રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર ખાસ-ખબર કપમાં પ્રી-ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઇ
આજે બે-પ્રિ કવાર્ટર ફાઇનલ અને બે કવાર્ટર ફાઇનલ મેચ રમાશે : 4 ટીમ વચ્ચે મુકાબલો
- Advertisement -
મહાવીર કઊંએ રામદેવ-ડઈંને માત્ર 19 રનમાં ઓલઆઉટ કરી, ટુર્નામેન્ટનો સૌથી લોએસ્ટ સ્કોર
મહાવીર કઊં ટીમની ઐતિહાસિક જીત બદલ એલ.કે.સ્ટારના લખન સોમૈયા અને સંદીપસિંહ પરમારે ટીમને સન્માનિત કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના આંગણે ખાસ ખબર ન્યૂઝ દ્વારા આયોજીત ’ખાસ ખબર કપ 2026’ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટના 14મા દિવસે પ્રેક્ષકોને ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા હતા. દિવસના સૌથી મહત્વના મુકાબલામાં મહાવીર કઊંના બોલરોએ તરખાટ મચાવતા ટુર્નામેન્ટનો સૌથી નીચો સ્કોર નોંધાવ્યો હતો. રામદેવ-ડઈંની આખી ટીમ મહાવીર કઊંના ધારદાર આક્રમણ સામે માત્ર 19 રનમાં સમેટાઈ ગઈ હતી. લિજેન્ડરી બોલિંગ પ્રદર્શન બાદ મહાવીર કઊંએ આ લક્ષ્યાંક પળવારમાં હાંસલ કરી સેમીફાઇનલ તરફ મજબૂત ડગ માંડ્યા હતા. ટુર્નામેન્ટમાં અન્ય પ્રી-ક્વાર્ટર મુકાબલા પણ એટલા જ રસાકસીભર્યા રહ્યા હતા. બાલાજી ક્લબે કેશવ પ્રથમ સામે જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી હતી, જ્યારે છ9એ પણ શાનદાર રમત બતાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ખેલાડીઓની તોફાની બેટીંગ-ઘાતક બોલિંગથી મેદાનમાં જામ્યો રોમાંચ
કેશવ પ્રથમ સામે જીત મેળવી બાલાજી ક્લબે કવાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું
ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપ્ટસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા
નિર્ણાયક મેચમાં મેદાન પર મહાનુભાવોની ઉપસ્થિતિ
વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવાર નેહલભાઈ શુક્લ અને ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, કૌશીકભાઇ ગોંડલીયા, જયભાઇ વિઠ્ઠલપરા, સોપેલભાઇ મેમણ, હેમલભાઇ વિઠલાણી, વિજયભાઇ ગોહેલ, મુસ્તાકભાઇ મેમણ, શૈલેષભાઇ ભુત, સંજયભાઇ મારડીયા, આજકાલના ફોટોગ્રાફર દર્શનભાઇ ભટ્ટી, સાંજ સમાચારના એજાજભાઇ શેખ અને ખોડુભાઇ સાકરીયા ઉપસ્થિત રહ્યા હતા. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
14મા દિવસના ચાર મેચના પરિણામ
મહાવીર LK Vs રામદેવ-XI
આ મેચમાં મહાવીર LKએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના બોલરો સૂર, રાજુ પાલડી અને જય સોનીએ એવી ઘાતક બોલિંગ કરી કે રામદેવ-ડઈંના બેટ્સમેનો ક્રીઝ પર ટકી શક્યા નહીં અને આખી ટીમ માત્ર 19 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મહાવીર કઊંએ માત્ર બીજી ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ ઐતિહાસિક જીત બદલ લખન સોનૈયા (LK જફિિં) અને સંદીપસિંહ પરમારે ટીમને સન્માનિત કરી હતી.
બાલાજી ક્લબ VS કેશવ પ્રથમ
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બાલાજી ક્લબે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 105/6 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ટીમ વતી શૌર્ય સાનંદે 30 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે અંતિમ ઓવરોમાં કુલદીપ રાવલે આક્રમક બેટિંગ કરી હતી. જવાબમાં કેશવ પ્રથમની ટીમ બાલાજીના બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી અને મેચ હારી ગઈ હતી.
DC બાલાજી Vs શ્રી મુરલીધર XI
DC બાલાજીએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 157 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. સિકંદર ભટ્ટીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. શ્રી મુરલીધર XI તરફથી સુમિત સરવૈયાએ 26 રનની લડાયક ઇનિંગ રમી હોવા છતાં ટીમ 34 રનથી પરાજિત થઈ હતી. સિકંદર ભટ્ટીને તેમની શાનદાર બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયા હતા.
R9 Vs દર્શન-XI: રોમાંચક વિજય
R9 અને દર્શન-XI વચ્ચે ખેલાયેલા મુકાબલામાં R9એ શાનદાર ફિલ્ડિંગ અને બેટિંગના જોરે વિજય મેળવ્યો હતો. જયપાલ સિંહ વાઘેલા (JD)એ 36 રન બનાવીને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેઓ ’મેન ઓફ ધ મેચ’ ના હકદાર બન્યા હતા.



