ગંભીરના કોચિંગ હેઠળ પ્રથમ હાર, કોહલી – ગિલ સહિત ટોપ ઓર્ડર નિષ્ફળ
ત્રીજી વનડેમાં 110 રનથી હરાવ્યું, વેલ્લાલાગે 5 વિકેટ ઝડપી; અવિષ્કા ફર્નાન્ડો સદી ચૂકી ગયો : શ્રેણી 2 – 0થી જીતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
શ્રીલંકાએ ઈતિહાસ બદલી નાખ્યો છે અને 27 વર્ષ બાદ ભારતને ODI શ્રેણીમાં હરાવ્યું છે. ટીમે કોલંબોમાં ત્રીજી ODI 110 રને જીતી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 102 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા જ્યારે કુસલ મેન્ડિસે 59 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં સ્પિનર ડ્યુનિથ વેલાલેગે શાનદાર પ્રદર્શન કર્યું અને 5.1 ઓવરમાં 27 રન આપીને પાંચ વિકેટ લીધી. મહેશ તિક્ષિના અને જ્યોફ્રી વાન્ડરસેને બે-બે વિકેટ મળી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદર 30 રન બનાવીને આઉટ થયા હતા અને વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયા હતા.
શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી, ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવી હતી. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે શ્રીલંકાને T-20 શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. જ્યારે વનડે શ્રેણી 2-0થી હારી ગઈ હતી.
- Advertisement -
ભારતની હારમાં સૌથી મોટો ફાળો બેટ્સમેનોનો હતો. વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત ટીમના સિનિયર અને યુવા બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાએ 10મી ઓવરમાં ઋષભ પંતની વિકેટ પણ ગુમાવી દીધી હતી. પંતની ટીમની ત્રીજી વિકેટ પડી હતી. તે મહિષ તિક્ષાના દ્વારા સ્ટમ્પ આઉટ થયો હતો, પંતે 9 બોલમાં 6 રન બનાવ્યા હતા