વોર્ડ નં. 17ના ભાજપના ઉમેદવાર કીર્તિબા રાણા, રસિલાબેન વૈષ્ણવ, ડૉ. રિંકલભાઈ મેઘાણી, કૌશિકભાઈ ટાંક ખાસ-ખબર ન્યૂઝની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના વોર્ડ નં. 17માં ભાજપના ઉમેદવારો તરીકે કીર્તિબા રાણા, રશીલાબેન વૈષ્ણવ, ડો. રિંકલભાઈ મેઘાણી અને કૌશિકભાઈ ટાંક સેવા, સંગઠન અને વિકાસના મજબૂત ચહેરા તરીકે ઉભર્યા છે. યુવા નેતૃત્વથી લઈને મહિલાસશક્તિકરણ, આરોગ્યસેવા અને લોકસેવા સુધી ચારેય ઉમેદવારો વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે અને હાલ પણ કરી રહ્યા છે. આ ચારેય ઉમેદવાર આજે ખાસ ખબર ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. તેમજ વોર્ડ પ્રમુખ જયપાલભાઈ ચાવડા, પ્રભારી વિજયભાઈ ટોળીયા, પૂર્વ કોર્પરેટર વિનુભાઈ ઘવા, પ્રદેશ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી અને અનિરુદ્ધસિંહ રાણા પણ હાજર રહ્યા હતાં. જ્યાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા સાથે પ્રાસંગીક ચર્ચા કરી હતી. અંતમાં ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયાએ ચારેય ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.
કીર્તિબા રાણા : વોર્ડ નં. 17 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિર્તીબા અનિરુધ્ધસિંહ રાણાની પસંદગી કરી છે. કિર્તીબા અનિરુધ્ધસિંહ રાણા છેલ્લા 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપે છે. તેઓ લોકોની વચ્ચે રહીને સતત કામ કરી પોતાની લોક ચાહના મેળવી છે. આ વખતે પણ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી ટીકીટ મળી છે. તેઓ આ વોર્ડમાં છેલ્લા 5 વર્ષ કોર્પોરેટર તરીકે સેવા બજાવી છે. તમામ પ્રજાજનોની સાથે ખંતથી કામ કરી તેઓ કોઇપણ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા છે. આ વિસ્તારના બહેનો માટે સુરક્ષા, આરોગ્ય અને સન્માન માટે પણ તેઓ એક ઉમદા કાર્ય કરે છે. જેથી આ વિસ્તારના દરેક બહેનો નિર્ભય બનીને સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકયા છે. તેઓ સમાજીક ક્ષેત્ર ’શ્રીકલ્યાણ ટ્રસ્ટ” ના પ્રમુખ તરીકે સેવા આપે છે. જેમાં દેવપરમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા (શાળાનં 63) પાસે તેઓ બહેનો માટે સિવણ કલાસ તેમજ બ્યુટીપાર્લર જેવા આજીવીકાના કોર્ષ કરાવે છે. જેમાં આશરે 300થી વધારે બહેનોને આ કોર્ષનો લાભ મળ્યો છે. તેમજ સરકારી યોજના માટેના સેવાઓના કેમ્પનું આયોજન કરી લોકોને તમામ કામ એક જગ્યાએ થાય તેવા પ્રયત્નો અવિરત કરે છે.
રસીલાબેન વૈષ્ણવ : વોર્ડ નં. 17 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રસીલાબેન હસમુખભાઈ વૈષ્ણવની પસંદગી કરી છે. તેઓ વોર્ડ નં. 17ના પેજ પ્રમુખ તરીકે તેમજ મહિલા મોરચાના સક્રિય સભ્ય તરીકે સમાજમાં સતત કાર્યરત રહ્યા છે. સાથે તેઓ સખી મંડળના સભ્ય અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ અનેક સામાજિક સેવાકીય કાર્યોમાં જોડાયેલા છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ, મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ પ્રોત્સાહન અને આરોગ્ય સેવા જેવા ક્ષેત્રોમાં તેઓએ નિષ્ઠાપૂર્વક સેવા આપી છે, જેના કારણે લોકોમાં તેમની એક વિશ્વસનીય અને સેવાભાવી છબી ઉભી થઈ છે. પારડી રોડ ઉપર રામાનંદ ભવનના મહિલા અગ્રણી તરીકે સક્રિય રહ્યા છે.
ડૉ. રિંકલભાઈ મેઘાણી : વોર્ડ નં. 17માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત લોકોના નિવારણ લાવતા ડો.રિંકલભાઈ મેઘાણીની પસંદગી થઇ છે. કોઠારીયા રોડ વિસ્તારમાં તબીબી ક્ષેત્રમાં 24 વર્ષથી લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે તત્પરતાથી કાર્ય કરે છે. આ વિસ્તારની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓ કેશવ વિદ્યાલય, આશ્રમશાળા અને નાલંદા વિદ્યામંદિરના ટ્રસ્ટી તરીકે તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. સુભાષ નગર કો-ઓ.હા.સોસાયટી તથા ન્યુ સુભાષ નગર સોસાયટીના માનદ મંત્રી તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. આ સાથે તેઓ કોઠારીયા રોડ-ડોક્ટર એસોસિએશન, બોલબાલા ટ્રસ્ટ, ઓમ શાંતિ મેહુલ નગર શાખા, સી.જે. ગ્રુપ, ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ વગેરે જેવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ શહેર ડોકટર સેલ કારોબારી સભ્ય તથા કિસાન મોરચા રાજકોટ શહેર ઉપપ્રમુખ તથા વોર્ડ નંબર 17 ઉપપ્રમુખ જેવી પાર્ટીની જવાબદારીઓ પણ હાલ નિભાવી રહ્યા છે. આ વિસ્તારમાં મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સમુહલગ્ન જેવા સામાજીક કાર્યો કરેલ છે તથા ખોડલધામ ડોકટર સમિતીમાં પણ સક્રિય સેવક છે.
કૌશિકભાઈ રમણીકલાલ ટાંક : વોર્ડ નં. 17 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શિક્ષિત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ઉમેદવાર કૌશિકભાઇ રમણીકલાલ ટાંકની પસંદગી થઇ છે. કૌશિકભાઇ ટાંકે બીએ.એલ.એલ.બી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી હાલ એડવોકેટ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમજ સમગ્ર વિશ્વકર્મા સમાજ, રંગીલા હનુમાન, નટેશ્વર મહાદેવ અને અધિવક્તા પરિષદ સાથે વર્ષોથી કાર્યરત છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. તથા રાષ્ટ્ર જાગરણ અભિયાન, વિરાટ હિન્દુ સંમેલન, સ્વામિ વિવેકાનંદ શાર્ધ સતાપ્દી સમિતી, સમાજીક સમરસતા મહાયજ્ઞની જવાબદારીઓ સંભાળી છે. સમાજ કાર્ય માટે એક સમર્પિત કાર્યકર્તા તરીકે વર્ષોથી કાર્યરત છે.



