રાજકોટ, ભાવનગર, જામનગરમાંથી કરોડો રૂપિયાની કરચોરી પકડાય તેવી શક્યતા
કોરોનાના કપરા સમય બાદ ફરી ધંધા રોજગારો જે રીતથી ચાલુ થયા છે ત્યારબાદ નુકસાની ભરપાઈ કરવા માટે ઉદ્યોગકારો દ્વારા ક્યાંકને ક્યાંક ઘેર રીતે આચરી હોવાનું સામે આવતા ઇન્કમટેક્સ અને GST વિભાગ દ્વારા સતત સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત સ્ટેટ GST દ્વારા રાજકોટ જામનગર અને ભાવનગર માં કુલ 13 સ્થળોએ ટીમ વહેલી સવારથી ત્રાટકી હતી અને એ વાતની પણ શક્યતા સેવવામાં આવી રહી છે કે, ખુબજ મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવશે. એટલું જ નહીં જે વેપારીઓ દ્વારા કર ચોરી કરવામાં આવી રહી છે તેમનામાં ફફડાટ મચી જવા પામ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં આ તપાસનો યથાવત ચાલુ રહે તો નવાઈ નહીં.
જે સ્થળો પર GSTના દરોડા પાડવામાં આવ્યા છે તે, લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો છે, જ્યાં GST વિભાગ ત્રાટક્યું હતું.સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં 4, જામનગરમાં 7 અને ભાવનગરના 2 વેપારી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્ય સરકારને GST મારફતે ઘણી સારી એવી આવક પણ થઇ હતી પરંતુ સરકાર છે બોગસ બિલ કરી કરચોરી કરી રહ્યા છે અથવા તો ગેરરીતિ આચરે છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને સહેજ પણ બક્ષવામાં નહીં આવે તે અંગે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સ્ટેટ GST અમદાવાદ ખાતેથી સર્ચ અને સરવે કામગીરી કરવાની સુચના મળેલી છે સંયુક્ત GST કમિશનર દ્વારા મળી હતી જે બાદ સીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ સ્થળો પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ગેરરીતિ કરતાં વ્યાપારીઓ ઉપર જીએસટી વિભાગ દ્વારા બોલાવવામાં આવે તો નવાઈ નહીં.



