મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ સેન્સેક્સમાં 1400 પોઈન્ટથી વધુનો ઉછાળો
અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે ૫ નવેમ્બરે શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ ૪૦૦ પોઈન્ટથી વધુની તેજી છે. બેન્ક અને ઓટો શેરોમાં આજે સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૫ લાખ કરોડથી વધુ વધ્યું એટલે કે રોકાણકારોની સંપત્તિમાં ₹૫ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી છે. ૨૮ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન સેન્સેક્સ ૭૩,૨૪૬થી ઉછળીને ૭૮,૭૫૦ના સ્તરે પહોંચી ગયો છે. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીએ સંસદ (કોંગ્રેસ)માં બહુમતી ગુમાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. માનવામાં આવે છે કે આ રાજકીય ઉથલપાથલને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટેનું દબાણ વધશે. આ જ કારણે બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૯૪ ડોલર અને અમેરિકન WTI ક્રૂડ ઘટીને ૮૭ ડોલર પ્રતિ બેરલના બે મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.



