ભારતમાં સૌપ્રથમ વખત વિનામૂલ્યે રીયલ એસ્ટેટ ટ્રેઇનિંગ તેમજ સિંગલ પ્રોપર્ટી વેંચાણ માટે ડિસ્પ્લે ડોમની વ્યવસ્થા
રાજકોટ રીઅલ એસ્ટેટ માટે હેલ્પલાઇન નંબર તેમજ ડીરેક્ટરીની શરૂઆત કરીને એક પ્લેટફોર્મ પર સમગ્ર જાણકારી મળી રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ખાતે તા. 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના રોજ ઇન્ફીનાઇટ પ્રોપર્ટી શૉ- 2024નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ પ્રોપર્ટી આજ સુધીનો સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પ્રોપર્ટી શૉ છે. જેમાં દરેક વર્ગ પોસાય તેવા બજેટમાં ભાગ લઇ શકશે. આ સાથે જ આ પ્રોપર્ટી શોમાં વિનામૂલ્યે રીયલ એસ્ટેટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટ રીઅલ એસ્ટેટ હેલ્પલાઇનની પણ શરૂઆત કરશે. જેમાં રાજકોટ શહેરના રીઅલ એસ્ટેટને લગતા કોઇપણ વ્યક્તિ કે મીટીરીઅલ્સના કોન્ટેક્ટ નંબર મળી રહેશે.
જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના રીઅલ એસ્ટેટના નાના-મોટા રેસીડેન્સિયલ, કોમર્શીયલ, ઇન્ડ્રસ્ટ્રીયલ, પ્રોજેક્ટસ, પ્રોપર્ટી, પ્લોટીંગ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. બીજા વિભાગમાં દરેક પ્રકારની બ્લિડિંગ, મટીરિયલ્સની કંપનીઓ, સપ્લાયર્સ, રીટેઇલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, મેન્યુફેકચર્સ, સહિતના હોમ ડેકોર પ્રોડક્સની કંપનીઓ ભાગ લઇ શકશે. ત્રીજા વિભાગમાં નાની-મોટી કંપનીઓ માટે જનરલ ડોમ રાખવામાં આવ્યા છે. તેમજ સામાનની હેરફેર માટેના વાહનોની સાથે-સાથે સ્પેશ્યલ લકઝરી કાર અને અન્ય વ્હીકલ્સનો સમાવેશ કરવામાં આવશે. તેમજ 1,75,000 સ્કેવર ફુટ જગ્યા, 140 સ્ટોલ, પેવેલીયન અને 500થી વધુ પ્રોપર્ટી ભાગ લઇ શકે તેવો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, દીવ, ગીર સોમનાથ, દ્વારકા તેમજ કચ્છ શહેરના ઇન્વિટેશન થકી તેમજ સ્પેશ્યલ ઇન્વિટેશસન્સ, એશઓસીએશન, ટ્રસ્ટ, ગ્રુપ્સ તેમજ કલબો સાથે ટાઇઅપ તેમજ ડીઝીટલ માર્કેટીંગ થકી આખા ગુજરાતના ડોકટર્સ, સીએ, સીએસ, એન્જીનીયર્સ, એડવોકેટસ, ઇન્ડસ્ટ્રીઅલ્સ, મેનેજર્સ, ગવર્મેન્ટ, તેમજ પ્રાઇવેટ ઓફીસર્સ વગેરે લોકો શૉમાં અતિથિ રૂપે પધારશે.
પ્રોપર્ટી શૉ શરૂ થયાના 36 કલાક પહેલા એક રીઅલ એસ્ટેટની વિનામૂલ્યે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીવીલ પ્લાનીંગ, રોડ મુજબ માર્જીન, એફ.એસ.આઇ, જંત્રી કારપેટ, રેવન્યુ લીગલ ફાઇલ ચેક, પ્રોપર્ટી સંલગ્ન વાસ્તુ શાસ્ત્ર, હાઉસીંગ તેમજ પ્રોજેક્ટ ફાયનાન્સ પ્રોસીજર, વધુ સારી ક્ધસ્ટ્રક્શન કરવાની રીત, રીયલ એસ્ટેટ ઇન્કમટેક્સ રૂલ્સ ઇન ઇન્ડિયા, રેરાની ગાઇડલાઇન તેમજ નિયમો, ડ્રી એન્ટ પેઇડ રીયલ એસ્ટેટ ઓનલાઇલ લોક્લ એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટીંગ, બ્લડીંગ, મટીરીયલ્સ, એડવાન્સ નોલેજ, રીયલ એસ્ટેટ એકાઉન્ટિંગ એન્ડ સીઆરએમ સોફટવેર્સ જેવા મુદાઓ પર એકસપર્ટ દ્વારા તાલિમ આપવામાં આવશે. આ સાથે જ પ્રોપર્ટી શૉમાં પણ દરેક વિઝીટર્સ માટે અલગ-અલગ 12 વિભાગમાં ભવ્ય હેલ્પ ડેસ્ક રહેશે. જેમાં દરેકમાં એક ફોર્મ ભરવાનું રહેશે કે જના પરથી રીટલ એસ્ટેટમાં કયા પ્રકારની હેલ્પની જરૂર છે અને તેમની સમસ્યાનું નિવારણ કરી શકાય. આ પ્રોપર્ટી શૉમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત સીંગલ પ્રોપર્ટી વેચાણ માટે ડીસ્પ્લે ડોમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રોપર્ટી શૉમાં ભાગ લેવા માટે તમારી રીયલ એશ્ટેટ કંપનીનો સ્ટોલ, ડોમ કે પોવોલીયન બુકીંગ કરાવવા માટે 305, બિઝનેસ પાર્ક બોનાન્ઝા બ્યુટી પાર્લરની ઉપર, વોકહાર્ટ હોસ્પીટલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તેમજ મોબાઇલ નંબર- 9904242424 ઉપર ઇન્ફિનાઇટ પ્રોપર્ટી શૉનાં આયોજક જિતેન્દ્રભાઇ મારૂનો સંપર્ક કરવા વિંનતી કરી છે.