9 મેએ જ ટાગોરની 165મી જયંતિ: તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને રાજીનામું આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર થયા. બંગાળના ઇતિહાસમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે.
આ જ દિવસે રવિન્દ્રનાથ ટાગોરની 165મી જયંતિ છે. બંગાળી કેલેન્ડર મુજબ, આ તારીખ 25મી વૈશાખના રોજ આવે છે, જે સામાન્ય રીતે મે મહિનાના બીજા અઠવાડિયામાં આવે છે. શપથ ગ્રહણ સમારોહમાં કોણ હાજરી આપશે અને કોણ મુખ્યમંત્રી બનશે તેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ તરફ, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને રાજીનામું આપી દીધું છે. વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ઉખઊં 59 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
આ દરમિયાન, ભાજપના સુવેન્દુ અધિકારી આજે સાંજે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ પાર્ટીના સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે.
તમિલનાડુમાં સૌથી મોટો ઉલટફેર થયો, અહીં 2 વર્ષ જૂની અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે, ટીવીકે બહુમતીના આંકડાથી પાછળ છે. અહીં પુડુચેરીમાં એનડીએની જ સરકાર સત્તામાં રહેશે.
ચેન્નઈ ખાતે ટીવીકેની ઓફિસ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે, પાર્ટી થિરુપ્પાથુરથી ટીવીકેના ઉમેદવાર કે. શ્રીનિવાસ સેતુપતિએ ડીએમકેના ઉમેદવાર પેરિયાકરુપ્પનને એક મતથી હરાવ્યા છે. શ્રીનિવાસને 83,365 મત મળ્યા.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના મોતાબ શેખનો વિજય નોંધપાત્ર રહ્યો હતો. ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા, ટેકનિકલ કારણોસર તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે નવા રચાયેલા એપેલેટ ટ્રિબ્યુનલને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.
ટ્રિબ્યુનલે તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાચા ગણાવ્યા અને તેમને માન્ય મતદાર જાહેર કર્યા. લગભગ 27 લાખ અરજીઓમાં તેમનો કેસ પ્રથમ મંજૂર થયો હતો.
તેમનું નામ ફરી એડ થયા પછી, શેખે ફરક્કા બેઠક પરથી ચૂંટણી લડી અને ભાજપના સુધીર ચૌધરીને 8,000થી વધુ મતોથી હરાવ્યા.
પશ્ચિમ બંગાળના 23 જિલ્લાઓમાંથી 9 જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહીં. આ વિસ્તારોમાં ભાજપે બધી 68 બેઠકો જીતી.



