ત્રીજા સ્થાન માટે પણ ન્યૂયોર્કે જિનીવા સાથે સંયુક્ત ક્રમ શેર કરવો પડયો હતો
પેરિસ સાતમા ક્રમ પર છે અને કોપેનહેગન તથા તેલઅવીવ આઠમા ક્રમ પર
- Advertisement -
સિંગાપોર પાછલા વર્ષે ન્યૂયોર્ક સાથે સંયુક્ત રીતે નંબર એક હતું
ખાસ-ખબર સંવાદદાતા
જો તમને લાગતું હોય કે તમે મોંઘવારીથી પરેશાન છો અને તમારા શહેરમાં ખૂબ મોંઘવારી છે તો જરા વિશ્ર્વના સૌથી મોંઘા શહેરો પર એક નજર નાખી લો. વિશ્ર્વના સૌથી મોંઘા શહેરોની યાદી આવી ગઇ છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે આને લઇને એક સરવે કર્યો હતો અને આ સરવે અનુસાર વિશ્ર્વના બે સૌથી મોંઘા શહેર સંયુક્ત રીતે સિંગાપોર અને ઝયુરીચ છે.
વાસ્તવમાં સૌને પછાડીને ઝયુરીચ નંબર એક પર આવી ગયું છે, પાછલા વર્ષે આ શહેર છઠ્ઠા ક્રમ પર હતું. સ્વીસ ફ્રાન્કની મજબૂતાઇ, મોંઘા ખાદ્ય પદાર્થો, ગ્રોસરી અને મનોરંજનના મોંઘા ખર્ચાએ ઝયુરીચને આ લિસ્ટમાં ટોચ પર પહોંચાડી દીધું છે. સિંગાપોર અને ઝયુરીચે મળીને અમેરિકાના ન્યૂયોર્કને નંબર ત્રણ પર ધકેલી દીધું છે.
સિંગાપોર પાછલા વર્ષે ન્યૂયોર્ક સાથે સંયુક્ત રીતે નંબર એક હતું પણ હવે તેણે ઝયુરીચ સાથે નંબર એકનું સ્થાન જાળવ્યું છે. જો કે ત્રીજા સ્થાન પર પણ ન્યૂયોર્ક એકલું નથી આ સ્થાન તેણે જિનીવા સાથે શેર કર્યું છે. આ યાદીમાં પાંચમા ક્રમ પર હોંગકોંગ છે તથા છઠ્ઠા સ્થાન પર અમેરિકાનું લોસ એન્જલસ શહેર છે. પેરિસ સાતમા ક્રમ પર છે અને કોપેનહેગન તથા તેલઅવીવ સંયુક્ત રીતે આઠમા ક્રમ પર છે.
ભારતમાં સૌથી મોંઘાં શહેરોમાં સુરતનો સમાવેશ
- Advertisement -
નોંધનીય છે કે દેશના સૌથી મોંઘાં શહેરોમાં દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ, સુરત, કોલકાતા અને પૂણેને માનવામાં આવે છે. ભારતના આ શહેરોમાં વસવાટ કરવો હોય તો તમારે ખિસ્સામાંથી વધારે નાણા કાઢવા પડે છે. આ શહેરોમાં ઓછા નાણાથી ગુજારો કરવો મુશ્ર્કેલ છે.