ગેમઝોનમાં આગ લાગતાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત દેશભરમાં અરેરાટી ફેલાવતી ગેમઝોન દુર્ઘટનામાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ હવે કાનૂની લડત શરૂ થઈ છે ગઈકાલે પ્રથમ હિયરિંગ બાદ તમામ 15 આરોપીને 21 તારીખે હાજર રહેવા જાહેર કરાયું છે.
- Advertisement -
આ કેસની વિગતો એવી છે કે ગત તા.25.05.2024ની સાંજે સયાજી હોટલ પાછળ આવેલ ઝછઙ ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતા આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી જેમાં ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર, ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન જૈન, મનપાના ટીપીઓ મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, એટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા ઠેબા અને ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને જેલહવાલે કરવામાં આવ્યા છે આ ઘટનામાં એક આરોપી પ્રકાશચંદ હીરનનું અગ્નિકાંડના બનાવમાં મોત થયું હતું.
અગ્નિકાંડમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ ગઈકાલે કોર્ટમાં સરકાર તરફે સ્પે. પીપી તુષાર ગોકાણી હાજર રહ્યા હતા. આ તકે કોર્ટે જેલમાં રહેલ તમામ આરોપીઓને આગામી તારીખ 21 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા યાદી કરી છે.