મહીસાગર જીલ્લાની હદ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને બનાવવામાં આવેલ ધોળીડુંગરી ચેકપોસ્ટ પર મંગળવારની રાત્રે ફરજ દરમિયાન હોમગાર્ડ જવાન દિનેશભાઈ ખાંનાભાઈ પરમારનું ઈકો કારની ટક્કરે કરૂણ મોત નીપજ્યું હતું. *. આ મ્રુતક હોમગાર્ડ જવાન સ્વ. દિનેશભાઇ ખાંનાભાઈ પરમારના પરિવારને “ક્વિક હેલ્પ” દ્વારા આજરોજ રોકડ ૫૦,૦૦૦/-રૂપિયાની સહાય પુરી પાડવામાં આવી હતી. આ સમયે જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ડી. ડી. પટેલ, રાઠોડ સાહેબ, બાયડના યુનિટ કમાન્ડર મિર્ઝા, સાઠંબા યુનિટ યુનિટ કમાન્ડર ચંદુભાઈ પટેલ અને મુકુંદભાઇ પટેલ તેમજ હોમગાર્ડ જવાનોએ ઉપસ્થિત રહી સ્વ. હોમગાર્ડ જવાન દિનેશભાઇના પરિવારને સાંત્વના આપી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી.


