By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    16 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    18 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    18 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    18 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    16 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ગોંડલ રોડ ઉપર વેલનાથપરા વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો : પોલીસનું ફાયરિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ગોંડલ રોડ ઉપર વેલનાથપરા વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો : પોલીસનું ફાયરિંગ
રાજકોટ

રાજકોટના ગોંડલ રોડ ઉપર વેલનાથપરા વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો : પોલીસનું ફાયરિંગ

Khaskhabar Editor
Last updated: 2025/05/20 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં 10 બોકળાની પશુબલિ 11ની બલિ અટકાવતું વિજ્ઞાન જાથા

પોલીસવાન, રિક્ષામાં તોડફોડ: બે પોલીસમેનને ઇજા: 14 નામજોગ સહિત 200ના ટોળાં સામે ફરિયાદ: આગેવાન સહિત 14ની ધરપકડ
પશુ બલી અટકાવતાં ટોળું વીફર્યુ : રાયોટિંગ, હુલ્લડ, ફરજમાં રૂકાવટ, તોડફોડ સહિતનો ગુનો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટના ભાગોળે ગોંડલ ચોકડી પાસે, શિવ હોટલ પાછળની શેરીમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા, મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં 21 પશુબલીમાં 10 બોકળાની પશુબલી અને 11 ની પશુબલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઉભું થયું હતું. ભુવા સહિત પાંચ સામે વિધિવત ફરીયાદ નોંધવામાં આવી હતી. માનતાના નામે પશુ-પક્ષીની બલિ અટકાવવાની દેશવ્યાપી ઝૂંબેશ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે.

બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હેમદિપ મારવણીયાએ નારાયણનગરના ભાવેશ અરજણ વીકાણી, રાજેશ પ્રેમજી ચુડાસમા, કાળુ વાલજી ગોરસવા, હાર્દિક હરી સોલંકી, ગોવિંદ બટુક સોલંકી, વિકી દામજી સોલંકી, રોહિત પરસોતમ પરમાર, સંદિપ પરસોતમ પરમાર, હિતેષ મનજી સોલંકી, સની મનજી સોલંકી, દિપક રમેશ જસાણીયા, રાહુલ સામત ડાભી, પ્રવિણ રવજી જાડેજા, પ્રકાશ રમેશ જસાણીયા અને અન્ય 150 થી 200 માણસોનો ટોળા સામે આજીડેમ પોલીસમાં રાયોટિંગ, હુલ્લડ, ફરજમાં રૂકાવટ, તોડફોડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા, ભાનુબેન ગોહીલ તથા તેના બીજા માણસો ગોંડલ રોડ, વેલનાથપરા શિવ હોટલ પાછળ દેવીપુજક સમાજનો રખાદાદાનો માંડવો હોય અને તેમાં પશુ બલી આપેલ હોય જેથી તે જગ્યાએ પીસીઆર વાન તથા સોલવન્ટ ચોકી સ્ટાફ તે જગ્યાએ જઈ કાયદેસરની કાર્યવાહી કરેલ અને વિજ્ઞાન જાથાના માણસોને મળી આવેલ પશુબલી બાબતની ફરીયાદ કરવા માટે પોલીસ મથકે મોકલી આપેલ હતા તે સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે કોન્સ્ટેબલ ચન્દ્રપાલભાઈ, હોમગાર્ડ રવિ ત્રિપાઠી, સોલવન્ટ ચોકી હેડ કોન્સ્ટેબલ અક્ષયરાજસિંહ રાણા, તેજપાલસિંહ સરવૈયા, કોન્સ્ટેબલ ગૌતમ રાઠોડ, રામજી ટાઢાણી, પ્રણાબેન, વસંતબેન સહિતનો સ્ટાફ ત્યાં હાજર હતો. ત્યાં દેવીપુજક સમાજના માણસોનું આશરે 150 થી 200નુ ટોળુ હાજર હતું. જેથી કાયદો વ્યવસ્થાની સ્થીતી બગડે નહી તે માટે તેઓને સમજાવતા હતા. દરમિયાન દેવીપુજક સમાજના આગેવાન ભાવેશ વિકાણી તેમજ તેની સાથેના માણસોને વિખેરાય જવાની સમજ કરતા હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ભાવેશ તેઓની સાથેના માણસોને ઉશ્કેરણી કરી ગેરકાયદેસર મંડળી રચી કહેવા લાગેલ કે, આ અમારી જ્ઞાતીના રીવાજ/પ્રથા હોય તમે કેમ અમારા સમાજને હેરાન કરો છો તેમ કહી બેફામ ગાળો બોલવા લાગેલ હતા જેથી પોલીસ સ્ટાફે તે લોકોને શાંતી રાખવા માટે સમજાવતા હતા તે વખતે ભાવેશએ મારો કાંઠલો પકડી ટોળાની વચ્ચે લઇ ગયેલ અને ભાવેશ અને ટોળાના માણસોએ ઢીકા-પાટુનો માર મારવા લાગેલ હતાં. તે વખતે ત્યા હાજર પોલીસ સ્ટાફ વચ્ચે પડેલ અને તેને વિખેરવા માટે પ્રયત્નો કરતા હતા તો આ ટોળાના માણસોએ તેને પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને પીસીઆર વાનમાં પથ્થરમારો કરવા લાગેલ હતા. જેથી પીસીઆર વાનના આગળનો કાચ તોડી નાખેલ હતો જેથી સ્ટાફે પોલીસ સ્ટેશનને જાણ કરી ડિ-સ્ટાફના માણસોને બોલાવેલ હતા દરમિયાન એએસઆઈ હારૂનભાઈ, રવિભાઇ વાંક, કોન્સ્ટેબલ જગદીશસિંહ વિગેરે દોડી આવી ટોળાને વિખેરાઇ જવા માટેનો પ્રયત્નો કરતા હતા તેમ છતા તે લોકો પથ્થર તથા ધોકા વાડે પોલીસ પાર્ટી ઉપર હુમલો કરતા હતા.
જેથી વધુ પોલીસ સ્ટફને બોલાવતા પીઆઈ એ.બી.જાડેજા બીજા પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલ અને ટોળાને વિખેરાઇ જવા માટે સમજ કરવા છતા નહી વિખેરાતા હળવો લાઠીચાર્જ કરવામાં આવેલ હતો. તેમ છતા ટોળુ ઉશ્કેરાયેલ હોય અને લોકોને તથા લોકોની પ્રોપટીને ડેમેજ કરે તેવી ભીતી સાથે આગળ વધતુ હોય જેથી ટોળાને વિખેરવા માટે પીઆઈએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. પોલીસ સ્ટાફે ટોળામાં સામેલ દેવીપુજક સમાજની આગેવાન ભાવેશ તેમજ રાજેશ ચુડાસમા, કાળુ ગોરસવા, હાર્દિક હરી સોલંકી, ગોવિંદ સોલંકી, વિકી દામજી સોલંકી, રોહિત પરસોતમ પરમાર, સંદિપ પરસોતમ પરમારની સ્થળ પર જ ધરપકડ કરી અન્ય શખ્સોની ઓળખ મેળવી ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી
Next Article અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?