કૉંગ્રેસની બેઠકોમાં વધારો અને આમ આદમી પાર્ટીને ફટકો પડવાની વકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભાજપનું મોડલ સ્ટેટ અને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ગઇ કાલે શાંતિપૂર્વક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સંપન્ન થઇ. કાળઝાળ ગરમીને કારણે મતદાન જોઇએ તેટલુ ન થયું. રાજયમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાવ્યું હતું જેમાં 15 મ્યુ. કોર્પોરેશનોમાં 52 ટકા, 84 ટકા મ્યુનિસીપાલીટીમાં 62 ટકા, 34 જીલ્લા પંચાયતોમાં 62 ટકા, અને 260 તાલુકા પંચાયતોમાં 63 ટકા મતદાન નોંધાવ્યું હતું આવતી કાલે મતગણતરી થવાની છે. ત્યારે મળતા ટ્રેન્ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા છે. 2015 અને 2021 કરતાં 6 મહાનગરોમાં મતદાન વધ્યું છે. 2021 કરતા 7 ટકા વધ્યું છે. આકાશમાં અગનવર્ષા હોવા છતા લોકો મોટા પ્રમાણમાં મતદાન કરતા બહાર નીકળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉની ચૂંટણીઓ કરતાં આ વખતની રાજયની ચૂંટણી અલગ હતી કોઇ સ્પષ્ટ લહેર ન્હોતી કે સ્પષ્ટ વોટીંગ પેટર્ન હતી. કોઇ મજબૂત વિકલ્ પન હોવાના કારણે સત્તારૂઢ પક્ષને ફાયદો થાય તેવું મતદાન મતદારોએ કર્યુ હોવાના સંકેતો મળે છે. રાજયમાં મજબૂત વિપક્ષનો અભાવ ભાજપ માટે ફાયદેમંદ રહ્યાં છે. જે આ વખતે પણ જોવા મળશે. રાજકીય વિષ્લેષકોના મતે રાજયમાં ભાજપ ફરી કેસરિયા કરીને મોટા ભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ઉપર વર્ચસ્વ જમાવે તેવી શકયતા છે. રાજકીય નિરીક્ષકો માને છે કે રાજ્યભરમાં મોટાભાગની સ્થાનિક સંસ્થાઓ પર ભાજપનો કબજો રહેશે.કોંગ્રેસ બેઠકોમાં નજીવો વધારો જોઈ શકે છેઆમ આદમી પાર્ટી (અઅઙ), જે અગાઉ ફાયદો મેળવતી હતી, તે જમીન ગુમાવે તેવી શક્યતા છેઅંતિમ પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવશે. ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત સમર્થન જાળવી રાખે છે કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં પ્રભાવ જાળવી રાખે છે ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરોની તુલનામાં વધુ મતદાન નોંધાયું છે. નવી રચાયેલી નવ નગરપાલિકાઓમાં સરેરાશ 54% મતદાન નોંધાયું છે, જેમાં વાપી અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં મજબૂત ભાગીદારી જોવા મળી છે.વિશ્લેષકોએ નોંધ્યું છે કે યુવા મતદારો, ખાસ કરીને જનરલ ઝેડમાં ઓછી ભાગીદારી, જ્યારે 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના મતદારો વધુ સંખ્યામાં મતદાન કર્યું હતું.બપોરના મતદાનમાં નોંધપાત્ર ઉદાસીનતા જોવા મળી હતી, જેમાં પીક અવર્સ દરમિયાન બૂથ મતદાન ઓછું હતું.



