણ કરવી એ જમાનામાં જરૂરી ન હતી. છતાં અચાનક આવેલાં મહેમાનો જોઈને ત્યારે, આજની જેમ કોઈને અકળામણ ન થતી, ઉલટ, ઉમળકો જ વધતો! જાણ કર્યા વગર જ ટપકી પડાતું મામાની ઘેર…! રીક્ષા ઉભી રહે ને મમ્મી અમને ઉતારતી હોય ત્યાંરે એમને ખબર પડે કે મહેમાનો આવ્યા. હજુ તો ઘરમાં પગ ન મુક્યો હોય ત્યાં તો નાના-નાની મામા-મામીના હસું હસુ થતા ચહેરા પર, આવકારમાં ભીનો ઉમળકો વર્તાવા મંડે! અમે સામાન મૂકીએ ત્યાં તો નાનીએ મામીને કહી જ દીધું હોય કે લાપસીના આંધણ મુકો અને એ કહે એ પહેલાં મામીએ ચોક્કસપણે આંધણ મૂકી જ દીધા હોય, એ પણ નક્કી હોય! મામી હમેશા અમને ભણેજોને ’તમે’ અને ’બહેન’ કહીને બોલાવે… .બેન ખઇ લો ..ચા સાથે આ આપું તે આપું….. વગેરે વગેરે… મામીના પ્રેમાળ, રખાવટ વાળા સ્વભાવની વિશેષતા તો ત્યારે નહોતી સમજાતી પણ એ મીઠા બોલ સાંભળીને, આપણે કંઈક ખાસ છીએ, લાડકા છીએ,એવું સતત લાગતું, અને એની બહુ મજા આવતી!જેટલાં દિવસ રોકાઈએ એટલા દિવસ મામી મીઠાઈ બનાવે, લાડુ, લાપસી, શિરો, દૂધપાક, કેરીના રસ… મામીની રસોઈ સાદી પણ અમી ઝરે એવી સાત્વિક અને સ્વાદિષ્ટ…!

નાની ને મામી ટંકે ટંકે આગ્રહ કરીને કરીને અમને જમાડે, એ વખતનો એમનો હરખ! એ યાદ કરીને વિચાર આવે કે, દિવસો સુધી મહેમાન માટે એવો ને એવો તાજો ઉમળકો ક્યાંથી લાવતા હશે! લાંબો ગાળો મહેમાનો રોકાય તો એમનાય રૂટિન ખોરવાતા હશે, નિરાંત કપાતી હશે. . છતાંય અણગમો કે ઓછો ઉમળકો એમના કોઈના ચહેરા પર ક્યારેય નથી જોયો એ બહુ મોટી વાત છે, એ હવે સમજાય છે બોર તળાવ, ક્રેસન્ટ, ગાંધી સ્મૃતિ, રુવાપરી… પિલ ગાર્ડન, તખતેશ્વર, વિક્ટોરિયા … બસ, આ અમારા પર્યટન સ્થળો… પણ મામા, માસી, અને કઝિન બધા સાથે હોય. મોજનો આખો દરિયો લહેરાતો બસ…! આનંદ…આનંદ…મામાનું ઘર કાશ્મીર કુલું મનાલી હતું ને બરફ ગોળા- કુલ્ફી સમર ટ્રીટ હતારાત્રે અમે ભાઈ બહેન બધા ભેગા થઈને વાટકી પર પ્લેનચેટ બોલાવતાં! અમારા માસી પણ જોડાયા હોય. એમાં જાતજાતના આત્માઓ આવીને અમારી સાથે વાતો કરતાં!(એવું અમે માનતા) રમવાની મજા તો આવે જ, મજા કરતાંય વધુ, મને ડર લાગે છે એ કોઈને ખબર ન પડી જાય એટલે બમણા ઉત્સાહથી ભાગ લઈએ. વળી બહાદુર બંકા, અમે બધા સૂતી વખતે ભૂતની વાર્તા કરતા કરતા સુઇએ..(આજના જમાનામાં ગેઝેટ્સ અને ઇન્સ્ટાગ્રામની જેમ એ જમાનામાં બાળકોમાં ’ભૂત’ની વાતો હોટટોપીક હતો!) અને પછી એવી તો બીક લાગે કે..મામી કે નાનીને વળગીને સુઈ જઈએ…! મામના ઘરની આવી તો કેટકેટલી વાતો …મામાની ઘરે મનફાવે ત્યારે જઇ શકીએ, મનફાવે એટલું રોકાઈ શકીએ… ઔપચારિકતા વગરની, નરી આત્મીયતા .. એ સ્મરણો જીવનભરનું ભાથું… પિતરાઈઓ મામા-માસી-ફોઈ- કાકા….વેકેશન સ્વજનોની હૂંફને તાજી કરવાનો અવસર હતો. કઝીન્સ બધા, દિવસો સુધી સાથે રહેવું, એક ભાણે જમવું, રમવું, નાચવું , કુદવુ… એ મજાઓ હવે લૂપ્ત થતી જાય છે. મામાંનું ઘર’ની આપણી અદ્ભૂત સામાજિક વિરાસત હવે લુપ્ત થવાની કગાર પર છે પણ આને સંઘરીને આવનારી પેઢીને બતાવવા સાચવવી પણ કેવી રીતે? આવી ભાવનાત્મક ધરોહરનાં તો સ્થાપત્ય પણ ક્યાં મળે!? મામાના ઘરનું સ્થાન, હિલસ્ટેશન અને પર્યટન સ્થળોએ લીધું છે ત્યારે હવેની પેઢી મામાના ઘરના મહામુલા સુખથી વંચિત રહી જવાની!

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: summer vacation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ
Next Article ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?